________________
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર
પણ પોતાના નથી. આ સાંભળી શ્રાવકોએ ગુરુ પાસે આવીને ગુરુ પાસે પ્રગટપણે હ્યું. ગુરુએ તેને હ્યું કે તેની પાસે બે વખત જવું ક્લેશ કરનાર થશે. સાતમે દિવસે રાત્રિમાં બિલાડીના મુખેથી તે નિશ્ચે મરી જશે. ત્યારે ત્યાં અમારાવડે જવાશે. આ વાત અનુક્રમે જ્યારે આગળ થઇ ત્યારે રાજાએ ક્યું કે કોનું સાચું અને કોનું જૂઠ થશે ? વરાહે ક્યું કે શ્વેતાંબર જૂઠુ બોલનાર છે. મારાવડે કહેવાયેલું મારા પુત્રનું આયુષ્ય થશે. સાતમો દિવસ આવે છતે સાત માલમાંથી સર્વ બિલાડીઓ પોતપોતાના ઘર સુધી કાઢી મુકાઇ. બાલક્ને દૂધ પિવરાવવા માટે જ્યારે ધાવમાતા બેઠી. તેટલામાં પુત્રના મસ્તક ઉપર દરવાજાનો આગળિયો દ્રઢપણે પડયો. તે વખતે પુત્ર મરી ગયે તે મિત્રઆદિવડે મોટાસ્વરે દુ:ખથી ભરેલા વરાહના ઘરમાં રુદન થાય છે. વરાહના ધરમાં શોક દૂર કરવા માટે મનુષ્યો આદિ જતે તે ભદ્રબાહુએ ત્યાં જઈને આ પ્રમાણે હ્યું.
૫૬
जातस्य हि ध्रुवं मृत्यु- ध्रुवं जन्म मृतस्य च । તસ્માપરિહારાર્થે - ા તંત્ર પરિવેના ।।શા संयोगाः स्युर्वियोगान्ता, विपत् सीमाश्च सम्पदः । स्यादानन्दो विषादान्तो, जन्मापि मरणान्तिकम् ॥२॥ मातापिता भैषजमिष्टदेवो, विद्या प्रिया नन्दनबान्धवाश्च । गजाश्वभृत्या बलपद्मवासे, नेशा जना रक्षितुमन्तकाले ॥३॥
જન્મેલાનું મૃત્યુ નિચે છે. મરેલાનો જન્મ નિશ્ચે છે તેથી જેને દૂર ન કરી શકાય તેવા પદાર્થમાં ખેદ શા માટે? સંયોગો એ વિયોગના અંતવાલા છે. સંપત્તિઓ એ વિપત્તિની સીમાવાલી છે, આનંદ એ વિષાદના અંતવાલો છે અને જન્મ એ મરણના અંતવાલો છે. માતા પિતા, ઔષધ, ઇષ્ટદેવ, વિદ્યા, પ્રિયા, પુત્ર, બાંધવ, હાથી, ઘોડા, સેવકો કમલના વાસ સરખા (રામ જેના અંતમાં છે તેવા)! અંતકાલે મનુષ્યો રક્ષણ કરવા સમર્થ નથી. તે પછી રાજા વગેરે લોકો ચારે તરફથી વરાહનું કહેલું સઘળું ખોટું થયું એમ બોલતે તે એ પ્રમાણે સાંભળીને ખેદ પામેલો વરાહ સઘળાં પુસ્તકોને જેટલામાં પાણીમાં નાંખતો હતો. તેટલામાં ભાઇવડે તેનો હાથ હાથમાં પકડાયો અને હ્યું કે પોતાના પ્રમાદથી શ્રી ગુરુની પાસે તારાવડે ભક્તિવિના શાસ્ત્ર ભણાયું છે. તેથી તારું વચન અસત્ય થયું છે. ક્યું છે કે:
अमन्त्रमक्षरं नास्ति, नास्ति मूलमनौषधम् ।
અનાથા: પૃથિવીનાસ્તિ, ગ્રામ્નાયા: હનુ ટુર્નમઃ ।।।। प्रतिपत्त्चन्द्रं सुरभी, नकुला नकुलीं पयश्च कलहंसः । चित्रकवल्लीं पक्षी, सूक्ष्मं धर्मं सुधीर्वेत्ति ॥२॥ प्रभुप्रसाद तारुण्यं, विभवो रुपमन्वयः । शौर्यपाण्डित्यमित्येत, - दमद्यं मदकारणम् ॥३॥
મંત્ર વગરનો કોઇ અક્ષર નથી. ઔષધવગરનું કોઇ મૂળિયું નથી. પૃથ્વી નાથ વગરની નથી. તેના આમ્નાય ખરેખર દુર્લભ છે. પડવાના ચંદ્રને ગાય, નોળિયો નોળિયણને, ક્લહંસો દૂધને, ચિત્રક્વેલને પક્ષી અને સારી બુદ્ધિવાલો સૂક્ષ્મ