________________
પco
શ્રી શત્રુંજય-લ્પત્તિ-ભાષાંતર
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
અગ્નિના ઉપદ્રવને શાંત કરવામાં શ્રીપ્રભ
વિદ્યાધરની કથા
HHHHHHHHHH
મમમમ
ITI
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
III -
-
ILLI
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઉજજયિની નગરીમાં કંદર્પરાજાને પ્રભાવતી નામે પ્રિયા છે. અને રૂપથી દેવીઓને જીતનારી શ્રીમતી નામે પુત્રી હતી. એક વખત સભામાં બેઠેલા રાજાએ સેવકોને કહ્યું કે ખરેખર તમને સંપત્તિઓ કોના પ્રભાવથી થાય છે? તેઓએ કહ્યું કે તમારા પ્રભાવથી અમારા ઘરમાં લક્ષ્મી છે. શ્રીમતીએ કહ્યું કે હે પિતા! આ તમારા સેવકો માયાવી છે, કારણ કે સર્વ પ્રાણીઓને પૂર્વે કરેલાં ર્મના સમૂહથી શુભ અથવા અશુભ થાય છે. પિતા વગેરે બીજું કોઈ કોઈ કાણે થતું નથી.
सुखदुःखानां कर्ता हर्ता च नकोऽपि कस्यचिजन्तोः। इति चिन्तय सद्बुद्ध्या - पुराकृतं भुज्यते कर्म॥
કોઈ પ્રાણી કોઈ પ્રાણીનાં સુખ અને દુઃખનો કર્તા નથી, તેમજ તેનો હર્તા (હરણ કરનાર) નથી. આ પ્રમાણે સારી બુદ્ધિવડે વિચારો, પૂર્વે કરેલું કર્મ ભોગવાય છે. ધર્મ એ ધનની ઇચ્છાવાલાઓને ધન આપનાર છે. કામની ઈચ્છાવાલાઓને કામ આપનારો છે અને પરંપરાએ ધર્મ નિચ્ચે મોક્ષમાર્ગને આપનારો છે. તે પછી રોષ પામેલા રાજાએ
ત્યાં આવેલા કોઢિયા પુરુષને જલદી જોઇને જીર્ણ વસ્ત્ર આદિથી વિભૂષિત પુત્રી તેને આપી. તે પુરુષ નગરીની બહાર ઘાસની ઝૂંપડીમાં કન્યાને લઇ જઈને કહ્યું કે હે ભદ્રા ! તું પોતાના પિતાના ઘરે જા. હું તો પૂર્વે કરેલા દુષ્ટકર્મને ભોગવતો હમણાં અહીં છું. હે ભદ્રા ! તું શા માટે મારી પાછળ લાગી છે? હું કોઢિયો છું. તું સુંદર રૂપને ધારણ કરનારી રાજપુત્રી છે. આથી તું જા. હું તો હમણાં પોતાનું કરેલું કર્મ ભોગવીશ. ન્યાએ બને કાન ઢાંકી દઈને કહ્યું કે હે સ્વામી ! આ વચન ન્યાય વગરનું છે, તે ન બોલો, હું તો જીવતરના નાશમાં પણ તમને છોડીશ નહિ. આ પ્રમાણે કહીને જેટલામાં શ્રીમતી સૂતી અને ફરીથી જાગી ત્યારે સુવર્ણમય દેદીપ્યમાન શ્રેષ્ઠ મંદિર (ઘર) જોયું તે માણિજ્યમય પલંગમાં રહેલા નીરોગી પતિને જોઈને તે બોલી કે આ ઉત્તમ ઘર આદિ શું જોવાય છે? તે પછી તે મનુષ્ય કહ્યું કે તારું આવા પ્રકારનું સાહસ છે. જે તારાવડે ધર્મમાર્ગ કહેવાયો તે નિશ્ચલ છે.
વૈતાઢયપર્વતપર વ્યોમવલ્લભનગરમાં શ્રીપ્રભ નામના વિદ્યાધરે રાત્રિમાં ગુપ્તપણે ભ્રમણ કરતાં કોઇના મુખેથી આ પ્રમાણે સાંભળ્યું કે :
सर्वत्रा वायसा:कृष्णा:, सर्वत्र हारिता: शुकाः। सर्वत्र सुखिनां सौख्यं, दुःखं सर्वत्र दुःखिनाम्॥