________________
પાંચ પાંડવોએ કરેલો શ્રી શત્રુંજયનો ઉધ્ધાર અને ૨૦-કોડ સાથે મુક્તિગમન
૩૯૩
હતો. ચંદ્રચૂડ નામના નગરમાંથી શત્રુએવા હેમાંગદ નામના વિદ્યાધરે આવીને વેગથી મણિચૂડને પોતાના નગરમાંથી કાઢી મૂક્યો અને બલવડે ઉક્ટ એવો તે વિદ્યાધર તે રાજ્યઉપર બેસી ગયો. તે મણિચૂડએવો હું પૃથ્વીતલપર ભ્રમણ કરતો ખરેખર આ નગરમાં આવ્યો. આ સાંભળીને વિમાનમાં રહેલો અર્જુન તે વિદ્યાધર સાથે હેમાંગદને જીતીને તે રાજયઉપર તે વિદ્યાધરને તે વખતે તેણે સ્થાપન ક્ય. અનુક્રમે ઘણા વિદ્યાધરોવડે લેવાયેલા નિર્મલમનવાલા એવા તે અર્જુને વૈતાઢયપર્વત ઉપર શાસ્વત અરિહંતોને નમસ્કાર . વિદ્યાધર રાજાઓના ઉપકારમાં તત્પર એવા અને રૈવતગિરિ ઉપર તીર્થકરોને નમસ્કાર ક્ય, નમસ્કાર કરીને એક સ્ત્રીને જોઈને અર્જુને પૂછયું કે તું અહીં ક્યાંથી આવી? કોની સ્ત્રી છે? તે કહે છે તે સ્ત્રીએ કહ્યું કે :
શ્રીપુર નગરમાં પૃથુરાજાની દુર્ગધી શરીરવાલી દુર્ગધા નામની પુત્રીને સોમદેવ પરણ્યો. તેવા પ્રકારના દુર્ભાગ્યથી માતા – પિતાને હું ઢષ કરવા લાયક થઈ. સર્વ ઠેકાણે લોક પુણ્યથી માન્ય કરાય છે. પાપથી નહિ. તે પછી હું કર્મને છેરવા માટે તીર્થસેવા માટે નીકળી. ઘણાં તીર્થમાં હું ભમી. પરંતુ તે દુર્ગધ ન ગઈ. ગળાફાંસો – કૂવો – સમુદ્ર અને અગ્નિઆદિવડે મરવાની ઇચ્છાવડે મેં વનમાં જતાં એક શ્રેષ્ઠ મુનિને જોયા. ભક્તિવડે નમસ્કાર ક્ય માં પણ તે મુનિ જેટલામાં જરાપણ બોલતા નથી તેટલામાં મેં કહયું કે હે મુનિ ! ક્યા કારણથી તમે મને જોતા નથી? મુનિએ કહયું કે હમણાં હું ધ્યાન કરવાની ઈચ્છાવાળો છું, કારણ કે શુભ ધ્યાનથી જ મોક્ષ સંપત્તિ થાય છે.
હમણાં મારા શ્રેષ્ઠ ગુરુ ધર્મઘોષ આ વનમાં છે. તેથી તું ત્યાં જઈને તે ઉત્તમગુરુને ભક્તિવડે નમસ્કાર કર. તે પછી પ્રથમ જિનેશ્વરનો આશ્રય કરતાં તે કુલપતિનાં ચરણોને નમીને મેં પૂછ્યું કે મને ક્યા કારણથી આ રોગ થયો છે? પહેલાં મને ત્યજીને પતિ નાસી ગયા, પિતાને હું દ્વેષ કરવા લાયક કેમ થઈ? આથી હું પૂર્વકર્મના છેદમાટે દૂર નીકળી છું. આજે હે જગતના આધાર ! હે દયાની ખાણ ! હે જગતના હિતકારી ! તમે મલ્યા છે. તેથી હમણાં મારું ભાગ્યે ઘણું મોટું છે. હે જગદગુરુ ! પૂર્વભવે ઉપાર્જન કરેલાં પાપથી છેડાવીને તેવી રીતે કરો કે જેથી મારા શરીરમાંથી જલદી રોગ જાય. મુનિએ કહ્યું કે મારું જ્ઞાન નિતિશય સંપૂર્ણ નથી જેથી મનુષ્યોના શુભ અશુભ એવા પૂર્વભવ વગેરે જાણી શકાય. તો પણ તું રેવતનામના સિધ્ધગિરિના શિખર ઉપર જા. ત્યાં ઈદે બનાવેલો ગજેન્દ્ર નામનો શ્રેષ્ઠ કુંડ છે. ત્યાં તું સ્નાન કરીને પ્રથમ જિનેશ્વરની પૂજા કરે, તેથી તારા દેહમાંથી સઘળી દુર્ગધ ચાલી જશે.
આ પ્રમાણે સાંભલીને હું મુનિને નમસ્કાર કરી સિધ્ધગિરિને સ્મરણ કરતી કેટલાક દિવસે અહીં વિતગિરિ ઉપર આવી. અરિહંતના ચૈત્યમાં પોતાના પ્રવેશને નહિ પામતી મેં ગજેન્દ્ર કુંડમાંથી પાણી લઈને સ્નાન કર્યું. પ્રભુનું ધ્યાન કરતી એવી મેં કુંડમાં તેવી રીતે સ્નાન કર્યું કે જેથી મારા શરીરમાંથી દુર્ગધવાલો રોગ વિનાશ પામ્યો. વલજ્ઞાની વિના જણાતું નથી કે મેં પૂર્વ ભવમાં શું પાપ ક્યું? હે અર્જુન (પાર્થ!) હવે તે કેવલી હમણાં પુછાય ? એ પ્રમાણે વિસ્તારપૂર્વક તેણી પોતાનો સંબંધ કહેતી હતી ત્યારે ત્યાંજ્વલી આવ્યા.તે બંનેએ તેવલીને ભાવથી વંદન કર્યું. દુર્ગધાએ આવીને કહયું કે હે મુનિ ! મેં પૂર્વભવમાં શું પાપ ક્યું? જેથી મારા શરીરમાં દુર્ગધ થઈ? હવે વલીએ કહયું કે –
પદ્મપુરી નામની નગરીમાં મુકુંદ નામના બ્રાહમણની પદ્મિની નામે પ્રિયા છે. તે પોતાના રૂપના ગર્વથી જગતને તૃણ સમાન માને છે. એક વખત તારા ઘરમાં શ્વેતાંબર મુનિઓ ભિક્ષા માટે આવ્યા. ભિક્ષા આપીને પોતાની નાસિકાને