________________
શ્રી શત્રુંજ્ય-લ્પવૃત્તિ-ભાષાંતર
શિલાદિત્ય રાજાનો સંબંધ
બૌદ્ધોવડે પુંડરીક નામનું શ્રેષ્ઠતીર્થ અંગીકાર કરાયેલું જાણીને શ્રી ધનેશ્વર આચાર્ય વલ્લભી નગરમાં ગયા. ત્યાં શિલાદિત્યરાજાને સારા ઉપદેશથી પ્રતિબોધ પમાડી બૌદ્ધોને જીતી શ્રી સિદ્ધગિરિતીર્થ જલદી પાછું વાળ્યું. વિક્રમાદિત્ય રાજાથી ૪૭૭ વર્ષ જૈનધર્મને કરનારો શ્રેષ્ઠ શિલાદિત્ય રાજા થયો.
શિલાદિત્ય રાજાનો સંબંધ સંપૂર્ણ
::::::::
::
લલિતા સરોવર અને અનુપમા સરોવરનો સંબંધ
શ્રી અજિતનાથના સ્થાને (સ્થાનની નજીક) અનુપમા સરોવરનો સંબંધ સંક્ષેપથી કહેવાય છે.
| એક વખત વસ્તુપાલની શ્રી લલિતાદેવીએ વિચાર્યું કે મારા પતિએ શ્રી સિદ્ધગિરિ ઉપર દેદીપ્યમાન ચૈત્ય કરાવ્યું.
શ્રી સિદ્ધિગિરિઉપર મારા પતિએ ભાવથી અઢાર કરોડને ૯૬ લાખ દ્રવ્ય વાપર્યું છે.
D મારા પતિએ ઉત્તમ ભાવથી અઢાર કરોડ અને ૮૩ લાખ દ્રવ્ય ગિરનાર પર્વતઉપર વાપર્યું
D મારા પતિએ બાર કરોડ અને પ૩ લાખ દ્રવ્ય આબુ પર્વતઉપર ધર્મ માટે વાપર્યું
| તેર હજાર ને નેર નૂતન જિનમંદિરો મારા પતિએ કરાવ્યાં, ત્રેવીસસો જીર્ણ જિનમંદિરોનો ઉદ્ધાર કરી મારા