________________
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર
રહી જાય છે.) કહ્યું છે કે :
राखइ छन्विह जीवनिकाय, जस दरिसण नासइ बहुपाप। जं जं श्रवणे सुणइ स बाल, तं तं आवइ सम विचार॥१॥
તે બાળક છ પ્રકારે જવનિકાયનું રક્ષણ કરે છે. જેનાં દર્શનથી ઘણાં પાપ નાશ પામે છે.
તે બાળક કાનમાં જે જે સાંભળે છે તે તે તેને વિચારની સાથે આવડે છે.
એક વખત ગુરુ અંગચિંતા માટે બિહાર) ગયા ત્યારે વજકુમાર વસતિમાં એક્લો રહ્યો. અને ઉપધિઓને શ્રેષ્ઠ સાધુ તરીકે કરી અને મોટેથી જ્યારે આદરપૂર્વક અગિયાર અંગ ભણાવતો હતો ત્યારે ગુરુ બારણાના પ્રદેશમાં આવ્યા. મોટેથી ઉપધિરૂપ સાધુઓને વિદ્યા ભણાવતા તે બાળક મુનિને જોઈને ગુરુચિનમાં ઘણો ચમત્કાર પામ્યા. પોતાના ગુને આવેલા જાણીને વજકુમાર તે ઉપધિઓને જુદે જુદે સ્થાને મૂકીને સ્વસ્થાને આવીને આદરથી ભણવા લાગ્યો. તે નાના સાધુ વજને અગિયાર અંગના જાણકાર જાણીને એક વખત અન્ય સ્થાને જતાં ગુરુએ શિષ્યોની આગળ આ પ્રમાણે કહ્યું હે મુનિઓ ! આ વજ તમને અંગની વાંચના આપશે, તે પછી ગુડે કહેવાયેલું મનગમતું (વચન) હર્ષથી અંગીકાર કરાયું. તે પછી વજે તેવી રીતે તે મુનિઓને ભણાવ્યા કે જેથી તેઓ માનવા લાગ્યા કે અમારા પાક્ક આ વજ શ્રેષ્ઠ
એક વખત જંગલમાં જતાં ગુને મધ્યદિવસ થયો ત્યારે એક દેવતાએ મોટો સાથે બનાવીને, આવીને કહ્યું કે હે ભગવન અમારી પાસે પ્રાસુક એવી ભિક્ષા છે. તેથી તે ઉત્તમ ગુરુ! સાધુઓને ગોચરી માટે મોક્લો. ગુવડે મોક્લાયેલો વજ ત્યાં જઈને પૃથ્વી ઉપર નથી લાગ્યા પગ જેનાં એવાં મનુષ્યો અને સ્ત્રીઓને જોઈને તેઓને આ પ્રમાણે કહ્યું, “તમે આવા પ્રકારની દેવતાઈ માયા કરી છે. આથી આવા પ્રકારની ભિક્ષા કોઈ કાણે નિશ્ચલ્પ નહિ. તે પછી તે દેવતાઓને જલદી પોતાનું રૂપ કરીને ગુરુની આગળ લ્હી વજની સ્તુતિ કરીને પોતાના સ્થાને ગયા.
અનુક્રમે વજને આચાર્યપદવી માટે યોગ્ય જાણીને સિંહગિરિસૂરિએ હર્ષવડે આચાર્યપદવી આપી. વજસ્વામી સેકડોની સંખ્યાવાલા મુનિઓને હંમેશાં અગિયાર અંગ ભણાવતાં ઉત્તમ વિધવડે દેવગુરુ સરખા ર્યા. પૃથ્વીપીઠઉપર ઘણા ભવ્ય જીવોને પ્રતિબોધ કરતાં વજરવામીએ ઘણાં શ્રાવક અને શ્રાવિકાઓને દીક્ષા આપી. એક વખત શ્રાવિકાઓની આગળ વજસ્વામીગુસ્ના સુંદરરૂપનું વર્ણન કરતાં જ્યારે મુનિને વરવાને ઇચ્છે છે. તે પછી તે કન્યાએ પિતાની પાસે હ્યું કે હમણાં મને વજસ્વામી સાથે પરણાવો. નહિતર મારું શરણ અગ્નિ છે.તે ધનિક ઘણાં કરોડ સુવર્ણથી યુક્ત પોતાની પુત્રીને લઈને પોતાના ઘરેથી વજસુરિ (સ્વામી)ને આપવા માટે ચાલ્યો. દાગ્રહથી ત્યાં આવેલી કામુક કન્યાને જાણીને વજે શીલનું રક્ષણ કરવા માટે પોતાને કુરૂપ ર્યા. તે પછી ત્યાં આવેલી ન્યાએ આચાર્યના દેહમાં રહેલા કુત્સિત (ખરાબ) રૂપને જોઈને મુખ મરડીને પાછી પોતાના ઘરે આવી કહ્યું છે કે: