________________
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર
સ્મરણ કરીને આગળ સદ્ગતિ માટે વારંવાર અનશન માંગે છે. હાથી અનશન લઇને જીવિત પર્યંત પાલન કરીને શ્રી સિદ્ધિગિરિને યાદ કરતાં પહેલા દેવલોકમાં ગયો. તે વખતે તે મિત્રો જિનેશ્વરના ધર્મને સવિશેષપણે સ્વીકારીને દલીપુરીમાં લક્ષ્મી માટે આવ્યા. અનુક્રમે ચારે મિત્રો ઘણું ધન ઉપાર્જન કરી પોતાના નગરમાં આવી સર્વજ્ઞ હેલા ધર્મને કરે છે. તે પછી ચારેય મિત્રોએ હર્ષવડે શ્રી શત્રુંજય તીર્થમાં જઇને શ્રી જિનેશ્વરોને નમસ્કાર કરી નિશ્ચે ઘણી લક્ષ્મી વાપરી.
૫૦
સાત છ અને એક અઠ્ઠમ કરીને મોક્ષગમનને યોગ્ય એવું કર્મ તેઓએ જલદી ઉપાર્જન કર્યું. ક્યું છે કે:
छट्ठेण भत्तेणं अपाणएणं, तु सत्त जत्ताओ ।
जो कुइ सित्तुंजे, स तइयभवे लहइ सिवसोक्खं ॥ १ ॥
પાણી વિનાના (ચોવિહારા ) છભાવડે જે શત્રુંજ્યને વિષે સાત યાત્રા કરે છે તે ત્રીજાભવે મોક્ષસુખ પામે છે (૧) તે ચારેય મિત્રો અંતે મરણ પામી પહેલા દેવલોકમાં મિત્રદેવની પાસે ઉત્પન્ન થયા. પાંચેય મિત્રો ત્યાંથી ચ્યવીને અનુક્રમે ભોગપુર નગરમાં જિનદત્તશેઠના વિનયથી યુક્ત એવા પુત્રો થયા. અનુક્રમે વ્રત સ્વીકારીને શ્રી શત્રુંજ્ય તીર્થમાં જઈને નિર્મલતપ કરીને બધાં કર્મોને છેદીને તે શ્રેષ્ઠીપુત્રો મોક્ષમાં ગયા.
હાથીના વિષયમાં ચાર મિત્રની કથા સંપૂર્ણ.
સર્પના ભયંકર ઝેરમાં દેવસેનની કથા.
ઇન્દ્ર નામના નગરમાં કાંતસેન નામે રાજા પૃથ્વીનું રક્ષણ કરતો હતો, ત્યારે દેવસેન નામે વેપારી રાજાને અતિવલ્લભ હતો. ધનશેઠની ઊંટડીના ઘરમાંથી નીક્ળીને એક ઊંટડી દેવસેનના આંગણામાં સુખને માટે હંમેશાં આવીને ઊભી રહેતી હતી. ઊંટસવાર જ્યારે તેને મારીને પોતાના ઘરે લાવે છે. તે વખતે તે ઊંટડી બ્લુ કરીને દેવસેનના ઘરે આંગણામાં જાય છે તે પછી તે ઊંટડી શેવડે મૂલ્યથી ખરીદ કરીને પોતાના ઘરે લવાઇ, બહાર ચારો ચરીને તે સંધ્યા સમયે પોતાની જાતે (ઘેર ) આવે છે.
એક વખત ત્યાં બહારના વનમાં આવેલા જિનસૂરીશ્વરને શેઠે પૂછ્યું કે આ ઊંટડી મારા ઘરમાં કેમ આવે છે ? આચાર્ય મહારાજે ક્યું કે એ તારી પૂર્વભવની પ્રિય પત્ની છે. શ્રી જિનેશ્વરની આગળ દીપક કરીને પછી તે દીપકથી