________________
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર
ઊભા થાઓ ને યુદ્ધ કરો. તે વખતે કૃષ્ણે કહ્યું કે હે દુર્યોધન! તું પાડવો સાથે સંધિ કર પરંતુ પોતાના બલથી ગર્વિત દુર્યોધને સંધિ ન કરી. તે વખતે યુદ્ધમાં ઘણા મનુષ્યોનો સંહાર જોઇને ભીષ્મ દીક્ષા લઈને બારમા દેવલોકમાં ગયા. તે પછી દુર્યોધને જલદી દ્રોણોચાર્યને સેનાપતિ ર્યા. યુદ્ધ કરતા એવા તેમને (દ્રોણને) અર્જુને નમસ્કાર કર્યા. તે વખતે દ્રોણાચાર્યને યુદ્ધ કરતા જોઈને યમ સરખા પરાક્રમવાલા અર્જુને ઘણા શત્રુઓને સામે (યુદ્ધમાં) પ્રવર્તાવ્યા, બાર દિવસ સુધી નિરંતર યુદ્ધ કરતા યમસરખા પરાક્રમવાલા અર્જુને ઘણા શત્રુઓ ને મારી નાખ્યા. દુર્યોધનના શ્રેષ્ઠ સેવક ભગદત્ત રાજાને પોતાના સૈન્યને હણતો જોઇને અર્જુન તેની સાથે યુદ્ધ કર્યું. અર્જુન તીક્ષ્ણ બાણોવડે ભગદત્ત રાજાને વીંધીને ઘણા સેવકોને યમના ઘરે મોક્લ્યા. ભગદત્ત હણાયેલ્તે દુર્યોધને સાત વલયવડે યુક્ત દુ:ખે કરીને જીતી શકાય એવો છે. પ્રવેશ અને નિર્ગમ જેનો એવો ચક્રવ્યૂહ ર્યો. અભિમન્યુ સહિત ભીમ જલદી ચક્રવ્યૂહને ભેદીને તેમાં પેઠો. અને દુર્યોધન આદિરાજાઓ સાથે યુદ્ધ કરવા લાગ્યો. બળવાન એવા સુયોધન વગરે દુર્યોધનના પુત્રોવડે ભીમ આદિ રોકાયે તે અભિમન્યુ વ્યાકુલ થયો. દિવસના અંતે જલદી યદ્રથે અભિમન્યુને મારી નાંખ્યો. અભિમન્યુ હણાયેલો જાણીને તે વખતે અર્જુન વ્રુધ્ધ થયો.
૪૩૦
શત્રુના સર્વ સૈન્યને જોઇને અર્જુને વેગથી જયદ્રથરાજાને યમના ઘરે પહોંચાડયો, ત્યાં યુદ્ધ કરતો ઇન્દ્રિયોને કાબૂમાં રાખનારો ભીમ ઘણા શત્રુઓને હણીને ચક્રવ્યૂહથી બહાર નીક્ળ્યો યુદ્ધ કરતા અર્જુન ને યમના ઘરે મોક્લ્યો. દ્રોણાચાર્યે વિરાટ અને દ્રુપદ રાજાને યમના મંદિરમાં મોક્લ્યા કહ્યું છે કે :– ચૌદ દિવસની મર્યાદાવાળા યુદ્ધમાં દુર્યોધનની અક્ષીણ દુ:ખને આપનારી સાત અક્ષૌહિણી સેના ક્ષય પામી. માલવ રાજાનો અશ્વત્થામા નામે હાથી હણાયે છતે યુધિષ્ઠિરે અશ્વત્થામાને મરણ પામેલો ો. તે વચન સાંભળીને દ્રોણાચાર્ય પોતાના પુત્ર અશ્વત્થામાને મરી ગયેલો માનતા દુ:ખવડે પીડા પામેલા તેણે હાથમાંથી બાણ છોડી દીધું, તે વખતે કૃષ્ણની વાણીથી અર્જુન તેવી રીતે બાણોની વૃષ્ટિ કરી જેથી દ્રોણાચાર્ય મોટા પર્વતના શિખરની જેમ પૃથ્વીપીઠપર પડયા. ક્ષણવાર પછી યુધિષ્ઠિરે કહ્યું કે મનુષ્ય નહિ હાથી હણાયો છે. તે વખતે દ્રોણાચાર્યે કહ્યું કે મારા પ્રાણોની ધારણા ગઇ નથી. બાણથી વીંધાયું છે શરીર જેનું એવા દ્રોણ જલદી અનશન લઇને ઉપવાસ કરીને બ્રહ્મદેવલોકમાં ગયા.
અશ્વત્થામાએ પોતાના પિતાને ખોટું બોલવાથી હણાયેલા જાણીને બાણના સમૂહવડે શત્રુસેનાને વ્યાકુલ કરી. સહદેવે યુદ્ધમાં ઘણા શત્રુઓને યમના ઘરે પહોંચાડયા. નકુલે પણ બલનામના દુર્યોધનના પુત્રને મરણ પમાડયો. આ પ્રમાણે પરસ્પર બન્ને સૈન્ય યુદ્ધ કરતે છતે અનેક રાજાઓ યમના ઘરે ગયા. હવે ક્રોધ પામેલા દુર્યોધને ભીમના પુત્ર ઘટોત્કચને ઘણા રાજપુત્રોને હણતાં મારી નાંખ્યો. મૂરવડે કરીને યુદ્ધમાં કાદવમાં રથ નંખાયે છતે સૂર્યપુત્ર કર્ણને લીલાવડે અર્જુને યમના આવાસમાં મોક્લ્યો. હવે ભીમ ગદાવડે ઘણા શત્રુઓને હણતો દુર્યોધનની પાસે ગયો, ત્યારે દુર્યોધને બાણોની શ્રેણી છોડી, જે જે દુર્યોધનના પુત્રો ભીમને હણવા માટે ઘેડયા તેઓને ભીમે ગદાવડે યમના મંદિરમાં મોક્લ્યા દુર્યોધનની સાથે યુદ્ધ કરતા ભીમે અનેક શત્રુ રાજાઓને યમના મંદિરમાં મોક્લ્યા.
ભીમવડે ગદાવડે દુર્યોધન તેવી રીતે હૃદયમાં હણાયો કે જેથી તે સમાધિવડે ( મૂર્છા પામી) યમરાજાના આવાસને સુશોભિત કરતો હતો. યુદ્ધના આંગણામાં વાયુપુત્ર – ભીમવડે દુર્યોધન હણાયે તે દેવોએ પાંડવોના મસ્તક ઉપર પુષ્પની વૃષ્ટિ કરી કહ્યું છે કે: