________________
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર
कप्पस्सय निजुत्तं ववहारस्सेव परमनिउणस्स।
सूरिय पन्नत्तीए, वुच्छं इसिभासियाणंच ॥२॥ આવશ્યક દશવૈકાલિક ઉત્તરાધ્યયન આચારાંગ, સૂયગડાંગ અને દશાલ્પની નિયુક્તિ હું કહીશ (૧) લ્પસૂત્રનું અને પરમ નિપુણ વ્યવહારસૂત્રની સૂર્ય પ્રાપ્તિની ને ઋષિભાષિતની નિર્યુક્તિ હું કહીશ (૨) આ ગ્રંથોની નિર્યુક્તિ ભદ્રબાહુએ કરી છે. હ્યું છે કે:- પ્રાપ્ત કર્યું છે આચાર્યપદ જેણે એવા ભદ્રબાહુસૂરીશ્વર આ ગ્રંથોના કર્તા થયા છે. ભદ્રબાહસ્વામીએ ભદ્રબાહુ સંહિતા કરી, તે વખતે યશોભદ્રસૂરિનું સ્વર્ગગમન થયું.
આર્ય સંભૂતસરિ મહારાજ ચૌદપૂર્વના ધારક પ્રસિદ્ધ ને ભવ્ય જીવોને પ્રતિબોધ કરનારા થયા. સૂત્ર અને અર્થથી ચૌદપૂર્વને ભણીને વરાહ બીજા લોકોને હંમેશાં શાસ્ત્રો ભણાવતો રહ્યો. પોતાના ભાઈ ભદ્રબાહુસૂરિ પાસે વિદ્યાના અભિમાનવાળો વરાહ આચાર્યપદ માંગે છે. ભદ્રબાહુએ કહ્યું કે હે વત્સ તું હંમેશાં ઘણા ગર્વવાળો છે, તેથી હે પંડિતા આ આચાર્યપદ માટે યોગ્ય નથી. હ્યું છે કે :
वूढो गणहरसद्दो, गोयममाइहिं वीरपुरिसेहिं। जो तं ठवेइ अप्पत्ते, जाणंतो सो महापावो॥१॥
ગૌતમ આદિ વીર પુરુષોવડે વહન કરાયેલો ગણધર શબ્દ જાણવા છતાં પણ જે અપાત્રમાં સ્થાપન કરે છે. તે મહાપાપી છે. (૧) તેથી રોષ પામેલો વરાહ વ્રત છેડી દઈને બ્રાહ્મણવેશને ધારણ કરનારો હું સર્વશાસ્રરૂપી સમુદ્રમાં પારંગત છું. એ પ્રમાણે બોલે છે. વરાહમિહિરે “વરાહ સંહિતા" વગેરે ઘણાં શાસ્ત્રો બનાવ્યાં અને તે બીજા જ્ઞાનીઓને ભણાવ્યાં. સમસ્ત પૂર્વને ભણેલો ગ્રહની સ્થિતિને જાણતો વરાહ સર્વ ભૂત, ભાવિ ને વર્તમાનને બોલતો હતો, લોકોએ કહ્યું કે હે બ્રાહ્મણ ! તું ભાવિ અને ભૂત વગેરે કેવી રીતે જાણે છે? આ પ્રમાણે લોકોવડે પુછાયો ત્યારે મનુષ્યોની આગળ વરાહ હેવા લાગ્યો, કે હું બાલકપણામાં ગુરુની આગળ અત્યંત લગ્ન શાસ્ત્રોને ભણતો હતો. એક વખત મારાવડે જંગલમાં સુંદર લગ્ન મંડાયું. તે ભૂલી જઈને બીજે કાણે જઈને મને “તે લગ્ન સાફ કરાયું નથી” એ યાદ આવ્યું. તે લગ્નને સાફ કરવા માટે હું જંગલમાં આવ્યો. તેટલામાં ત્યાં લગ્નની ભક્તિથી રહેલા સિંહને જોઈને મેં સિંહની નીચે લગ્ન ભૂંસી નાંખવા માટે ભયરહિત હાથ નાંખ્યો. તેટલામાં સિંહ સૂર્યથઈને સાક્ષાત્ આ પ્રમાણે બોલ્યો. હું સૂર્ય છું. તારી લગ્નની ભક્તિવડે હું હમણાં તુષ્ટ થયો છું. હે વરાહા તારા ચિત્તમાં જે ગમે તે તું વરદાન માંગ. દેવોનું દર્શન કોઈ કાણે નિષ્ફળ થતું નથી. તે પછી મેં કહ્યું કે હે સ્વામી ! તમે જો મારા ઉપર પ્રસન્ન થયા છે તો પોતાના વિમાનમાં મને રાખીને પ્રયત્નપૂર્વક ગગનતલમાં ભમતું સમસ્ત જ્યોતિષચક્ર પોતાના વિમાનમાં રહેલા મને બતાવો. સૂર્ય તે સુખપૂર્વક ક્યું. તે વખતે સૂર્ય દેવશક્તિથી મને વિમાનમાં રહેલો કરીને સઘળો સૂર્ય-ચંદ્ર અને નક્ષત્ર વગેરેનો ચાર (ફરવું) બતાવ્યો. પોતાના વિમાનમાંથી ઉતારીને સૂર્ય તે લગ્નસ્થાનમાં મૂકીને જ્યોતિષના શાસ્ત્રોને કરનારી ઘણી વિદ્યાઓ આપી. સૂર્યની જા લઈને જગતના ઉપકાર માટે હંમેશાં પૃથ્વીઉપર ભ્રમણ કરતાં મેં ઘણાં જ્યોતિષ શાસ્ત્રો ક્ય. પોતાને વિષે વરાહમિહિર એ પ્રમાણે નામ પ્રસિદ્ધ કરતાં જ્યોતિષ શાસ્ત્રોનાં તત્ત્વો મનુષ્યોની આગળ કહેવા લાગ્યો. તે પછી