________________
પાંચ પાંડવોએ કરેલો શ્રી શત્રુંજયનો ઉધ્ધાર અને ૨૦–ોડ સાથે મુક્તિગમન
હર્ષિત થયેલો પાંડુ રાજા મુદ્રિકાના અભિયોગથી પોતાના નગરમાં આવીને પ્રજાઓનું પાલન કરતો રાજ્ય કરે છે.
આ બાજુ કુંતી ઘરમાં જતી રોગના બહાનાથી ગર્ભને સંતાડતી સખી સહિત એવી તેણીએ પુણ્યદિવસે સુખપૂર્વક પુત્રને જન્મ આપ્યો. કાંસાની પેટીમાં બાળકને નાંખીને લજાવડે કુંતી સતીએ – ગંગા નદીમાં સખીઓ પાસે ગુપ્તપણે પ્રવાહિત કર્યો ( વહેતો મૂક્યો ) ગંગા નદીમાંથી જતી એવી પેટીને હસ્તિનાપુરની પાસે સૂત સારથિએ લઈને પોતાની ભાર્યાન આપીને તેની અંદર ગાઢ સૂતેલા બાળકને જોઇને તેને કર્ણ એ પ્રમાણે નામ આપીને પુત્રની જેમ મોટો ર્યો. સારથિવડે પાલન કરાતો તે ર્ક્યુ હંમેશાં લોક્વડે સૂતપુત્ર હેવાય છે, તેથી તે વખતે તે બંનેને વહાલો થયો. આ બાજુ એકાંતમાં રહેલી કુંતીએ માતાની આગળ ક્હયું મારે પાંડુ રાજાનો હાથ ગ્રહણ કરવાનો છે, બીજા કોઇનો નહિ. સુભદ્રાએ પતિની પાસે કુંતી પુત્રીનું ઇચ્છિત કહયું, તેથી અંધવૃષ્ણિરાજાએ પાંડુરાજાને કુંતી આપી.
૩૫
n
મદ્રુક રાજાની પુત્રી મદ્રકીને પાંડુ રાજા સુંદર સ્વયંવર મંડપમાં પરણ્યો. આ બાજુ ગંધાર દેશમાં નિરાજાને ગાંધારી વગેરે મનોહર આઠ પુત્રીઓ થઇ. હવે શનિ રાજાએ ગાંધારી વગરે બધી પુત્રીઓ સારા ઉત્સવપૂર્વક ધૃતરાષ્ટ્રરાજાને શુભ દિવસે આપી. દેવક રાજાની શ્રેષ્ઠ કુમુદિની નામની પુત્રીને સારા લગ્નને વિષે વિદુર રાજા પરણ્યો. ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારીએ ગર્ભ ધારણ કર્યો ત્યારે ઘણા લોકોના સંહારને કરનારા ઘેહદો થયા. “હાથી ઉપર ચઢીને યુધ્ધ ભૂમિમાં હું શત્રુઓને હતું. લોકોને કેદખાનામાં નાંખું. શત્રુઓ સાથે વૈર કરું. " તે ગર્ભ રહ્યો ત્યારે ગાંધારી અહંકારથી વડીલ એવા સજજનોને નમસ્કાર કરતી નથી. એ સમગ્ર જગતને તૃણ જેમ હંમેશાં માને છે. આ બાજુ પાંડુની પ્રિયા કુંતીએ સ્વપ્નમાં મેરુ પર્વત – ક્ષીર સમુદ્ર – સૂર્ય, સાક્ષાત્ ધર્મને સુંદર રીતે જોયા. ગર્ભના પ્રભાવથી કુંતી સર્વજ્ઞ કહેલા શ્રેષ્ઠ ધર્મને કરતી હંમેશાં યાચકોને ઇચ્છિત દાન આપતી હતી. ઘણા ગ્રહો ઉચ્ચ સ્થાનમાં હતા ત્યારે સારા લગ્નને સારા દિવસે કુંતીએ પુત્રને જન્મ આપ્યો અને ત્યારે પુષ્પની વૃષ્ટિ થઇ. રાજાએ જન્મનો ઉત્સવ કરીને સ્વપ્નમાં ધર્મને જોવાથી પુત્રનું સજજનોની સાક્ષીએ · ધર્મપુત્ર · એ પ્રમાણે નામ આપ્યું આ ( પુત્ર ) યુધ્ધમાં સ્થિર થશે. એવી આકાશવાણી થવાથી સ્રી સહિત પાંડુરાજાએ યુધિષ્ઠિર એ પ્રમાણે નામ આપ્યું.
6
9
એક વખત કુંતીએ સ્વપ્નમાં પવન અને ફલેલું વૃક્ષ જોઈને પતિની સાથે મન સંબંધી અત્યંત હર્ષ વિસ્તારવા લાગી. કુંતીએ યુધિષ્ઠિર નામે શ્રેષ્ઠ પુત્રને જન્મ આપ્યો, અને બીજા મનોહર પુત્રને જન્મ આપશે એ પ્રમાણે સાંભળીને ગાંધારી આ પ્રમાણે વિચારવા લાગી, જો કુંતીને બીજો શ્રેષ્ઠ પુત્ર થશે તો મારા પુત્રને થોડું પણ રાજ્ય થશે નહિ. મને ગર્ભ ધારણ કરતાં ઘણા દિવસો થયા. કુંતી નજીક પ્રસવવાલી દેખાય છે. શું કરશે ?
ઘણાં ઔષધોવડે ગર્ભનું પાતનાકરતાં ગાંધારીએ ત્રીસ માસ વડે પૂર્ણ શરીરવાલા પુત્રને જન્મ આપ્યો. ઘીની અંદર પુત્રને નાંખીને ( રાખીને ) છ મહિના સુધી પ્રયત્નથી પેટીમાં રહેલા ગર્ભને ગાંધારીએ વડે મોટો ર્યો. તે ( પુત્ર ) ગર્ભમાં હતો ત્યારે તેને અત્યંત દુષ્ટ યુધ્ધ, ધ્યાન આદિ થતું હતું. આથી તેનું ત્યાં દુર્યોધન એ પ્રમાણે નામ થયું. કુંતીએ દુર્યોધનથી ત્રણ પ્રહર પહેલાં શ્રેષ્ઠ પુત્રને જન્મ આપ્યો, આથી પિતા એવા રાજાએ તે વખતે તેનો જન્મોત્સવ ર્યો. પાંડુરાજાએ તેનું નામ વાયુપુત્ર એ પ્રમાણે કર્યું. અનુક્રમે ભયંકર આકૃતિવાલા એવા તેનું નામ પછી ભીમ થયું