________________
સોળમા ઉરનો ઊજળો ઇતિહાસ
વેપાર ધંધાની જવાબદારી માથે આવતાં કર્માશાએ ન્યાય નીતિપૂર્વક પિતાશ્રીની કાપડની દુકાન સંભાળી લીધી. થોડાક જ સમયમાં તેમણે સ્વબુદ્ધિ અને ન્યાયનીતિના પ્રભાવે વિપુલ ધન ઉપાર્જન કર્યું. અનેક શ્રાવક પુત્રોને સહાય કરીને આજીવિકા માટે યોગ્ય વેપાર-ધંધા શરૂ કરાવી આપ્યા.
૧૯૭
ધંધાની સાથોસાથ ધર્મ આરાધનામાં પણ કર્માશ વધુ ને વધુ ઉઘત બન્યા. બે ટાઇમ પ્રતિક્રમણ, ત્રિકાળ જિનપૂજા, પર્વ દિવસે પૌષધ તથા શ્રી ચિંતામણિ મહામંત્રનો જાપ દિવસ-રાત કરવા લાગ્યા.
કપૂરાદેવી અને કમલાદેવી નામની બે સ્વરૂપવતી પત્નીઓ તથા અનેક બાળકો સાથે કર્માશા દેવોની વચ્ચે ઇન્દ્રની જેમ શોભતા હતા. દુ:ખીઓનાં દુ:ખ દૂર કરતા હતા. યાચકોને યથેચ્છ દાન દેતા હતા. સજજનોમાં અગ્રેસર ગણાતા હતા. બાલ્યવયે પોતાના હાથે થનારા ઉદ્ધારની વાતને વારંવાર યાદ કરતા કોક શુભ ઘડી પળ આવે તેની રાહ જોતા
હતા.
વિમાની આઠમી સદીના પૂર્વાર્ધમાં પંચાસરનો રાજા જ્યશિખરી ચાવડો હતો. નોજના રાજા ભૂવડના હાથે યુદ્ધમાં તે મૃત્યુ પામ્યો. રાણી રૂપસુંદરી પોતાના ભાઇ સુરપાળ સાથે જંગલમાં નાસી છૂટી. ત્યાં તેણે વિ. સં. ૭પર ની વૈશાખી પૂર્ણિમાએ એક પુત્રને જન્મ આપ્યો જેનું નામ ‘વનરાજ’ પાડવામાં આવ્યું. વનરાજ મામા સુરપાળ અને આચાર્ય શ્રી શીલગુણસૂરિજી તથા દેવચન્દ્રસૂરિજીની દેખરેખ નીચે મોઢે થયો. સર્વ ક્લામાં નિપુણ બન્યો, અને એક વિરાટ સંપત્તિ, સૈન્ય આદિ જમા કરીને વિ.સં. ૮૦ર ના વૈ. સુ. રના દિવસે અણહિલપુર પાટ્યની સ્થાપના કરી.
પંચાસર ગામથી લાવેલા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરાવી અને સુંદર રીતે રાજ્ય સંચાલન કરવા માટે જૈન મંત્રીઓને નિયુક્ત કર્યા.
ન્યાય અને નીતિમાં માનનારા વનરાજ ચાવડાના પુત્રોએ એક વાર પિતાજી ના પાડવા છ્તાંય પરદેશી વહાણો લૂંટી લીધાં. તેના પ્રાયશ્ચિત્ત રૂપે વનરાજ ચાવડાએ અન્નજલનો ત્યાગ કર્યો અને ૧૯ વર્ષનું આયુષ્ય ભોગવીને વિ.સં. ૮૬રમાં વનરાજ સ્વર્ગવાસ પામ્યા.
ત્યાર બાદ કુલ છ પેઢી સુધી ગુજરાતમાં ચાવડા વંશનું રાજ્ય રહ્યું. છેલ્લા સામંતસિહ ચાવડાને મારી નાખીને તેમનો સગો ભાણેજ મૂલરાજ સોલંકી ગાદી પર આવ્યો. ત્યારબાદ તેની પાટ પરંપરાએ કુલ દશ સોલંકી સમ્રાટોએ ગુજરાતની સત્તા ભોગવી, જેમાં સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ આદિ મહાન સમ્રાટોએ ગુજરાતનું ગૌરવ વિશ્વવ્યાપી બનાવ્યું. છેલ્લા સોલંકી સમ્રાટ શ્રી ભીમરાજ થયા.
ત્યાર બાદ વાઘેલા વંશ ગાદી પર આવ્યો. આઘે વીરધવલ વાઘેલાએ ધોળકાને પોતાની રાજધાની બનાવી ખંભાત સુધીનો પ્રદેશ જીતી લીધો. માંડલના વતની વસ્તુપાલ-તેજપાલને મહામાત્ય નીમ્યા. વીરધવલ પછી વીસલદેવ વાઘેલા, અર્જુનદેવ વાઘેલા, સારંગદેવ વાઘેલા અને છેલ્લે કરણદેવ વાઘેલા વગેરે ગાદી પર આવ્યા જેણે પુન:પાણમાં રાજધાની સ્થાપી.