________________
૪૬૮
શ્રી શત્રુ-કલ્પવૃત્તિ-ભાષાંતર
મંદિરનો ઘણા ધનનો વ્યય કરી શ્રીસિધ્ધગિરિ ઉપર સંપ્રતિરાજાએ ઉદ્ધાર કર્યો.
તે પછી રૈવતગિરિઉપર જઈને નેમિનાથ જિનેશ્વરને નમસ્કાર કરીને સંઘસહિત સંપ્રતિરાજાએ પુષ્ય આદિવડે પૂજા કરી. ગુરુઓને પહેરામણી કરી. સંઘને શ્રેષ્ઠ વસ્ત્રો આપી સંપ્રતિરાજા તે પર્વતપરથી (નીચે) ઊતર્યો, તે પછી માર્ગમાં ચાલતાં ચંદ્રપુરની નજીક આવીને શ્રેષ્ઠભોજન આપવાથી શ્રી સંઘને જમાડ્યો. ગુઓને અને સંઘને સુંદર વસ્ત્રોવડે પહેરામણી કરી. સંપ્રતિરાજાએ હર્ષપૂર્વક લોકોને પોતપોતાની નગરી તરફ વિસર્જન ક્ય.
તે પછી સંપ્રતિરાજા મહોત્સવપૂર્વક પોતાની નગરીમાં આવીને પૃથ્વીને ન્યાયપૂર્વક પાલન કરવા લાગ્યો.
એક વખત સંપ્રતિરાજા ધર્મસૂરીશ્વરની પાસે જ્યારે ધર્મસાંભળવા માટે બેઠો હતો ત્યારે ગુરુએ કહયું. પૂર્વભવમાં ઉપાર્જન કરેલાં પુણ્યને અનુસાર પ્રાણીઓ અનુક્રમે ચંદ્રવણિક્ની પેઠે સુખના સમૂહને પામે છે. એક શેઠને પુત્ર થયો ત્યારે આકાશમાં વાણી થઈ કે આ વણિકપુત્ર સો કોડનો સ્વામી થશે. પુત્રનો શ્રેષ્ઠ જન્મોત્સવ કરીને તેનું ચંદ્ર નામ ક્યું. અનુક્રમે તે ધર્મ-કર્મરૂપી શાસ્ત્રો ભણ્યો. પિતાની રજા લઈને કરિયાણાંવડે વહાણ ભરીને સારા દિવસે અનુક્રમે મણિદ્વીપમાં ગયો. ત્યાં હંમેશાં ઉધમ સહિત વ્યવસાય કરતાં તેને હજારકોડી સોનામહોર કર્મયોગથી મલી. ચંદ્ર વિચાર્યું કે મારાજન્મ વખતે આકાશમાં જે વાણી થઈ હતી. તે હમણાં ઘણું ધન ઉપાર્જન થવાથી અન્યથા ફેરફાર) થઈ. આ બાજુ અકસ્માત જલદી વહાણ ભાંગે તે ચંદ્ર સારાંલાકડાંસહિત સાતમે દિવસે સમુદ્રનાન્નિારે વ્યાક્લ થયેલો આવ્યો. તે વખતે ત્યાં ભરવાડે તેવી રીતે પથરો ફેંક્યો કે જેથી તે પથરો અકસ્માત બકરીના મુખમાં દૃઢપણે પડયો.બકરીનું મુખ પથ્થરવડે ઢાંકી દેવાય છતે ભરવાડે કહયું કે હે પુરુષ તું જલદી અહીં આવ. પથ્થરને મુખમાંથી કાઢ, ચંદ્ર જ્હયું કે હમણાં હું ત્યાં આવવા શક્તિમાન નથી. તે પછી તે ભરવાડ બકરીને ઉપાડીને તેની પાસે લઈ ગયો. ચંદ્ર જ્યારે એક પડખે બકરીને પોતાના હાથવડે પકડી ત્યારે ભરવાડે બકરીના મુખમાંથી પથ્થરને દૂર ર્યો.
આ પથ્થરવડે પહેલા ત્રણ બકરા હણાયા છે. આથી હે ભદ્ર! તું તે લે, તે પછી વણિકે કહયું કે હું કોઈનો પથ્થર કોઈ ઠેકાણે ફોગટ લેતો નથી. એમ કહીને વણિકે તેને સાત મર્કલ (પૈસા જેવું નાણું) આપ્યાં. તે પથ્થર નગરીમાં લઈ જઈને ઝવેરીની પાસે તે ચંદ્ર તેનું મૂલ્ય પૂછ્યું તે પછી તે નગરના તે ઝવેરીએ ક્યું કે આ માણિક્યનું મૂલ્ય સો કોડ સોનામહોર છે. આ મણિ કાંઈક ઓછે અથવા કાંઇક અધિકમેળવે છે. તે પથ્થને સોકરોડ સોનામહોરવડેવેચીને પોતાના પિતાની પાસે આવીને તેનાં બે ચરણોને પ્રણામ કર્યા. પિતાની આગળ સઘળો સમુદ્રગમનનો વૃતાંત હીને ચંદ્ર લ્યાણ માટે સાત ક્ષેત્રમાં ધન વાવ્યું પિતા મરી ગયે છતે ચંદ્ર શ્રી શત્રુંજયગિરિઉપર યાત્રા કરીને આદર પૂર્વકબે શેડ સોનામહોર વાપરી. જેટલું ધન ધર્મકાર્યમાં ને ઘરના કામમાં વાપરતો હતો તેટલા પ્રમાણવાલું ધન એકદમ તેના ઘરમાં આવે છે.
શ્રીપુર નગરમાં ભીમરાજાને જયારે પુત્રી થઇ તે વખતે મોરારિ નામના પુરોહિતને પુત્ર થયો. તે વખતે આકાશમાં વાણી થઈ કે રાજાની પુત્રી અને પુરોહિતના પુત્રનું નિર્ચે પાણિગ્રહણ થશે. રાજાએ મોટી થતી પુત્રીને ભણવા માટે લેખશાલામાં મોક્લી, ત્યાં પુરોહિતે પણ ભાગ્યથી પુત્રને ભણવા મૂક્યો. અનુક્રમે પાણિગ્રહણ કરવા માટે બન્નેનો રાગ થયો. પરંતુ હલકી જાતિ હોવાથી રાજા તેને પુત્રી આપવાને ઇચ્છતો નથી.