SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ પણ આવા મોટા લખાણ માટે જો કોઇક આધારભૂત શ્રી શત્રુંજ્ય સંબંધી સ્વતંત્ર ગ્રંથ મલે તો સોનામાં સુગંધ થઇ જાય. અને અમારું આ કામ ખૂબજ સહેલું બની જાય. તેના માટે તેવા ગ્રંથની સતત શોધ કરતાં સહુના તરફથી “ શ્રી શત્રુંજય માહાત્મ્ય ભાષાંતર ” આ પુસ્તકનું નામ રજૂ કરવામાં આવ્યું. પણ આ ગ્રંથ લોકો માટે ખૂબજ પરિચિત હોવાથી – અને હું જેવી નાની નાની કથાઓવાળો ગ્રંથ શોધતો હતો તેવો ગ્રંથ ન હતો. એટલે તેના માટે પ્રયત્ન ચાલુજ રાખ્યો. ને વધુ પૂછપરછ કરતાં પૂ. આ. મ. શ્રી સૂર્યોદય સાગરસૂરિજી. મ. તથા જ્ઞાનપ્રેમી પૂ. મુનિ શ્રી નંદનપ્રભવિજ્યજી. મ. તરફથી સંસ્કૃત ટીકાવાલા – શુભશીલગણિ મહારાજે રચેલા “ શ્રી શત્રુંજ્યકલ્પવૃત્તિ” આ મૂલ ગ્રંથનું નામ સૂચવવામાં આવ્યું. અને એ બન્ને પૂછ્યો તરફથી તેની નક્લો પણ વાંચન માટે ભેટ મલી. 4 ત્યારબાદ તે ગ્રંથનું સ્વયં વાંચન કરતાં આનંદ આવ્યો. અને એમ લાગ્યું કે મને મનગમતું ભોજન મલી ગયું. મને જોઇતો હતો તેવો કથાનો ગ્રંથ પ્રાપ્ત થયો. તેમાં વાંચન દ્વારા ગતિ શરુ કરી પણ આવડો મોટો ગ્રંથ કોઇની પણ સહાય વગર કેવી રીતે વાંચી શકાય ? ને કેવી રીતે તેનું સંપૂર્ણ ભાષાંતર કરી શકાય ? તેથી તે સમયે પાલિતાણા આગમમંદિરમાં બિરાજમાન પૂ. આ. મ. શ્રી સૂર્યોદય સાગરસૂરિજી મ. પાસે તે ગ્રંથનું વાંચન શરુ કર્યું. અને આ ગ્રંથનાં – ૮૦ – પૃષ્ઠ – વંચાયાં અને તેટલું ભાષાંતર પણ લખાઈને તૈયાર થયું. ત્યારબાદ તે ગ્રંથના વાંચનમાં વચ્ચે ખૂબ જ મોટો આંતરો પડી ગયો. અને પછી વાંચનનો યોગ પ્રાપ્ત ન જ થઇ શક્યો. અને લગભગ બે વર્ષ જેવો સમય એમને એમ પસાર થઇ ગયો. ત્યાર પછી આ કાર્યમાં આગળ વધવું જ છે. એવો પાકો નિર્ણય હોવાથી શોધખોળ કરતાં પાલિતાણામાં શ્રી શ્રેયસ્કર મંડલની પાઠશાલામાં અભ્યાસ કરાવતા શ્રાદ્ધવર્ય શિક્ષક શ્રી કપૂરચંદભાઇ આર. વારૈયા અમારી નજરમાં આવ્યા. અને હું તેમને જઇને મલ્યો. અને તેમની પાસે અભ્યાસનો સ્વતંત્ર ટાઇમ લઇને આ ગ્રંથનું વાંચન કરતાં ને સાથે સાથે રોજ ભાષાંતર લખતાં સળંગ – ૧૩ – મહિના અને – ૧૦ – દિવસમાં ૧૪રર૪ ગાથા પ્રમાણ આ ગ્રંથ સંપૂર્ણ વંચાઇ ગયો. અને સાથે સાથે ભાષાંતર પણ લખાઇ ગયું. - આ રીતે શ્રી જિનશાસનમાં શ્રી શત્રુંજય તીર્થ સંબંધી માહિતી આપતા આધારભૂત – બીજા ગ્રંથનું ભાષાંતર આપણા જૈન સમાજને ઉપલબ્ધ થયું. આમ –પ– પૂ. પં સ્વ. પ્રમોદચંદ્ર વિજયજી ગણિવરની ભાવનાને સાકાર કરતું એક અનોખું કાર્ય પાર પડયું. બીજી બાજુ અમે કેટલાંક વર્ષો પૂર્વે અમારા સ્વ. ગુરુદેવ પૂ. આચાર્ય મ. શ્રી હેમસાગરસૂરિજી. મ..
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy