________________
૭૦ર
શ્રી શત્રુંજ્ય-લ્પનિ-ભાષાંતર-પૂર્તિ.
મણિ ગ્રહણ કરવા જેવી કપરી કસોટી હતી, પણ કર્મશાની ભારે ચતુરાઇના કારણે આ કાર્ય શક્ય બન્યું.
ફરમાન ગ્રહણ ર્યા બાદ કર્માશાએ શીઘતયા ખંભાત પ્રતિ પ્રયાણ ક્યું. ત્યારે આકાશ વાજિંત્રોના નાદથી ગાજવા લાગ્યું. સુવાસિની સ્ત્રીઓ મંગલ ગીતો ગાવા લાગી. અક્ષતથી વધામણાં કરવા લાગી. રસ્તામાં બંદીજનો કર્મશાના સૌભાગ્યની પ્રશંસા કરવા લાગ્યા. આમ ચારેકોરથી સારાં શો થવાથી કર્મશાનો ઉત્સાહ વધી ગયો.
અનેક પૌરજનો પણ હાથી ઘોડા રથ પર આરૂઢ થઈને કર્મશાની સાથે ચાલવા લાગ્યા. કર્માશા રસ્તામાં બંદીજનો અને યાચકો પ્રતિ ધનની વૃષ્ટિ કરતાં શત્રુજ્ય પ્રતિ આગળ વધવા લાગ્યા. રસ્તામાં જેટલાં પણ જિનાલયો આવ્યાં તે બધામાં સ્નાત્ર મહોત્સવ તથા ધ્વજારોહણ ક્યુંજ્યાં જ્યાં સાધુ મુનિવરો મળ્યા ત્યાં ત્યાં વંદના-સુખ-શાતા–પૃચ્છા કરી વસપાત્રાદિનું દાન કર્યું. રસ્તામાં જે જે ગામોમાં ચીડીમાર અને માછીમારો વસતા હતા તે બધાને તે પાપકર્મથી મુક્ત કરાવી ધન આપી સારે રસ્તે લગાડયા.
* શાસન પ્રભાવના કરતાં કરતાં એક દિવસ કર્મશા ખંભાત બંદરે આવી પહોંચ્યા. શત્રુંજયના ઉદ્ધારનું ફરમાન લઈને પધારેલા આ યુવા શ્રાવનું ખંભાતના શ્રી સંઘે ભવ્ય સ્વાગત ક્યું કર્મશાએ સંઘ સહિત શ્રી સ્થંભન પાર્શ્વનાથ ભગવંતનાં પાવન દર્શન ર્યા. ત્યારબાદ વિહરમાન જિનેશ્વર શ્રી સીમંધર સ્વામીનાં જિનાલયે દર્શન કર્યા. ત્યાર બાદ ઉપાશ્રયે પહોંચ્યા, જ્યાં ઉપાધ્યાય શ્રી વિનયમંડન ગણિ બિરાજમાન હતા તે પૂજ્યવરને જોતાંજ કર્મશાને રોમાંચ ખડા થયા. દય હર્ષથી ભરાઈ ગયું. વંદનાદિ કરીને સુખશાતા પૂછી તે પછી કર્માશાનું અંતર ભાવોલ્લાસથી ઊભરાઈ ગયું અને હદયોદગાર સરી પડ્યા.
હે ગુરુદેવ! આજ મારો દિવસ ખરેખર સફળ થયો છે. આપનાં પવિત્ર દર્શન મને મળ્યાં. હે સક્લ શાસ્ત્રના જ્ઞાતા! હે ક્વિાયોગમાં સાવધાન! હે પૂજ્ય ! આપે મને જે કાર્ય માટે પ્રેરણા કરેલી તે કાર્ય માટે આપ આજ્ઞા પ્રદાન
કરો.
લોકમાં એમ કહેવાય છે કે પ્રાચીન વસ્તનો ઉદ્ધાર કરવાથી પુણ્ય બંધાય છે તો પછી શાસ્વત શ્રી શત્રુંજ્ય ગિરિરાજના અને જિનબિંબના ઉદ્ધારની તો વાત જ શી કરવી? ખરેખર તે તો મહાન પુણ્યના ઉદયની વાત છે.
હે ગુરુદેવ! આ તો આપે હેલી જ ઉપદેશ વાતોને હું વાચાળ અને ધૃષ્ટ બનીને આપની સામે આલાપી રહ્યો
કર્મશાની વાત સાંભળીને ઉપાધ્યાય શ્રી વિનયમંડન ગણિનું મુખારવિદ સહેજ મલકી ઊઠ્યું. પણ જબાનથી તેમણે કશો ઉત્તર આપ્યો નહિ.
તે પછી આવેલા સંઘ સમક્ષ ઉપાધ્યાયશ્રીએ સુંદર પ્રવચન કર્યું અને કર્મશાને સંબોધીને જણાવ્યું કે તમે વિધિવિજ્ઞા છે. ભાગ્યને સમજનારા છો, માટે હવે ધર્મકલ્યને વિશે પ્રમાદ ન કરતાં તુરતજ પ્રયત્નશીલ બનવું જોઈએ.વળી અમે