________________
શ્રી મુક્તિનિલય નામ આપનાર વીરસેન રાજાની ક્યા
(૧) આ ઉચ્ચ કરતાં સાતમી રાશિમાં આ ગ્રહો હોય તો તે નીચના થાય છે. સિંહ રાશિનો સૂર્ય – વૃષભ રાશિનો ચદ – મેષ રાશિનો મંગલ – કન્યા રાશિનો બુધ – ધનુ રાશિનો ગુરુ – તુલા રાશિનો શુક્ર અને કુંભ રાશિનો શનિ એ – ત્રિકોણ સંજ્ઞાવાળા થાય છે ને તે શુભ છે.
सुखी भोगी धनी नेता जायते मण्डलाधिपः । नृपतिश्चक्रवर्तीच, क्रमादुच्चग्रहे फलम्॥३॥
(૨) એક ગ્રહ ઉચ્ચનો હોય તો માણસ સુખી થાય છે, બે ગ્રહો ઉચ્ચના હોયતો માણસ ભોગી થાય છે. ત્રણ ગ્રહો ઉચ્ચના હોય તો ધનવાન થાય, ચાર ગ્રહ ઉચ્ચના હોય તો નેતા થાય, પાંચ ગ્રહ ઉચ્ચના હોય તોમંડલાધિપતિ થાય, છ હોય તો રાજા થાય, ને સાત હોય તો ચક્રવર્તિ થાય, આ ઉચ્ચગ્રહોનું ફલ છે. (૩)
नीचो नीचरत श्वौरो, निष्प्रजो बुधवर्जितः।। शत्रूपपीडितो रोगी, अर्काढुर्नीचगैः क्रमात्॥४॥
સૂર્ય વગેરે ગ્રહો નીચના હોય તો અનુક્રમે નીચ – નીચરત – ચોર – પ્રજારહિત – બુધ્ધિરહિત – શત્રુથી પીડાયેલો અને રોગી થાય છે. (૪)પિતાએ સર્વ સજજનોની સાક્ષીએ પુત્રનો જન્મોત્સવ કરીને સારા દિવસે વીરસેન એ પ્રમાણે નામ આપ્યું. (૫) પિતાએ મોટો થતાં તે પુત્રને અનુક્રમે લેખશાળામાં મોક્લી ધર્મ - કર્મ આદિ શાસ્ત્રો ભણાવ્યા. (૬) કહ્યું છે કે
प्रथमे नार्जिता विद्या, द्वितीये नार्जितं धनम्। तृतिये नार्जितो धर्म श्चतुर्थे किं करिष्यति ? ॥१॥ जायम्मि जीवलोए, दो चेव नरेण सिक्खिअव्वाइं, कम्मेण जेण जीवइ, जेण मुओ सुग्गई जाइं॥२॥
પહેલી વયમાં વિદ્યા ઉપાર્જન ન કરી , બીજી વયમાં ધન ઉપાર્જન ન ક્યું, ત્રીજી વયમાં ધર્મ ઉપાર્જન ન ર્યો તે ચોથી વયમાં શું કરશે ? જીવલોકમાં ઉત્પન્ન થયેલા મનુષ્ય બે વસ્તુ શીખવા લાયક છે. જે ઉત્તમ કર્મવડે જીવે ( જિવાય ) અને મરેલો સદ્ગતિમાં જાય.
આ બાજુ પદ્મપુરમાં વૈરસિંહરાજાને ચન્દ્રલેખા વગેરે સુંદર ચિત્તવાલી આઠ પત્નીઓ હતી. તેઓ દરેકને જુદા જુદા પાંચ પાંચ પુત્રો થયા. અને દરેકને એક એક શ્રેષ્ઠ રૂપવાલી પુત્રી થઈ. પદ્મા – રામા – રમાલક્ષ્મી – કમલા – વિમલા – અચલા ને શ્રીમતી એ આઠ પુત્રી ગુણના મંદિર જેવી હતી. પંડિતની પાસે ભણતી તે પુત્રીઓ ઘણાં શાસ્ત્રોને ભણી ચતુરમાં ઉત્તમ સરસ્વતી જેવી થઈ. કહયું છે કે :