________________
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર
रागद्वेषौयदिस्यातां, तपसा किं प्रयोजनम् ? तावेव यदिनस्यातां, तपसा किं प्रयोजनम् ? ॥२॥ मुखे पुरीषप्रक्षेपं, तथा पाषाणपेषणम्। एकेन्द्रियोऽपिसहते, मतिष्का रागदोषतः ॥३॥ रागोऽयं दोषपोषाय, चेतनारहितेश्वपि।
मजिष्टा कुट्टनस्थान, - भ्रंशतापसहा भृशम्॥४॥ રાગી માણસ કમોને બાંધે છે. રાગ વગરનો કર્મથી મુકાય છે. લોકો સંક્ષેપથી બંધ અને મોક્ષનો જિનેશ્વત્નો આ ઉપદેશ છે.
જો રાગ દ્વેષ હોય તો તપનું શું પ્રયોજન છે? અને જો રાગદ્વેષ નથી તો તપ વડે શું પ્રયોજન છે?
એકેન્દ્રિય જીવ પણ મુખને વિષે વિષ્ટાનો પ્રક્ષેપ અને પથ્થરથી પિસાવું સહન કરે છે.રાગદ્વેષ કઈ બુધ્ધિ છે?
આ રાગ ચેતના રહિત એવાને (જડપદાર્થોમાં) પણ શેષના પોષણ માટે થાય છે. મજીઠ કુટાવવું – સ્થાનથી ભ્રષ્ટ થવું – અને તાપને અત્યંત સહન કરે છે.
માર્ગમાં તેઓ જો તે હિડબિકા ખાંધ ઉપર કુંતીને દ્રૌપદીને કરીને તે બંનેનો વિનય કરતી ચાલતી હતી. એક વખત માર્ગથી ભ્રષ્ટ થયેલી દ્રૌપદી – યુધિષ્ઠિર વગેરેએ તપાસ કરવા માં પણ જ્યારે ન મલી ત્યારે દુ:ખ થયું. તે પછી હિડબિકાએ જઈને વનમાં ચારે તરફ તપાસ કરીને દ્રૌપદીને લાવી. ત્યારે પાંપુત્રો વગેરે હર્ષ પામ્યા. તે વખતે પોતાના કુટુંબની ભક્ત હિબિકાને જાણીને માતા અને પત્નીની અનુમતિ વડે ભીમ તેને પરણ્યો. હિબિકા તેના પગ ધોવા વગેરે કાર્યોને કરતી સાસુ અને જેઠ વગેરેને યથોચિત ખુશ કરતી હતી. કહયું છે કે :