________________
૪૫૬
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર
અને કેટલાને દેશમાંથી કાઢી મૂક્યા. પ્રાય: કરીને રાજાઓ ઝેર આપવાવડે મૃત્યુ પામે છે. આથી જો રાજા ઝેર સહિત કરાય તો સારું થાય. તે પછી ભોજનની અંદર ચાણક્ય ચંદ્રગુપ્તરાજાને ગુપ્તપણે થોડું થોડું ઝેર આપે છે. જેથી તે હણાતો નથી. અર્ધટેક (પૈસાભાર) પ્રમાણ હંમેશાં ઝેરખાતાં એક્કમ રોગરહિત થયો. અને શ્રેષ્ઠ દેહને કાંતિવાલો થયો.
એક વખત વિસ્તારથી સંઘપતિ થઈને રાજાએ ધનનો વ્યય કરી શ્રી શત્રુંજ્ય આદિતીર્થોમાં યાત્રા કરી. ભુપર્વત (હિમાલય) સરખા શ્રી અરિહંતના પ્રાસા– રાજાએ કરાવ્યા, અને તેઓને વિષે બિંબોને સ્થાપન કરાવ્યાં. એક વખત સગર્ભ રાણીને રાજાના ભોજનની અંદર જમેલી જાણીને ચાણક્ય કહ્યું કે રાણીએ સારું કર્યું નહિ. તે પછી જ્યારે તે ઝેર વાળું ભોજન ખાવાથી રાણી મૃત્યુ પામી ત્યારે તેના પેટને ચીરીને યત્નથી કામદેવ સરખો પુત્ર તે વખતે બહાર કઢાવ્યો. બાળકના મસ્તક ઉપર વિષનું બિંદુ જોઈને ચાણક્ય સહિત રાજાએ સારા ઉત્સવપૂર્વક તેનું બિંદુસાર એ પ્રમાણે નામ આપ્યું. અનુક્રમે વૃદ્ધિ પામતો બિંદુસાર કુમાર પોતાની માતા વિના હંમેશાં મનમાં દુઃખ ધારણ કરે છે. કહયું છે
કે
पुत्तस्स मायमरणं, भज्जामरणं च जुव्वणसमयम्मि। थेरस्स पुत्तमरणं, तिन्नि वि दुक्खाई गुरुयाई॥१॥
પુત્રને માતાનું મરણ. યુવાનવયમાં સ્ત્રીનું મરણ. વૃન્વયે પુત્રનું મરણ. એ ત્રણે મોટાં દુ:ખ છે. પોતાના ભાગ્યથી બિંદુસાર કુમાર નિરંતર સઘળા પરિવાર અને રાજાને પણ અત્યંત વહાલો થયો. બિંદુસાર યૌવન પામ્યો ત્યારે ચંદ્રગુપ્તરાજા સમાધિમરણથી દેવલોક્ના સુખને પામ્યા. તેની પાટઉપર ચાણક્ય મંત્રીશ્વરે બિંદુસાર કુમારને
સ્થાપનકોરી હંમેશાં બિંદુસારના રાજયને વધારવા લાગ્યો. પ્રાયઃ કરીને હંમેશાં રાજાઓનું રાજ્ય મંત્રીઓની બુદ્ધિના વિસ્તારથી શુક્લપક્ષના ચંદ્રની જેમ લક્ષ્મીઆદિવડે વૃદ્ધિ પામે છે.
चित्तज्ञः शील सम्पन्नो, वाग्मी दक्षः प्रियंवदः। यथोक्तवादी स्मृतिमान्, मन्त्रीशः शस्यते सदा॥१॥ इङिगताकारतत्त्वज्ञः, प्रियवाक् प्रियदर्शनः। सकृदुक्तग्रही दक्षः, सचिवः शस्यते नृपैः ॥२॥
ચિત્તને જાણનારી- શીલથી યુક્ત– વાણીમાં ચતુર– હોશિયાર– પ્રિયબોલનાર યા પ્રમાણે બોલનાર. સ્મૃતિવાલો- એવો મંત્રી રાજાઓડે વખાણાય છે. ઈગત આકારના તત્વને જાણનારો – પ્રિય બોલનારો – સુંદર દેહ વાળો એક વખત ધેલાને ગ્રહણ કરનારો ચતુર એવો મંત્રી રાજાવડે વખાણાય છે. બિંદુસાર રાજાએ પણ પૃથ્વીતલને સાધતાં ઘણા રાત્રુ રાજાઓને વશ ક્ય. આ બાજુ ચાણક્યના વચનથી શ્રેષ્ઠ સુબંધુનામનો મંત્રી રાજાના દાક્ષિણ્યથી ચાણક્યનો જે મિત્ર થયો હતો. અનુક્રમે પ્રાપ્ત કરી છે લક્ષ્મી જેણે એવા સુબંધુ મંત્રીવડે ચાણક્ય અને બિંદુસારનું મન વિભિન્ન (ભેદ) કરાયું, કારણ કે સમસ્ત જગત અસાર છે. હયું છે કે
विशिष्टकुलजातोऽपि, यः खलः खल एव सः। चन्दनादपिसम्भूतो, दहत्येव हुताशनः ॥१॥