________________
૩૫૬
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર
સીદરિયાઈ ન છી- ટવ રદ વાયા પુરિસારું (T) कन्नह कुण्डल रयणमय - अंजणं होइ नयनाई॥
સાહસિકને લક્ષ્મી થાય છે. કાયર પુરુષોને લક્ષ્મી થતી નથી. કાનને રત્નમય કુંડલ થાય છે. નેત્રોને અંજન થાય છે. તું મને રત્ન આપ એ પ્રમાણે બ્રાહ્મણે કહ્યું ત્યારે સમુદ્દે પાંચ રત્નો આપી આ પ્રમાણે હયું. હે બ્રાહ્મણ ! તારી પાસે રત્નો કષ્ટપૂર્વક રહેશે. બ્રાહ્મણે કહયું કે હે સમુદ્ર ! મારી પાસે રત્નો કઈ રીતે રહેશે? સમુદ્ર કહયું કે ડાબા ને જમણા બે માર્ગ છે. ડાબા માર્ગે અટવીની અંદર જિલ્લો છે. તેઓ મુસાફર પાસેથી સૈન્ય આદિવડે સર્વધન લૂટે છે. ત્યાં કાગડાઓ જતાં એવા શ્રીમંત ને જણાવે છે. હું જમણે માર્ગે જઈશ એ પ્રમાણે હીને ભયભીત એવો બ્રાહ્મણ સાથળ ચીરીને ગુપ્તપણે રત્નો નાંખ્યાં. ત્યાંથી ચાલતો મોહ પામેલો બ્રાહ્મણ ડાબા માર્ગે ગયો ત્યારે તેના મસ્તક્તી ઉપર કાગડાઓ કોલાહલ કરવા લાગ્યા. રામે વિચાર્યું કે હમણાં મારું અત્યંત દુર્ભાગ્ય છે. કારણકે સમુદ્રદેવે નિષિદ્ધ કરેલા માર્ગમાં હું આવ્યો. જ્હયું છે કે : -
अघटितघटितानि घटयति - सुघटितघटितानि जर्जरीकुरूते। विधिरेव तानि घटयति - यानि पुमान् नैव चिन्तयति॥
વિધાતા ન ઘટી શકે એવાની ઘટના કરે છે. સારી રીતે ઘટી શકે એવાને જીર્ણ કરે છે. વિધાતા નિષ્ણે તે ઘટનાઓ કરે છે કે જેઓને પુરુષ ચિતવતો જ નથી. આ પ્રમાણે તે વિચારતો હતો ત્યારે પલ્લીપતિના સેવકો તેને બલાત્કારે પકડીને જલદી પલ્લીપતિની પાસે લઈ ગયા. પલ્લીપતિએ કહ્યું કે હે જમાઈ! તમે હમણાં ક્યાંથી આવ્યા છો? સાહસી એવા તેણે હયું કે હું નિષ્ણે સમુદ્રના ક્વિારેથી આવ્યો છું. પલ્લીપતિ એ હયું કે તમારા આગમનથી મારું ઘર પવિત્ર થયું. તું અહી સુખપૂર્વક રહે. હું ભોજનને વસ્ત્ર આપીઢ. મારી એક સુંદર પુત્રી છે, તેને તું હમણાં પરણ, તે પછી પસ્લિપતિએ કપટથી તેને પુત્રી આપી. તે પછી અંગને વિષે અંગમર્દક પાસે મર્દન કરાવીને પલિપતિએ તે વખતે તેની પાસે પાંચ રત્નો જાણ્યાં. તે પછી પુત્રી પાસે શ્રેષ્ઠ ભોજન અપાવીને પલ્લિપતિ – તેને હણીને પાંચ રત્નો લેવા માટે ઈચ્છે છે. તે પછી પલ્લિપતિની પુત્રીએ પોતાના પતિને જમાતી એવી તેણીએ વચ્ચે રત્નની પ્રાપ્તિ માટે ગુપ્તપણે ઊંઘ આવે એવી મદિરો આપી. પલ્લિપતિની પુત્રીએ શ્રેષ્ઠ પલંગમાં સુવરવેલા અને સુઈ ગયેલા તેના બે હાથ અને પગને ગુપ્તપણે પલંગના પાયામાં ચોકકસ બાંધ્યા. ધણીને હણવા માટે અધમ પ્રિયા જેટલામાં ગળામાં ફાંસો આપે છે. તેટલામાં ઊભા થઈને રામે મધુરવાણીવડે પ્રિયાને યું. @યું છે કે:- મધુર – નિપુણ – થોડું – કાર્યને પામેલું – ગર્વ વગરનું – તુચ્છ ન હોય એવું – પહેલાં બુધ્ધિથી સંકલિત કરેલું જે ધર્મયુક્ત (છે તેને ) કહે છે. હે પ્રિયા ! પ્રાણવલ્થ પતિ એવા મને તું કેમ હણે છે? સ્ત્રી પતિની હત્યાથી નરકમાં પડનાર થાય છે. એમાં સંપાય નથી. @યું છે કે જે સ્ત્રી પોતાના પતિને હણે છે. પોતાનું શીલ ણે છે તે તિર્યંચગતિ અથવા નરકગતિમાં ઉત્પન્ન થાય છે. તેમાં સંશય નથી.
પતિના આદેશમાં સંશય કરતી સ્ત્રી, સ્વામીના આદેશમાં સંપાય કરનારો સેવક, ગુરુના આદેશમાં સંશય કરનારા