________________
શ્રી ચંદ્રરાજાનું જીવન ચરિત્ર
૪૯
દાસીમાંથી બનેલ શિવમાલાને કૂડો ભેટ આપ્યો. આ રીતે હે ચંદ્રરાજા ! તમારા પૂર્વભવનો અધિકાર છે. તેથી આ ભવના પ્રેમ કે વૈર સંબંધો આશ્ચર્યજનક નથી.
આ પૂર્વભવનો સંબંધ સાંભળી ચંદ્રરાજાને વૈરાગ્ય જાગ્યો તેણે ગુણોખરને આભાનો રાજા બનાવ્યો. અને મણિપોખર વગેરે બીજા કુમારોને બીજા રાજ્યો આપ્યાં. ચંદ્રરાજાની સાથે ગુણાવલી પ્રેમલા લચ્છી – સુમતિમંત્રી – શિવકુમાર - શિવમાલા અને સાતસો રાણીઓ દીક્ષા લેવા તૈયાર થયાં. ગુણોખર પુત્રે દીક્ષા મહોત્સવ ખૂબજ શાનદાર કર્યો. તે બધાએ મુનિ સુવ્રતસ્વામી પાસે દીક્ષા લીધી. ચંદ્રરાજર્ષિએ સંયમ લઈ સ્થવિરો પાસે જ્ઞાન ભણી તીવ્ર તપ કરતાં કર્મ ખપાવીને ક્વલ જ્ઞાન મેળવ્યું. ગુણાવલી વગેરે સાધ્વીઓએ નિર્મલ સંયમ પાળી પોતાનું જીવન અજવાળ્યું, hળી ભગવંત ચંદ્રમુનિ અંતકાળનજીક જાણી પોતાના પરમ ઉપકારી એવા સિદ્ધાચલમાં આવી એક માસની સંખના કરી મોક્ષ પામ્યા. સુમતિ અને શિવ સાધુ તથા ગુણાવલી ને પ્રેમલા કેવલજ્ઞાન પામી મોક્ષે ગયાં. શિવમાળા વગેરે સાબીઓ અનુત્તર દેવલોકમાં ગયાં. ત્યાંથી મહાવિદેહમાં જઈ મુકિતને વરશે.
આમ પૂર્વભવની લીલા સમેટી જગતને લીલા સમેટવાનો ઉપદેશ આપતું તેઓનું જીવન આજે પણ અનેકને પ્રેરણા આપે છે
શ્રી ચંદ્રરાજાનું આ ચરિત્ર તેમના રાસ ઉપરથી ટુંકું કરીને અને આપ્યું છે. આપણા જૈન ધર્મમાં એક વખત આવા રાસોનો ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રચાર હતો.આનો રાસને કથા અવશ્ય વાંચવી જોઇએ.આ રાસના નૈસર્ગિક કવિ મોહનવિજયજી હતા. તેઓએ આ રાસ ૧૯૮૩ માં પોષ સુદિ – ૫ ને શનિવારે અમદાવાદમાં પૂર્ણ કર્યો હતો. તેઓએ પ્રભુ ભકિતમાં બાળપણે આપણ સનેહીં ” આવાં સ્તવનો બનાવ્યાં હતાં. આ ચરિત્ર મુખ્યતાએ શિયલ
અને શત્રુંજ્યના મહિમાનું ઉદબોધક છે. આ ચરિત્ર અત્યંત રસિક પણ છે. શ્રીપાલના રાસની જેમ વર્ષમાં એકાદવાર વાંચવું જોઈએ. જેથી તેવા ભાવો પ્રગટ થાય ને સતત પ્રેરણા મલ્યા કરે.
* *
* * * * * * * ..*