________________
સમરસિંહનો ઉત્તર
ખુશ થયો.અને તેણે પિતાને વિનંતી કરી કે હે પિતા ! તમે મને આજ્ઞા આપો. એટલે હું સાવધાન થઇને તીર્થોદ્વારના કૃત્યને સિદ્ધ કરું.' તે પછી દેશલે સિંહસમાન પરાક્રમી તે સમરસિંહ પુત્રને ભાગ્યવાન જાણી તે કાર્યમાં તેને જોડયો. એટલે સમરસિંહ પણ પિતાની આજ્ઞા મેળવીને ગુરુ એવા શ્રી સિદ્ધસૂરિ પાસે ગયો. તેમને નમન કરી આ પ્રમાણે
ક્યું.
૧
પ્રભુ ! જેના વડે મારી કાર્ય સિદ્ધિ તત્કાળ થાય તેવો કોઇ ઉપાય મારા પર કૃપા કરીને બતાવો. ત્યારે ગુરુએ ક્યું કે જ્યા સુધી આકાર્ય તારાથી પૂર્ણ ન થાય ત્યાં સુધી તારે અમુક અભિગ્રહો રૂપ બંધનથીબંધાયેલા રહેવું પડશે.તે સાંભળી સમરસિંહે ગુરુ આગળ આવા અભિગ્રહો ગ્રહણ કર્યા.
M
6
.
“જ્યાં સુધી શ્રી શત્રુંજ્યનો ઉદ્ધાર પૂર્ણ નથાય ત્યાં સુધી હું બ્રહમચર્ય વ્રત પાળીશ” “ દિવસમાં એક વખત ભોજન કરીશ.” “ખેળ– તેલ અને જળ આ ત્રણે ભેગાં કરી સ્નાન કરીશ નહિ.” “રોજ એક જ વિગઇ ગ્રહણ કરીશ”. અને પૃથ્વી પર શયન કરીશ. ” પછી પિતા પાસે આવ્યો ત્યાં તેમને પ્રણામ કરીને એ પ્રમાણે ક્યું કે • હે પિતા ! શ્રીમાન સૂબા અલપખાનને પ્રસન્ન કરીને હું તીર્થનો ઉદ્ધાર કરવા માટે તેમની પાસેથી આજ્ઞા પત્ર મેળવી લઉં. તેમ તમો આજ્ઞા આપો. એટલે હું શ્રેષ્ઠ ભેણાં મૂકી તેમને પ્રસન્ન કરું. કારણ કે દરેક કાર્યમાં રાજાની કૃપા એ મુખ્ય કારણ છે * પિતા એ ક્યું કે હે પુત્ર ! પરિણામે શુભ થાય તેવું કોઇ પણ કાર્ય કરવાની છૂટ છે. તને રૂચે તે તું કર, સર્વ કાર્યો માં તને જ પ્રમાણ ર્યો છે. પછી સમરસિંહે મણિ- મોતી-સુવર્ણ અલંકાર આદિ અનેક બીજી ભેટો લઈને ગૂર્જર ભૂમિના અધિપતિ અલપખાનની શુભ દિવસે મુલાકાત લીધી. રાજા અલપખાન સમરસિંહને પોતાની પાસે આવેલો જોઇને અત્યંત આનંદ પામ્યો. તેથી તેણે હર્ષથી હાથ ઊંચો કરીને મોટે સ્વરે ક્યું કે આવ ભાઇ ! આવ. તું સત્વર અહીં મારી પાસે આવ. પોતાના સ્વામીનો તેવા પ્રકારનો હર્ષ જોઇને સાધુ સમરસિંહે પોતાની કાર્ય સિદ્ધિનાં શકુન માન્યાં. અને તુરતજ પોતે લાવેલી બધી ભેટો તેને નિવેદન કરી. આગળ ધરી . તે ભેટો જોઇને અલપખાન અત્યંત પ્રસન્ન થયો. ખરેખર તે આજે મને ઘણી ભેટો ધરી છે. તું મારી આજ્ઞા પાળનારો હોવાથી મને ઘણો પ્રિય છે. આજથી તને અહીં આવવામાં ક્યારે પણ મનાઇ કરવામાં આવશે નહીં. તો હે મિત્ર ! તારે આ સમયે અહીં આવવાનું કારણ શું ? તે મને હે.
પછી સમરસિંહે પ્રણામ કરીને હ્યું કે પ્રભુ ! જો તમે પ્રસન્ન હો તો, મારું માંગેલું જો તમે આપો તો, મારું મનવાંતિ કંઇક માંગવું છે. ત્યારે સૂબો બોલ્યો હે સમર ! તારા કરતાં મારો પુત્ર પણ મને પ્રિય નથી. માટે તારી ઇચ્છા હોય તે તું માંગી લે. તેમાં કાંઇ વિચાર કરીશ નહીં.' પછી સમરસિંહે વિનંતી કરી કે હે સ્વામી ! હાલમાં શ્રી શત્રુંજય પર્વત ઉપરના મંદિરોનો તમારાં સૈન્યોએ નાશ ર્યો છે. આ તીર્થ જો હયાતીમાં હોયતો સમગ્ર હિન્દુઓ ત્યાંની યાત્રા કરે અને પોતાના ધનનો ઉપયોગ કરે. વળી તમારી હિન્દુ પ્રજા ત્યાં જઈને બીચારા– ગરીબ મનુષ્યોને ભોજન આપીને તેમજ બીજી પણ ઇચ્છાઓ પૂર્ણ કરે. માટે તમે જો આજ્ઞા આપો તો હું તે તીર્થનો ઉદ્ધાર કરાવું .
આ તીર્થનો નાશ કરીને તેમજ પાછી તેની પ્રવૃત્તિ કરીને તમે તેના વિધાતા બનો. આ સાંભળી અલપખાન સમરસિંહ ઉપર પ્રસન્ન થયો. ને હ્યું કે હું તારા પર પ્રસન્ન થયો છું. ભલે તારી ઇચ્છામાં આવે તેમ તું કર. તે પછી