________________
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર-પૂર્તિ.
૬૩ર
सिद्धास्तथा च सेत्स्यन्ति, यत्रानन्तमुनीश्वरा :। ततीर्थं भावतो वन्दे, श्री सिद्धाचल नामकम्॥५॥
જે ગિરિરાજ પર ભૂતકાળમાં અનંત મુનિવરો સિદ્ધિપદ પામ્યા છે. ભાવિકાળે અનેક મહાત્માઓ સિદ્ધિપદ પામશે. તે શ્રી સિદ્ધાચલને હું ભાવથી વંદન કરું છું. (૫)
(આ ગિરિરાજ પર કોણ, ક્યારે, કેટલા સાથે મોક્ષ પામ્યા?)
कार्तिक शुक्लराकायां, दशकोटिभिरायुतौ। द्राविड-वारिखिल्लौहि, यत्रनिर्वाणमापतुः ॥६॥
દ્રાવિડ અને વારિખિલ્લ મુનિ દશ ક્રોડ મુનિઓ સાથે આ ગિરિરાજ ઉપર કાર્તિક સુદિ પૂર્ણિમાના દિવસે નિર્વાણપદ પામ્યા છે. (૬)
फाल्गुने च सिताष्टम्यां, प्राप्त: श्री प्रथमो जिनः । नवनवतिपूर्वं हि, वन्द्यस्तस्मादयं गिरिः ॥७॥
જે ગિરિરાજ પર પ્રથમ જિનેશ્વર શ્રી ઋષભદેવપ્રભુ ફાગણ સુદિ – આઠમના દિવસે નવાણું પૂર્વ વાર પધાર્યા છે. તેથી આ ગિરિરાજ વંદનીય છે. (૭)
नमिश्च विनमिश्चैव, सिद्धौ द्विकोटिसंयुतौ। फाल्गुनस्य सिते घस्त्रे, दशमे विमलाचले॥८॥
આ શ્રી સિદ્ધાચલ તીર્થ ઉપર નમિ અને વિનમિ વિધાધર મુનિઓ બે ક્રોડ મુનિઓ સાથે ફાગણ સુદિ દશમના દિવસે સિદ્ધિપદને પામ્યા છે. (૮)
सिद्धौ प्रद्युम्न शाम्बौहि-सार्धत्रिकोटिसंयुतौ। फाल्गुनस्य सिते घस्त्रे-त्रयोदशे गिरीश्वरे॥९॥
આ ગિરિરાજના સદભદ્ર નામના શિખર ઉપર કૃષ્ણ વાસુદેવના પુત્રો શાંબ અને પ્રધુમ્ન કુમાર ફાગણ સુદિ – ૧૩ - ના દિવસે સાડાત્રણ ક્રોડ મુનિઓ સાથે સિદ્ધિપદને પામ્યા છે. (૯)