________________
ધર્મની પ્રભાવના કરનાર શ્રી સંપ્રતિ રાજાની કથા
આવે તો તેને જલદીથી રાજ્ય આપીશ. એ પ્રમાણે બાળકની આગળ ચાણક્ય કહ્યું. પોતાના રાજયની પ્રાપ્તિનો સંબંધ કબૂલ કરીને ચંદ્રગુપ્ત રાજ્ય પ્રાપ્તિની ઇચ્છાથી ચાણક્યની વાણીને કબૂલ કરી. કહયું છે કે:
मूलं मोहविषद्रुमस्य सुकृताम्भोराशिकुम्भोद्भवः, क्रोधानेररणिः प्रतापतरणिप्रच्छादने तोयदः। क्रीडासम कलेविवेकशशिनः, स्वर्भाणुरापनदी
सिन्धुः कीर्तिलताकलापकलभो लोभो नृणां वर्धते॥१॥ લોભ એ મોહરૂપી વિષવૃક્ષનું મૂલ છે. પુણ્યરૂપી સમુદ્રને પી જવામાં અગમ્ય ઋષિ જેવો છે. ક્રોધરૂપી અગ્નિને ઉત્પન્ન કરવામાં અરણિ (ના લાકડા)જેવો છે. પ્રતાપરૂપી સૂર્યને ઢાંકવામાં મેઘ જેવો છે. કજ્યિાનું ક્રિડા ઘર છે. વિવેકરૂપી ચંદ્રને ઢાંકવામાં મેઘ જેવો છે. આપત્તિરૂપી નદીઓનો સમુદ્ર છે. કીર્તિરૂપી લતાના સમૂહને ઉખેડી નાખવામાં હાથીના બચ્ચા સરખો લોભ મનુષ્યમાં વધે છે.
ચાણક્ય ચંદ્રગુપ્તને લઈને ધાતુવાદથી સોનું વગેરે પાયદલસેના વગેરેને કરીને પૃથ્વીને કરી. તે પછી સર્વ સૈન્ય વડે અને તે પાયદલવગેરે સેનાવડે ચારે દિશામાં પાટલીપુત્ર શહેરને વીંટી લીધું. નંદરાજાએ અલ્પ છાવણીવાલા ચાણક્યને આવેલો જાણીને નગરમાંથી નીકળીને એક્ટમ લીલાવડે . (માર્યો) શત્રુવડે પોતાના વિષયમાં વિદ્ધને જાણીને જલદી વિચાર કરીને નાસીને ચંદ્રગુપ્ત સહિત ચાણક્ય દૂર ગયો. નંદરાજાએ પણ ચંદ્રગુપ્તને પકડવા માટે શ્રેષ્ઠ ઘોડેસવારોને આદેશ ર્યો. અને તેઓ આદર કરવાપૂર્વક તેની પાછળ ચાલ્યા. જીતથી શોભતા નંદરાજાએ જલદી પોતાના નગરમાં આવીને જ્યઢક્કાનો અવાજ શ્રેષ્ઠ શબ્દપૂર્વક વગડાવ્યો. તે ઘોડેસવારોમાંથી એક ઘોડેસવાર ઉતાવળ કરવાપૂર્વક ચંદ્રગુપ્તની પાછળ પૃથ્વીપર તેને હણવાની ઈચ્છાવાળો ઘેડયો. ચાણક્ય પણ તેને આવેલો જાણીને શ્રેબુદ્ધિવાલા તેણે ચંદ્રગુપ્તને સરોવરની અંદર ગુપ્તપણે સ્થાપન ર્યો. ઘોડેસવારે ચાણક્યને પૂછ્યું કે ચંદ્રગુપ્ત ક્યાં છે ? ચાણક્ય કહયું કે– ચંદ્રગુપ્ત સરોવરની મધ્યમાં છે. તે ઘોડેસવાર ઘોડાને ત્યાં મૂકી જેટલામાં ચંદ્રગુપ્ત પાસે ગયો. તેટલામાં તેણે સ્નાન કરીને ઘોડેસવારના હાથમાંથી તલવાર લઈ લીધી. તે તલવાર વડે તેનું મસ્તક કાપી તે વખતે બહાર આવીને ચંદ્રગુપ્ત ચાણક્યને મલ્યો, અને તેની તલવાર બતાવી.
જલદી ચાણક્ય ચંદ્રગુપ્તને ઘોડા પર બેસાડીને ચાલતાં નંદરાજાના બીજા ઘોડેસવારને જોયો. યમની સરખી આકૃતિવાળા ચંદ્રગુપ્ત અને ચાણક્યને આવતાં જોઈને ધોબી નાસી ગયો. ત્યાં ચાણક્ય આવ્યો. પછી કૂવાની મધ્યમાં ચંદ્રગુપ્તને સ્થાપન કરીને ચાણક્ય ઘોડાને ગુપ્તપણે બાંધીને પોતે ક્વાની પાસે ઊભો રહયો. ઘોડેસવારે પૂછ્યું કે– હે ધોબી ! તમારાવડે અહીં જતો મનુષ્ય જોવાયો છે ? ચાણક્યે “ક્લાની અંદર પોતાની આંગળીની સંજ્ઞાવડે કહયું. ત્યાં પણ પૂર્વની જેમ ઘોડાને છેડી ક્લામાં પ્રવેશ કરી જેટલામાં ચંદ્રગુપ્તને હણતો હતો તેટલામાં તેણે પણ હાથમાં તલવાર લીધીને તે તલવારવડે નંદના સેવક એવા ઘોડેસવારને હણીને બહાર નીકળીને ચાણક્ય મંત્રીને મળ્યો.
તે પછી તે બંને શ્રેષ્ઠધ્વસ્ત્રો પહેરીને ઘોડાઉપર ચઢેલા ચાલતાં ગામની પાસે ગયા. ભૂખવડે મરતાં શ્રેષ્ઠ મિત્રએવા તે ચંદ્રગુપ્તને જાણીને ચાણક્ય નગરમાં ભિક્ષા માટે ચાલ્યો. માર્ગમાં ખાધાં છે. ઘી-દૂધને ખાંડ જેણે એવા મનહર