________________
૬૨૬
શ્રી શત્રુંજ્ય-લ્પનિ-ભાષાંતર-પૂર્તિ.
અર્થ :- ચૈત્ર માસની પૂર્ણિમાને દિવસે શ્રી શત્રુંજ્ય પર શ્રી પુંડરીક સ્વામી (આદીશ્વર પ્રભુના પ્રથમ ગણધર) પાંચ ક્રોડ મુનિઓ સહિત સિદ્ધિપદને પામ્યા. તેથી તે પુંડરીક ગિરિ કહેવાય છે. (૨)
નમિ – વિનમિ – રાયાણો, સિદ્ધા – કોડિહિ – દેહિં – સાહૂણે
તહ – દ્રાવિડ – વાલિખિલ્લા, નિબુઆ દસ ય કોડિઓ – ૩
અર્થ :- નમિ અને વિનમિ નામના બે વિદ્યાધર રાજાઓ બે ક્રોડ સાધુઓ સહિત સિદ્ધ થયા. તથા દ્રાવિડ અને વારિખિલ્લ નામના મુનિ દશ ક્રોડ સાધુ સહિત મોક્ષ પદ પામ્યા. (૩)
પજજુન – સંબ – પમુહા, અબ્દુઠાઓ કુમાર કોડીઓ (૧)
તહ પાંડવા વિ પંચ ય, સિધ્ધિ ગયા નાયરિસીય. – ૪ –
(૧) અર્થ:- પ્રધુમ્ન અને શાંબ કુમાર પ્રમુખ (અબુદ્ધા – અધ્યા) સાડાત્રણ ક્રોડ કુમાર તથા પાંચ પાંડવો તેમજ નારદ ઋષિ (આ તીર્થને વિષે જ ) સિદ્ધિ પદને પામ્યા. (૪)
થાવસ્યાસુય સેલગાય. મુણિણો વિ તહ રામમણી;
ભરહો દસરહપુત્તો, સિદ્ધા વંદામિ સેનુંજે – ૫ -
અર્થ :- થાવગ્યા પુત્ર – સેલગમુનિ –તથા દશરથના પુત્ર રામચંદ્ર અને ભરત પણ શ્રી શત્રુંજ્ય તીર્થને વિષે સિદ્ધ થયા, તે સર્વને હું વંદન કરું છું. – ૫ –
અનેવિ ખવિય મોહા, ઉસભાઈ – વિસાલ – વંસ –સંબૂઆ ;
જે સિદ્ધા સેત્તેજે, તે નમહ મણી અચંખિજજા. - ૬
અર્થ:- શ્રી ઋષભાષ્નિા ઉચ્ચકુળમાં ઉત્પન્ન થયેલા બીજા પણ અસંખ્ય મુનિઓ કે જેઓ મોહનો ક્ષય – નાશ કરીને શ્રી શત્રુંજ્ય તીર્થને વિષે સિદ્ધ થયા. તે સર્વેને વંદન કરે. – ૬ –
પન્નાસ જોયણાઈ, આસી સેનુંજ વિત્થરો ભૂલે;
દસ જોયણ સિહરતલે, ઉચ્ચત્ત જોયણા અટક – ૭ -
(૧) શ્રી શત્રુંજય લઘુકલ્પના કથન મુજબ પ્રદ્યુમ્ન અને શાંબ - વા ક્રોડ મુનિઓ સાથે મોલ ગયા છે. અધુકાનો અર્થ - ૩ાા થાય. જયારે શત્રુંજય મહાકલ્પ ગાથા - રર – માં ૮ કોડ સાથે પ્રથુન અને શાંબ કુમાર મોક્ષે ગયા છે. તેમાં લખ્યું છે.