________________
શ્રી શત્રુંજય સંબંધી દ્વિપ્રહર રામ બાણની ક્યા
पूजा जिणिंदे सुरूईवएसु - जत्तोअ सामाईअ पोसहेसु। दाणं सुपत्ते सवणं सुतित्थे, सुसाहुसेवा सिवलोयमग्गो॥१॥ जिणाणं पूयजत्ताए, साहूणं पज्जुवासणे।
आवस्सयम्मि सज्झाए, उज्जमेह दिने दिने॥२॥ धर्म सम्बलत: स्वर्गः, श्वभ्रं पापफलाद् भवेत्। सुखं दुःखं, विदित्वा च, यदिष्टं तत् समाचरेत् ॥३॥ धर्मात् सम्बलतो नृदेवखचरव्यालेन्द्रसौख्यं भवेदत्रामुत्रच चन्द्रनिर्मलयश: पूजादिकं प्रत्यहम्। पापेनैव च दुःखदुर्गतिभवं, श्वभ्रादिकं दुस्सहं, निन्दाकीर्तिगणं तदेव कुरूतां भ्रातर्यदिष्टं तव॥४॥
જિનેશ્વરને વિષે પૂજા – વ્રતોને વિષે ઉત્તમ અચિ – સામાયિક અને પૌષધમાં યત્ન – સુપાત્રમાંદાન – ઉત્તમતીર્થમાં શ્રવણ, સુસાધુઓની સેવા એ (કાર્યો)મોક્ષલોક્કો માર્ગ છે. જિનેશ્વરની પૂજા અને યાત્રામાં – સાધુની સેવામાં આવશ્યકમને સ્વાધ્યાયમાં દિવસે દિવસે ઉદ્યમ કરવો જોઇએ. ધર્મરૂપી ભાથાથી સ્વર્ગ અને પાપના ફલથી નરક થાય. સુખ કે દુ:ખ જાણીને જે ઈષ્ટ હોય તે આચરવું જોઈએ. ધર્મરૂપી ભાથાથી – રાજા –દેવેન્દ્ર – વિદ્યાધરેન્દ્ર ને નાગેન્દ્રનું સુખ થાય. અને પરલોકમાં ચંદ્ર સરખો નિર્મલ યશ – ને પૂજા વગેરે હંમેશાં થાય અને પાપ વડે નિચ્ચે દુ:ખ અને દુર્ગતિમાં ઉત્પન્ન થયેલ નરકાદિ દુસ્સહ (દુ:ખ) થાય. નિદા અને અપકીર્તિનો સમૂહ થાય. હે ભાઈ ! તને જે ઈષ્ટ હોય તે કર..આ પ્રમાણે ધર્મ સાંભળી રામે પૂછ્યું કે હે ભગવંત! મેં શું સુકત ક્યું હતું? તેથી શરુઆતમાં દુ:ખ અને પછી સુખ થયું. ગુરુએ કહ્યું કે –
લ્યાણપુરમાં દુઃખી એવો ભીમનામે વણિક હતો. તે સ્ત્રી સહિત દુ:ખથી પોતાનું પેટ ભરતો હતો. રોહણ ગિરિમાં મનુષ્યો રત્નોનો રાશિ મેળવે છે એ પ્રમાણે સાંભળીને રત્નો મેળવવાની ઇચ્છાથી તે ત્યાં ગયો. જ્યાં જ્યાં રનો લેવા માટે તે પૃથ્વીતલને ખોદે છે ત્યાં ત્યાં પાપના ઉદયથી પથ્થરના ટુકડા નીકળે છે. તે પછી પૃથ્વીતલ ઉપર ભ્રમણ કરતાં વીસ દમ ઉપાર્જન કરીને તે વણિકે ભાથા માટે સાથવો લીધો. બધા સાથવાને ભીનો કરીને તેણે તેના દશ પિંડ ક્ય. તે વખતે ભિક્ષા માટે બે સાધુઓ આવ્યા. તે વણિકે ઊભા થઈને સાથવાના પાંચ પિંડ હર્ષના સમૂહથી ભરાયેલા એવા તેણે આપ્યા. તે પછી બાકીના સાથવાઓને ખાઈને અનુક્રમે ચાલતાં કોઈની પાસે દ્રવ્ય જોઈને તેને મારવાની ઈચ્છાવાલો થયો. ક્ષણવાર પછી વણિક વિચારવા લાગ્યા કે મેં ફોગટ પૈસાદારને મારવાની ઈચ્છા કરી. આથી દુષ્ટ મનવાલા મને ધિકાર હો. તે પછી ઘરે જઈને તે વણિક આંબા – જાંબુ ને જંબીર વગેરે મુખ્ય ફલોવડે આજીવિકા કરતો હતો. એક વખત તે વણિકે અગણિત આંબાનાં ફળ (કેરી) પ્રભુની આગળ ભેટ કરીને તેમની આગળ અનુમોદના કરવા લાગ્યો. અનુક્રમે આયુષ્યના ક્ષયે ભીમ મરીને તું રામ થયો. પૂર્વભવમાં સાધુને સાથવાના પાંચ પિંડ આપ્યા હતા. તેમજ એક વખત આંબાનાં ફલને (કેરીને) ગણ્યા વિના તે પૂર્વભવમાં પ્રભુની આગળ ભેટ ર્યા હતાં. તે પુણ્યથી શરૂઆતમાં