________________
૨૩૬
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર-પૂર્તિ.
- જે ગિરિરાજપર વસુદેવની સ્ત્રીઓ પાંત્રીસ હજાર સાથે સિદ્ધિપદને પામી છે. તે સિદ્ધગિરિને હું નમસ્કાર કરું છું. (૨૬)
चतुःशताधिकैश्चत्वा-रिशच्छतैस्तुनिर्वृता। वैदर्भी सिद्धशैले तं, नमाम्यहं सुभावतः ॥२७॥
જે ગિરિરાજપર પ્રદ્યુમ્નની સ્ત્રી વૈદર્ભી ચુમ્માલીશ (૪૪00) સાથે નિર્વાણ પામી તે શ્રી સિદ્ધ ગિરિરાજને હું ઉત્તમ ભાવથી નમસ્કાર કરું છું. (૨૭)
एकलक्षमुनि प्रष्टै-र्यशसादित्यको मुनिः। सिद्धिगतिं वरांप्राप्त-स्तत्तीर्थं च नमाम्यहम्॥२८॥
શ્રી ભરત ચક્રવર્તીના પુત્ર શ્રી આદિત્યયશા મુનિ એક લાખ મુનિઓના પરિવાર સાથે જે તીર્થપર શ્રેષ્ઠ સિદ્ધિ ગતિને પામ્યા છે. તે તીર્થને હું નમસ્કાર કરું છું. (૨૮)
अष्टाधिकसहस्रेण मुनिभिर्यत्रनिर्वृताः । श्री बाहुबलिन: पुत्राः, सिद्धशैलं नमामि तम्॥२९॥
જે ગિરિરાજપર એક હજાર ને આઠ (૧૦%)મુનિઓ બાહુબલીના પુત્રો સિદ્ધિપદ પામ્યા તે સિદ્ધગિરિને હું નમસ્કાર કરું છું. (ર૯ )
ચતુર્તા સદરૅશ, પિતાર્નિહામુનિ: शैलेशीकरणं प्राप्य, यत्र निर्वाणमाप्तवान् ॥३०॥
જે ગિરિરાજપર ચૌદ હજાર મુનિઓ સાથે મિતારિ મહામુનિ શૈલેષીકરણ કરીને નિર્વાણ પદ પામ્યા છે.()
श्री स्थापत्यो गणाधीश:, सहसमुनिसंयुतः। निर्वाणपदवीं प्राप्तो - गिरौ सिद्धाचले वरे॥३१॥
અતીત ચોવીશીના – ૨૪ – મા તીર્થંકર શ્રી સંપ્રતિ જિનેશ્વરના ગણધર શ્રી થાવસ્યા એક હજાર મુનિઓના પરિવાર સાથે ઉત્તમ એવા શ્રી સિદ્ધાચલ ગિરિરાજપર નિર્વાણ પદ પામ્યા છે. (૩૧)