________________
૫૪
શ્રી શત્રુંજય-લ્યવૃત્તિ-ભાષાંતર
કાંતિનગરીમાં ધનરાજાને ઘણા પુત્રામાં મીનધ્વજપુત્ર અનુક્રમે યુદ્ધક્ષામાં હોંશિયાર થયો. એક વખત રાજાએ વસંતસમયે પુત્રોને ક્રીડા કરવા માટે ને લોકોના અનુગ્રહ માટે સૂર્યોદય વખતે ઉદ્યાનમાં બોલ્યા, રાજાએ કહ્યું કે સર્વે કુમારોએ એક વર્ષમાં એક કરોડ સોનામહોર જુદી જુદી વાપરવી. વધારે નહિ. તે વખતે પિતાએ કહેલું સર્વપુત્રોએ કહ્યું
ત્યારે રાજા હર્ષ પામ્યો. સવેને જુદું જુદું માન આપ્યું. એક વખત નાના પુત્રે ચાર કરોડ સોનામહોર યાચકોને આપી. કોઈક રાજાની આગળ કહ્યું. તેથી ક્રોધ પામેલો રાજા પુત્રને ઠપકો આપતો બોલ્યો કે તે મારા કહ્યા વિના ઘણું ધન કેમ આપ્યું? તારે મારી દ્રષ્ટિમાં આવવું નહિ. કારણ કે તેં મારું કહ્યું ક્યું નથી. તે પછી મીનધ્વજ રાત્રિમાં એક્લો નગરમાંથી નીકળી ગયો. તે વખતે ગધેડો જમણો થયો. ને પશ્ચિમદિશામાં ઘુવડ જમણો થયો. દક્ષિણ દિશામાં ભયંકર શિયાલણીનો અને દુર્ગાપક્ષીનો શબ્દ થયો. આ મને અપશુકન થયા છે એથી ત્યાં ઊભો રહ્યો.
માર્ગમાં જનારાઓને નિર્મલ શુનવડે શ્રેષ્ઠફળ થાય છે. બે ઘડીની અંદર નદીના કિનારે વાંસની ચાર શાખાની મધ્યમાં શિયાણીના શ્રેષ્ઠ શબ્દને સાંભળીને તે હર્ષિત થયો અને વાંસની નીચે રહેલાં ચાર કરોડના મૂલ્યવાળાં મનોહર ચાર રત્નોને રાજપુત્રે લીધાં કહ્યું છે કે:-(શુકનવાણી)
राजा यतिः सुहृद्वेश्या, कुमारी वरवर्णिनी। दधिचन्दन दूर्वे च, गजाश्वसुरभी वृषाः ॥१॥ मद्यं मांसं मधुछत्रे, चामराक्षतदर्पणाः । गोरोचना लतापुष्पं, वस्त्रालङ्करणानि च ॥२॥ रुप्यताम्रमणिस्वर्ण, प्रतिमा गोमयं ध्वजः। मृत्तिका शस्त्र शाकानि, घृतमीनप्रदीपकाः ॥३॥ फलं वर्धापनं वीणा, पङ्कजानि नृपासनम् । दृष्ट्वैतानि नरः कुर्याद्, दक्षिणेन प्रमोदितः ॥४॥ चीयरी दक्षिणे कांगा, दक्षिणे वृद्धतित्तिरः । लघुविनायको वामो, मृगःप्रात:प्रदक्षिणा ॥५॥
શિક્ષો વામ:, શ્રન્જિનિન તથTI. हनुमान् दक्षिणैकांगे, विचार्य परिगृह्यते॥६॥
રાજા, મુનિ, મિત્ર, વેશ્યા, શ્રેષ્ઠવર્ણવાળીકુમારી, દહીં, ચંદન, દુર્વા (ઘાસ) હાથી ઘોડા ગાયને બળદ (૧) મદિરા, માંસ, મધ, છત્ર, ચામર અક્ષત, દર્પણ, ગોરોચના, વેલડીનું પુષ્પ, વસ્ત્ર, અલંકાર, રૂપું, તાંબુ, મણિ, સોનું પ્રતિમા, છાણ બજ, માટી, શસ્ત્ર, શાક, ઘી, માલું, દીપક, ફલ, વધામણું, વીણા, કમલ ને રાજાનું આસન ને દક્ષિણ દિશામાં જોઈને મનુષ્ય હર્ષિત થાય. (૨–૩–૪) ચીબરી જમણી દિશામાં અને જમણી દિશામાં કાંગા ને વૃન્નેતર સારાં, લઘવિનાયક (ગડ) ડાબું સારું, ને સવારે મૃગપ્રદક્ષિણા આપે તો સારું, અને ડાબી બાજુએ એકાંગી એવો ઘુવડને શિયાળણીનો શબ્દ સારો અને હનુમાન (વાનર) જમણી બાજુ એકાંગી વિચાર કરીને ગ્રહણ કરાય છે (૫-૬) તે પછી જિનમંદિરમાં