________________
૫૫૮
શ્રી શત્રુંજ્ય-લ્પનિ-ભાષાંતર
| મારા પતિને સાડાતેર હજાર ચાકરે છે, ને પાંચસો સુંદર સલાવે છે,
| મારા પતિને સાડાત્રણસો દીપિકાઓના દીપને ધારણ કરનારા છે, ને તમને) ચોવીસ બિરુઘે શોભે છે.
(શ્રી શત્રુંજ્યની) મનોહર એવી પહેલી યાત્રામાં હાથીદાંતનાં ૨૪ પ્રમાણ દેવાલયો રથમાં રહેલાં ચાલતાં હતાં અને એકસોવીસ કાષ્ટમય દેશસો ચાલતાં હતાં અને સાડાચાર હજાર રથો શોભતા હતા. ચાર હજાર રાધ્યાપાલકો શોભતા હતા અને એકસો એંશી પિત્તલની પાલખીઓ ચાલતી હતી. નવસો સુખાસનો શોભતાં હતાં. ઉત્તમ લાકડી ને વસ્ત્રથી બનેલી પાંચસો પાલખીઓ હતી.
શ્વેત વસ્ત્ર અને સારી ક્લિાવાલા સાતસો આચાર્યો, અને તપ કરવામાં તત્પર એવા આઠ હજાર મુનિઓ, અગિયાર દિગંબર આચાર્યો, પોતપોતાની ક્વિામાં તત્પર યાત્રા માટે ચાલતા હતા.
| | ત્રણ હજાર ઘોડા–બસો ઊંટ-સાત લાખ મનુષ્ય-સાતસો પાડા ત્રણ હજાર શ્રેષ્ઠ હાથીઓ અને ચામશે. ચાર હજાર મનોહર જૈન ગાયકો, સાડા ત્રણ હજાર શ્રેષ્ઠ મંગલ પાળે, મારાપતિના બિરુદને મનોહર સ્વરે ગાતા હતા. આવા પ્રકારના સંધ સાથે પહેલાં મારા પતિએ શ્રી શત્રુંજ્ય અને ગિરનાર તીર્થમાં હર્ષવડે યાત્રા કરી.
આ પ્રમાણે વિચારીને લલિતાદેવી શ્રી સંઘની ભક્તિમાટે પાલિતાણા નગરમાં સરોવર કરાવવાને ઈચ્છે છે, તે પછી ઘણા જાણકાર સલાટોને બોલાવીને લલિતાદેવીએ કહ્યું કે તમે સરોવર કશે, તે વખતે જ પથ્થરથી બાંધેલું શ્રેષ્ઠ સરોવર બનાવવા માટે લલિતાદેવીએ ખાણમાંથી ઘણા પથ્થો મંગાવ્યા. તે પછી તે નગરની પાસે જાણકાર કુંભારો પાસે મોટું સરોવર ખોદાયું ત્યારે લલિતાદેવી ઘણો હર્ષ પામી. તે પછી સલાટોએ મોટા પથ્થર ઘડીને ચાર દરવાજાથી યુક્ત તે આખું સરોવર બાંધ્યું અને તે સરોવરની પાળ ઉપર મોટું શ્રી પાર્શ્વનાથપ્રભુ મંદિર કરાવીને તેમાં તેમનું બિંબ સ્થાપન કર્યું. તે પછી તે લલિતાદેવીએ મોટા સંઘને ભેગો કરીને સરોવરની પાળમાં મોટો ઉત્સવ કર્યો.
શ્રેષ્ઠ આહારવડે શ્રાવક અને શ્રાવિકાઓને જમાડીને અને ગુરુઓને પડિલાભીને તે વખતે લલિતાદેવી આનંદ પામી ત્યાં ગુરુઓને આદરપૂર્વક ઉત્તમ વસ્ત્રો પહેરામણી કરી(વહોરાવી)ને લલિતાદેવીએ શ્રાવક અને શ્રાવિકાઓને પણ પહેરામણી કરી, તે વખતે અનુપમા દેવીએ પોતાના મનમાં વિચાર્યું કે જેઠાણી લલિતાદેવીએ લલિતા સરોવર કરાવ્યું તો હું પણ સંઘ ભક્તિ વડે શ્રેષ્ઠ સરોવર કરાવું તો મને પણ આ સિદ્ધગિરિ તીર્થમાં પુણ્ય થાય, તે પછી તેજપાલની પત્ની અનુપમાદેવીએ પોતાના ભાઈ દેવપાલને પ્રગટપણે પૂછયું કે આ તીર્થમાં જ મોટું સરોવર કરાવવા માટે ઇચ્છું છું. હે ભાઈ તું મને શ્રેષ્ઠ સ્થાનક કહે. ભાઈએ કહ્યું કે આ પર્વત ઉપર જાવડી વણિકને પહેલા તીર્થકરની નવી પ્રતિમા ભક્તિવર્ડ સ્થાપન કરતાં ગોમુખયક્ષના કોર અવાજથી મૂળશિખર બે ભાગમાં થયું ત્યાં શરુઆતમાં પહેલું શિખર પ્રથમ અરિહંતથી યુક્ત છે. બીજું શિખર મરુદેવી નામનું લોકમાં પ્રસિદ્ધ થયું તે બન્ને શિખરની વચ્ચે જ્યાં શ્રી અજિતનાથનું મંદિર હતું. તે વખતે તે દેવમંદિર પડી ગયું. તે પૃથ્વી શૂન્ય છે ત્યાં તે શ્રેષ્ઠ સરોવર કરાવાય તો સંઘ સુખી
થાય.