________________
શ્રી શત્રુંજ્યના સ્મરણમાં ધનરાજાની ક્યા
૬૭
શિકારીઓવડે બાણવડે વીંધાયેલો માર્ગથી ભ્રષ્ટ થયો. તે પછી તે મૃગ નજીના વનમાં રહ્યો. તે પછી લાકડાનો મોર પથ્થરને વિષે અફળાઈને ભાગી ગયે તે તે રાજાની સ્ત્રી પૃથ્વી ઉપર પડી અને અચેતન થઈ. ક્ષણવાર પછી પવનથી સચેત થઈ અને અત્યંત દુ:ખી એવીતે રુદન કરતી પોતાની જાતે શ્રી ઋષભદેવપ્રભુના પ્રાસાદમાં આવી. ત્યાં શ્રી ક્ષભદેવ પ્રભુને જોઈને શ્રેષ્ઠપુષ્પોવડે પૂજા કરીને તે રાણીએ ઘણો સમય પસાર કર્યો. રાજાની પ્રિયા ત્યાં આવેલા મૃગને જોઈને હર્ષિત થઈ અને બાણને ખેંચી કાઢયું, અને તે મૃગ શલ્યરહિત થયો. મૃગ અને સ્ત્રી પરસ્પર પ્રીતિને ભજનારાં તે જિનમંદિરમાં શ્રી ઋષભદેવપ્રભુને નમસ્કાર કરે છે. અને ફરીથી વનમાં રહે છે.
એક વખત તે વનમાં આવી શ્રી ઋષભદેવપ્રભુને નમસ્કાર કરી કોઇક જ્ઞાની ધર્મોપદેશ આપવા માટે બેઠા. તે વખતે વિદ્યાધરો જ્ઞાની પાસે ધર્મ સાંભળતાં મૃગ અને સ્ત્રીને જોઈને જ્ઞાનીને આ પ્રમાણે પ્રગટપણે પૂછ્યું કે હે ભગવના આ સ્ત્રી અને મૃગ જિનાલયમાં રહ્યાં છે? તે પછી જ્ઞાનીએ તે બન્નેનો બધો વૃતાંત પ્રગટપણે કહ્યો. વિદ્યાધરોએ કહ્યું કે તે પ્રથમપત્નીવડે તેવા પ્રકારનું ભાતું આને કેમ અપાયું તે પછી જ્ઞાનીએ આ પ્રમાણે કહ્યું કે તે પત્નીએ શિક્ષા કરવા માટે તેવા કારનું ભાતું આપ્યું. આ પત્ની સતી અને પતિના હિતને ઇચ્છનારી છે. તે પછી તે વિદ્યધરોવડે તો મૃગ રાજા રૂપે કરાયો. તે પછી તે બન્ને વારંવાર સર્વને નમતા હતા. તે વખતે જ્ઞાનીએ તે બન્નેની આગળ અદભુત એવું શ્રી શત્રુંજયનું માહાત્મ ક્યું. તે બન્ને વડે હૃદયની અંદર શ્રદ્ધા કરાઈ.
તે પછી તે રાજા પત્ની સહિત જલદી પોતાના નગરમાં આવીને તે પ્રિયાનો ત્યાગ કરીને ધર્મનાં કાર્યો કરનારા થયો. તે પછી રાજા ને રાણી પોતાના નગરમાં રહી સતત શ્રી શત્રુંજયનું માહાભ્ય આ પ્રમાણે સાંભળે છે. પુરીક ગિરિની યાત્રા માટે જતાં પગલે પગલે કોડ ભવમાં કરેલાં લોકોનાં પાપો નાશ પામે છે. શ્રી શત્રુંજયનો સ્પર્શ કરનાર પુરુષોને રોગ, સંતાપ દુઃખ વિયોગીપણું દુર્ગતિને શોક થતાં નથી. શ્રી સિદ્ધગિરિના મહિમાને સાંભળતાં તે બન્નેને શુભ કર્મયોગે ત્રીજું અવધિજ્ઞાન જ્ઞાન જલદી થયું. તે પછી રાજા ને રાણી પોતાના પુત્રને રાજય આપી સંયમલક્ષ્મી ગ્રહણ કરી, ત્યાં રહેલાં તેઓને તીવ્રતપ કરતાં લોકાલોક્ન પ્રકાશ કરનારું વલજ્ઞાન ઉત્પન્ન થયું.
થી શણુંજયના સ્મરણમાં ધનરાજાની કથા સંપૂર્ણ
* * * * * * * * * * * * * * **********,* * * * * * * * * * *