________________
શ્રી મદેવીભવન અને શાંતિનાથના ભવનનો અધિકાર
વિસ્તારથી યાત્રા કરીને અનુક્રમે સર્વજ્ઞના શ્રેષ્ઠ પ્રાસાદે કરાવશે. તે રાજાઓની વચ્ચે જે રાજાઓ હર્ષવડે ઉદ્ધાર કરાવશે. તેઓની સંખ્યા જાણી શકાતી નથી.
આ પ્રમાણે મરુદેવી માતા અને શ્રી શાંતિનાથ જિનેશ્વર સંબંધી ગાયાનો સંબંધ સમાપ્ત થયો.
લુચ્છિન્ન ગાથાવાળો પાંચમા આરાના છેડે શત્રુંજયતીર્થ સાત હાથ – ઋષભકૂટ રૂપે રહેશે તેનો અધિકાર
वुच्छिन्ने विय तित्थे, जं होही पूयजुयमुसहकूडं । ના પડમનાહતિ, તેં મિ-િમિત્તુંનય મહતિસ્થંગારૂ૪।।
૫૬૩
ગાથાર્થ: તીર્થનો વિચ્છેદ થાય ત્યારે પૂજા સહિત જે ઋષભકૂટ પદ્મનાભના તીર્થ સુધી હશે તે શ્રી શત્રુંજય મહાતીર્થ જયવંતુ છે (૩૪)
ટીકાર્થ : સાધુ-સાધ્વી–શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ વિચ્છેદ પામે ધ્યે સાત હાથ પ્રમાણ એવો જે ઋષભકૂટ તે પદ્મનાભ તીર્થંકરના તીર્થ સુધી = આવતી ચોવીશીના પ્રથમ જિનેશ્વરના શ્રી સંઘની ઉત્પત્તિરૂપ તીર્થ સુધી હશે. તે શ્રી શત્રુંજ્ય મહાતીર્થ જયવંતુ વર્ષો, અહીં કથા કહે છે.
પદ્મનાભ જિનેશ્વરની પાસે જિતારિરાજાવડે પુછાશે કે હે ભગવંત ! શું શ્રેષ્ઠ તીર્થ વિધમાન છે ? તેની આગળ પદ્મનાભ જિનેશ્વર આ પ્રમાણે ક્યે છે કે સુરાષ્ટ્ર (સૌરાષ્ટ્ર) દેશ ધનધાન્યથી ભરેલો શ્રેષ્ઠ છે. ત્યાં હમણાં શ્રી શત્રુંજ્યગિરિ સાત હાથ પ્રમાણવાલો છે. તે પહેલાં એંશી યોજનવાલો વ્હેવાય છે.
તે ગિરિઉપર પહેલાં સંખ્યાતીત મનુષ્યો મોક્ષમાં ગયા છે. પછી પણ જશે અને હમણાં પણ તીર્થના માહાત્મ્યથી