________________
સમરસિંહનો ઉમ્બર
તમે જાણો છો કે કલિકાળની પ્રબલતાને કારણે મ્લેચ્છોએ તીર્થનાયક શ્રી શત્રુંજ્યનો હાલમાં નાશ ર્યો છે. કારણ કે કલિકાલ એ ધર્મનો સદા વૈરીજ છે. તીર્થનાયકનો ઉચ્છેદ થતાં શ્રાવકોના સર્વ ધર્મો પણ પૃથ્વી પર જાણે અસ્ત થયા હોય તેમ જણાય છે.હવે તમેજ વિચાર કરો કે આવા તીર્થનો જો વિચ્છેદ થાય તો દ્રવ્યસ્તવના અધિકારી ભાવયુક્ત શ્રાવકો દ્રવ્યસ્તવનું આરાધન કેવી રીતે કરશે ?
૩
હું
શાસ્ત્ર ક્યે છે કે ધર્મના ચાર પ્રકારમાં ભાવનાનું મુખ્ય સ્થાન છે. અને તેના કરતાં પણ મોક્ષ રૂપ વૃક્ષને વૃદ્ધિ પમાડવામાં જલસમાન પ્રભાવના શ્રેષ્ઠ છે. આ પ્રભાવના યાત્રામાં થઇ શકે છે. અને તે યાત્રા તીર્થનાયક હોય તો જ સંભવે છે. માટે સંઘ મને અનુજ્ઞા આપે તો આ તીર્થ ઉપર તીર્થનાયની પ્રતિષ્ઠા કરાવું. મંત્રી શ્રી વસ્તુપાલે મંમાણ પર્વતની ખાણમાંથી જે એક શિલા આણેલી છે તે હાલ એક ભોંયરામાં અખંડ પણે પડેલી છે. અને તે શિલાને મંત્રીએ શ્રી સંઘના રક્ષણ હેઠળ મૂકી છે. માટે જો સંઘની આજ્ઞા હોય તો તે શિલામાંથી મૂલનાયકની એક પ્રતિમા ઘડાવું અથવા બીજી હલહી (મોટું જાડું પાટિયું) મંગાવી ઘડાવું.
સમરસિંહના વચન પર આચાર્ય ભગવંતો અને સંઘપતિ શ્રાવકોએ માંણેમાંહે વિચાર કરીને હ્યું કે સાધુ સમરસિંહ તું અત્યારે કલિકાલ માં અમૃતના તલાવ જેવો શોભે છે. ઉદ્ધારની જરૂર પણ છે. તેમજ મંમાણ પર્વતની શિલાપણ વર્તે છે. પણ તે શિલા વાપરવા જેવો ભયંકર કલિકાલ નથી. માટે તે શિલા જેમ રાખવામાં આવી છે તેમ હમણાં ભલે રહી તું આરસ પહાણની નવી શિલા મંગાવીને નવી પ્રતિમા તૈયાર કરાવ. સંઘની આ આજ્ઞા સાંભળીને મસ્તક પર અંજલિ કરી તે આજ્ઞા માની. પછી તે સંઘનો આદેશ લઇને પોતાના ઘરે ગયો. ને પિતા દેશલને સર્વ વૃત્તાંત જણાવ્યો. દેશલે પણ સંઘની આજ્ઞા સ્વીકારી. પછી સમરસિંહે આરસની ખાણમાંથી શિલા લાવવા માટે પોતાના ખાસ માણસો મોક્લ્યા. માણસો આરસની ખાણના સ્વામી ઉપર યોગ્ય વિનંતિ પત્ર અને પુષ્કળ ભેટો લઇને ચાલી નીક્ળ્યા. તેઓ ઉત્સાહથી થોડાજ સમયમાં તે દેશના રાજાથી શોભતાં ત્રિસંગપુર નામના નગરમાં પહોંચી ગયા. ત્યાં મહીપાલદેવ નામે રાજા રાજ્ય કરતો હતો. તે રાજાએ જન્મથી જ મદિરા- માંસ ને ભાંગનું ભક્ષણ કર્યું નહોતું તેમજ પોતાના દેશની પ્રજામાં પણ તેનો પ્રચાર અટકાવ્યો હતો. તે રાજા કોઇ દિવસ ત્રસ જીવનો વધ કરતો ન હતો. તેના રાજ્યમાં પણ – હિસા અટકાવી હતી. જુગાર રમનારાઓ પણ હું મારું તેમ બોલી શક્તા ન હતા. રાજાશૈવ ધર્માં હતો છતાં પણ તેની બુદ્ધિ જૈન ધર્મના પાલનમાં મક્કમ મનવાલી હતી. તેથી જગતમાં આ નવો કુમારપાલ છે તેવી તેની ખ્યાતિ થઇ હતી.તે રાજાને પાતાક નામે મુખ્ય મંત્રી હતો. આ સમરસિંહના માણસો વિનંતિ પત્ર લઇને મહીપાલદેવ રાજાને મલવા ગયા ને રાજાને વિનંતિ પત્ર આપ્યો. તુરતજ રાજાની આજ્ઞાથી તે વિનંતિ પત્ર પાતાક મંત્રીએ ઉચ્ચસ્તરે વાંચીને સંભળાવ્યો.
આ પત્રનો અર્થ જાણીને પોતાને ઇન્દ્રની લક્ષ્મી પ્રાપ્ત થઇ હોય તેમ મનમાં હર્ષ પામી આ પ્રમાણે હ્યું, “ખરેખર આ સમરસિંહને ધન્યછે. તેનો જન્મ પણ સફલ છે. કારણકે આવા કલિકાલમાં પણ તેની બુદ્ધિ સત્યયુગને અનુસરનારી છે. મને પોતાને પણ ધન્ય છે કે મારા તાબામાં તે આરસ પહાણ છે. જો મારા તાબામાં આરસ પહાણની ખાણ ન હોત તો મને કોણ યાદ કરતે ? માટે હે પાતાક મંત્રી ! સાધુ સમરસિંહ તરફથી આવેલી તેની ભેઢે પાછી આપી દે.આવા સુંદર અને ઉત્તમોત્તમ ધર્મ કાર્યમાં આપણાથી ધન કેમ લેવાય.?”