________________
૩૭૧
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર
पापं लुम्पति दुर्गतिं दलयति व्यापादयत्यापदं, पुण्यं संचिनुते श्रियोवितनुते पुष्णाति नीरोगताम् । सौभाग्यं विदधाति पल्लवयति प्रीतिं प्रसूते यशः, स्वर्गं यच्छति निर्वृत्तिंरचयत्यचार्हतां निर्मिता ॥ १ ॥ फलं पूजाविधातुः स्यात्, सौभाग्यं जनमान्यता । ऐश्वर्यंरूपमारोग्यं, स्वर्गमोक्ष सुखान्यपि ॥ २ ॥
અરિહંતોની પૂજા કરે છે તે પાપનો નાશ કરે છે. દુર્ગતિને દળી નાંખે છે. આપત્તિનો નાશ કરે છે. પુણ્યને એકઠું કરે છે. લક્ષ્મીને વિસ્તારે છે. નીરોગીપણાનું પોષણ કરે છે. સૌભાગ્યને કરે છે. પ્રીતિને પલ્લવિત કરે છે. યશ ઉત્પન્ન કરે છે. સ્વર્ગને આપે છે. મોક્ષની રચના કરે છે ( આપે છે ) પૂજા કરનારને સૌભાગ્ય – લોકમાન્યપણું – ઐશ્ર્વર્ય રૂપ – આરોગ્ય – સ્વર્ગ ને મોક્ષના સુખરૂપી ફલ થાય .
આ પ્રમાણે રૈવતતીર્થનું મોક્ષના સુખને આપનારું માહાત્મ્ય સાંભળીને શ્રી નેમિનાથ જિનેશ્વરને નમસ્કાર કરી તે વખતે તે બન્નેને કહયું કે – અહીં આપે જે તીર્થનું માહાત્મ્ય કહયું તે સાચું છે. તમે પુણ્યવાન છે. કારણકે દેવની લાંબાકાળ સુધી સેવામાં તત્પર છે. બીજાં તીર્થોમાં ગામે ગામે ને નગરે નગરે જિનેશ્વરોને નમસ્કાર કરતાં પ્રથમ તીર્થંકરને નમસ્કાર કરવા માટે અમે અહીં આવ્યા છીએ ક્હયું છે કે : -
"
जिनं पूजयतां ध्यानं कुर्वतामर्हतः सताम् । નમતાં તત્ત્વતાંનીવ – રક્ષાં મુક્ત્તિસુવું ભવેત્ાશા
શ્રી જિનેશ્વરની પૂજા કરતાં, અરિહંતોનું ધ્યાન કરતાં, સત્પુરુષોને નમસ્કાર કરતાં અને જીવોની રક્ષા કરનારાઓને મોક્ષનું સુખ થાય. આ પ્રમાણે ક્હીને તે બન્ને સાધુ ગયા ત્યારે શાન્તનુ રાજા વિચારવા લાગ્યો કે ક્યારે હું રૈવતઉપર જિનેશ્વરની પૂજા કરું ? આ પ્રમાણે શાન્તનુ રાજા વિચાર કરતા હતા ત્યારે અકસ્માત્ સૈન્ય આવ્યું, અને હર્ષથી શાન્તનુ રાજાનાં ચરણોને નમ્યું. તે વખતે યાચક લોકો મોટેથી ય ય શબ્દ બોલતા હતા અને સેવકો પ્રભુનાં – સ્વામીનાં બે ચરણોને નમસ્કાર કરવા લાગ્યા. તે પછી રાજાએ તેઓને આગમનનું વૃત્તાંત ીને પ્રિયા સહિત હાથી પર ચડેલો પોતાના નગરમાં આવ્યો. કેટલોક કાળ ગયો ત્યારે શાન્તનુ રાજાની ગંગા સ્રીએ ઉત્તમ સ્વપ્નથી સૂચિત શ્રેષ્ઠરૂપવાલા પુત્રને જન્મ આપ્યો. પિતાએ જન્મોત્સવ કરીને તેનું ગાંગેય એ પ્રમાણે નામ આપ્યું અનુક્રમે કાંતિવડે તે સૂર્ય સરખો થયો. જેથી યું છે કે : -