________________
૪૭૦
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર
આપી. પુરોહિતે પોતાના પુત્રને જાણવાને માટે પોતાના સેવકો મોક્લીને રાજાવડે તેને તિલંગદેશના રાજ્યની પ્રાપ્તિ-તેણે (પુરોહિતે) સાભળી. એક વખત રાજાએ કહયું કે હે પુરોહિત! જે આકાશમાં વાણી થઈ હતી કે મારી પુત્રી અને તારા પુત્રનું પાણિગ્રહણ થશે.મારાવડે તિલંગદેશના રાજાને પુત્રી આપવાથી તે વાણી હમણાં અન્યથા-ફોગટ કરાઇ, કારણ કે ખરેખર રાજા બલવાન છે. આ સાંભળીને રાજપુત્રીના વિવાહનું વૃત્તાંત શરૂઆતથી હર્યું. વિધાતાએ કરેલું કેઈ ઠેકાણે અન્યથા થતું નથી.
दैवमुल्लङ्घ्य यत्कार्य - क्रियते फलवन तत्। सरोम्भश्चातकेनात्तं, गलरन्ध्रेण गच्छति ॥१॥ यद् धात्रा निजभालपट्टलिखितं, स्तोकं महद्वाधनं, तत् प्राप्नोति मरुस्थलेऽपि नितरां, मेरौ गतो नाधिकम्। तद्धीरो भव वित्तवत्सु कृपणां वृत्तिं वृथा माकृथाः, कूपे पश्य पयोनिधावपि घटो - गृह्णाति तुल्यं जलं॥२॥
ભાગ્યને ઉલ્લંઘન કરીને જે કામ કરાય છે. તે ફળવાળું થતું નથી.ચાતક્વડે ગ્રહણ કરાયેલું સરોવરનું પાણી ગળાના છિદ્રવડે ચાલ્યું જાય છે. (૧) વિધાતાએ (આપણા) પોતાના કપાળ પટમાં લખેલું થોડું અથવા મોટું (વધારે) ધન હોય તે મારવાડમાં પણ પ્રાપ્ત કરે છે. અને મેરુઉપર જાય તો પણ અધિક પામતો નથી. તેથી તું ધીર થા. ધનવાનને વિષે ફોગટ કૃપણવૃતિ ન કર. તું જો ઘડો કૂવામાં કે સમુદ્રમાં પણ સરખુંજ પાણી ગ્રહણ કરે છે.
તે પછી રાજાએ પુત્રયુક્ત જમાઈને બોલાવીને હાથી-ઘોડા અને ધન આપવાવડે ખુશ ક્યું. તે પછી ભીમરાજા વિશેષે કરીને જૈનધર્મને કરતો શ્રી શત્રુંજયતીર્થને વિષે યાત્રા અને યુગાદિ જિનની પૂજા કરી. ભીમરાજા હંમેશાં શ્રી જિનેશ્વરે કહેલા ધર્મને કરતો સ્વર્ગ પ્રાપ્ત કરી અનુક્રમે મોક્ષમાં જશે. તેમાં સંશય નથી. આ સાંભળીને સંપ્રતિરાજા હંમેશાં સારી ભક્તિપૂર્વક યાચકોને ઘણું દાન આપતો ઘણા સંઘ સાથે શ્રી સિદ્ધગિરિઉપર જઈને શ્રી જિનેશ્વરોની પૂજા કરીને ધર્મઘોષસૂરિ પાસે ગયો. ધર્મોપદેશ સાંભળીને સંપ્રતિરાજાએ કહ્યું. આ તીર્થનું સેવન કરવાથી શું પુણ્ય થાય?
कानि कान्यत्र तीर्थेषु, धर्मस्थानानि सदगुरोः! का का नद्योऽत्र विद्यन्ते, श्रृङ्गाणि कति पर्वते ? ॥
હે સદગુરુ! આ તીર્થોમાં ક્યાં ક્યાં ધર્મ સ્થાનો છે? અહીં કઈ કઈ નદીઓ છે? અને આ પર્વત પર કેટલા શિખરો છે? ગુરુએ કહયું કે હે રાજન ! આ તીર્થના સેવનથી જે ધર્મ થાય છે. તે કહેવાતું સાંભળો. બીજા ગ્રંથોમાં શ્રી શત્રુંજયનું માહાત્મ આ પ્રમાણે કહ્યું છે. તે આ પ્રમાણે :