________________
પાંચ પાંડવોએ કરેલો શ્રી શત્રુંજયનો ઉધ્ધાર અને ૨૦–કોડ સાથે મુનિગમન
૩૮૩ રાજાએ ભોગો ભોગવ્યા ત્યારે તે પત્નીઓને દરેકને એક એક મનોહર પુત્ર થયા, અંબિકાએ ધૃતરાષ્ટ્રનામના * પુત્રને અંબાલાએ પાંડુ નામના પુત્રને અંબાએ વિદુર નામના પુત્રને સારા દિવસે જન્મ આપ્યો, માતા - પિતાએ ત્રણે પુત્રોને ભણાવ્યા. અનુક્રમે તેઓ નિરંતર વિજયવાલા અને દેવગુરુને વિષ ભક્તિવાલા થયા. “ પુત્ર તે છે કે જે પિતાનો ભક્ત હોય. પિતા તે છે કે જે પુત્રને આનંદ પમાડે. મિત્ર તે છે કે જ્યાં વિશ્વાસ હોય, ભાર્યા તે છે કે જ્યાં શાંતિ હોય.”
પત્નીઓ સાથે રતિના સુખને ભોગવતા વિચિત્રવીર્ય રાજાના શરીરમાં ક્ષયરોગ ઉત્પન્ન થયો. તે રાજાનું શરીર દિવસે દિવસે ક્ષય પામે છે. તેનું શરીર જુગુપ્સા કરવા લાયક (દુર્ગન્ધા કરવા લાયક) થયું. અનુક્રમે લોક જુગુપ્સા કરે છે. સર્વે મંત્રીઓએ વિચારીને પાંડુને રાજા તરીકેર્યો. કારણ કે જેનું ભાગ્ય ઉગ્ર હોય છે. તેને રાજ્ય થાય છે. પાંડુરાજા પૃથ્વીનું ન્યાયથી રક્ષણ કરતો હતો ત્યારે સઘળી પ્રજાઓ સુખી થઈ. સેવકે અને સજજનો પણ સુખથી યુક્ત થયા.
पूजार्हः स्वगुणैरेवं, जायते मानव: खलु। यः सेवते जिनं भक्त्या, पूज्यते सोऽरिभिःसमम्॥
ખરેખર મનુષ્ય આ પ્રમાણે પોતાના ગુણવડે જ પૂજાને યોગ્ય થાય છે. જે ભક્તિવડે જિનેશ્વરની સેવા કરે છે. તે શત્રુઓવડે પણ એક સાથે પૂજાય છે.
એક વખત વસંત ઉત્સવમાં પાંડુરાજા ફલ્યાં છે વૃક્ષો જેમાં એવા બાહ્ય ઉદ્યાનમાં મનોહર એવી વનલક્ષ્મીને જોવા માટે ગયો.રાયણ – આમ્રવૃક્ષ – કેલિ – પુનાગ – શ્રીફલ વગેરે વૃક્ષો લના સમૂહવડે નમેલાં રાજાને નમસ્કાર કરે છે. આમવૃક્ષના તલિયામાં પાંડુ રાજાએ કોઈક મનુષ્યને અદ્ભુત એવા પાટિયાને વારંવાર જોતાં અકસ્માત્ જોયો. એટલામાં રાજા ત્યાં આવે છે. તેટલામાં ચક્તિ મનવાલા તે મનુષ્ય પાટિયાને ઢાંકી દીધું. રાજાએ કહ્યું કે હે ચતુરનર ! તારી પાસે શું છે તે કહે તે વખતે તે મનુષ્ય રાજાને તે પાટિયું દેખાયું. તે પાટિયામાં સ્ત્રીનું મનોહર રૂપ જોઈને મસ્તક ધુણાવતો રાજા પોતાના મનમાં આ પ્રમાણે વિચારવા લાગ્યો. અહો ! આ સ્ત્રીના સર્વ અંગનું સૌદર્ય આશ્ચર્યકારક છે. આનું લાવણ્યપણ આશ્ચર્યકારક છે. આ સ્ત્રીનો કાંતિનો સમૂહ પણ સ્વાભાવિક છે. જે મનુષ્ય આનું પાણિગ્રહણ કરે તે જ સર્વ સુર અસુરને મનુષ્યો વડે વખાણવા લાયક છે. પાંડુએ કહ્યું કે હે પુરુષોમાં મુગટ સમાન ! આ કોની પ્રતિકૃતિ છે? તેણે કહયું કે દેવનગર સરખું સૌર્યપુર છે. તે નગો અંધવૃણિ રાજા નીતિમાર્ગ વડે (પ્રજાનું) રક્ષણ કરે છે. તેને સમુદ્રવિજય વગેરે દશપુત્રો થયા. જેનાં આ નામો : -
समुद्रविजयोऽक्षोभ्यः, स्तमिति: सागरस्तथा,। દિમાનવનશૈવ, થરા: પૂરતથTI.
अभिचन्द्रो वसुदेवो, दशाहरव्या दशापि ते। 1 મુર્વિશરાનાસ્તે, શાë નક્ષ થTI.