________________
૩૫૮
શ્રી શત્રુંજય-કલ્પવૃતિ–ભાષાંતર
વનમાં પારધી દેખાતો નથી. અને અંગમાં બાણ દેખાતું નથી. માટે હેશ્વર ! હું તમને પૂછું છું કે આનાં પ્રાણ hી રીતે ગયા ?
ક્વરે કહયું કે:
जल थोडं नेह घणो, कीधी ताणाताणी; ईसर भणइं पाखती, इणि गुणि गिया पराण.
પાણી થોડું છે અને સ્નેહ ઘણો છે. તે બન્નેએ ખેંચતાણ કરી. શ્વર ક્યું છે કે હે પાર્વતી ! તે કારણે તેનાં પ્રાણો ગયા. આ પ્રમાણે કથન કહીને વારવા છતાં પણ મૃગી તે વખતે પતિની સાથે દીનતા રહિત મનવાલી તે વધસ્થાને ગઈ – રાજાની આગળ હરિણીએ કહ્યું કે પતિની પહેલાં મને જલદી મારો, મૃગે કહયું કે પ્રિયાની પહેલાં મને યમમંદિરમાં મોક્લો. મને પ્રિયાનો સ્નેહ અત્યંત છે. કહ્યું છે કે : -
भट्टेडी गोरेडी - तक्खणि दुन्नि कयाई। नीसासे सर सोसिउं - रोयंती भरियाई॥
ધણી અને સ્ત્રી બને તે જ વખતે એવાં ગયાં કે નિસાસાથી સરોવરને સદ્દી દઈને રોતાં રોતાં (સરોવરને) ભરી દીધાં. આ સાંભળીને રાજાએ કહયું કે તમે બને પોતાના ઘેર જાવ. હવે પછી મારે કોઈ હરણને કોઈ કાણે માવો નહિ. તમે બન્ને ઈચ્છા મુજબ પાણી પીઓ અને હંમેશાં ઇચ્છા મુજબ ઘાસ ખાઓ. હું લોકસહિત કોઈ પણ ઠેકાણે કોઈ પણ મૃગને કે મૃગીને મારીશ નહિ. હરિણીની જેમ તારાવડે હું સ્વામીભાવને દઢપણે પમાડાયો છું. હમણાં તું પ્રાણવલ્મ પતિ એવા મને કેમ મારે છે?
કહ્યું છે કે પતિ મરી જાય ત્યારે કોઈ કાણે જે સ્ત્રી વૈધવ્યનું પાલન કરે છે. તે ફરીથી પતિને મેળવીને સ્વર્ગના ભોગો ભોગવે છે. આ પ્રમાણે તેનું વચન સાંભળીને તેણીને ઘણો એહ થયો અને કહ્યું કે મૃત્યુના ભયથી તમારે અહીં રહેવું ઉચિત નથી. મારો પિતા દુષ્ટ છે. તેથી કરીને દૂર જવું જોઈએ. તે પછી રામે કહ્યું કે પત્ની અનુરાગી થાય છે તે શ્રેષ્ઠ છે. હયું છે કે :
रक्ता हरन्ति सर्वस्वं - प्राणानपि विरागतः। अहो रागविरागाभ्यां - कष्टं कष्टेन योषितः॥१॥
રાગવાલી સ્ત્રી સર્વધનને હરણ કરે છે અને વિરાગથી તે પ્રાણોને પણ હરણ કરે છે. આશ્ચર્ય છે કે સ્ત્રીઓ રાગ અને વિરાગવડે અત્યંત કષ્ટકારી છે. ધણી સૂઈ ગયો ત્યારે માતાએ આવીને કહયું કે શું પતિને માર્યો? પુત્રીએ