________________
૩૫૦
શ્રી શત્રુંજય-લ્યવૃત્તિ-ભાષાંતર ઉધ્ધાર કરાવે છે. ક્ષીણ થયાં છે કર્મ જેનાં એવા તેઓ મોલમાં જાય છે. આ પ્રમાણે સાંભળી ચંદ્રરાજા શ્રી શત્રુંજ્ય ગિરિઉપર જઈ શ્રી ઋષભદેવ પ્રભુની પૂજા કરી વ્રજ વગેરે કાર્ય કરે છેબોતેર દેવ મંદિરે (દેરીઓ) સહિત જિનમંદિર કાવીને રાજાએ શ્રી ઋષભદેવ પ્રભુના બિંબની સ્થાપના કરી, તે પછી ચંદ્રરાજાએ હર્ષવડે દીક્ષા લઇ અનુક્રમે સર્વકર્મનો ક્ષય કરી શ્રી શત્રુંજ્યઉપર મુક્તિપુરીમાં ગયા.
ધર્મપુરી નગરીમાં ન્યાયનું એક મંદિર જેવો ધનરાજા પૃથ્વીનાં લોકોનું તેવી રીતે પાલન કરતો હતો કે જેથી લોકો સુખી હતા. શત્રુનું સૈન્ય આવ્યું ત્યારે રાજાએ તેજ વખતે બખ્તર ધારણ કરી નીકળી ભુજાના પરાક્રમવડે સઘળા શત્રુઓને વશ ક્ય. બીજાઓએ પણ ધર્મ સૂરીશ્વરની પાસે જિનેશ્વરે હેલો ધર્મ સાંભલ્યો. રાજાએ પણ મોક્ષ સુખને આપનાએ ધર્મભક્તિવડે સાંભલ્યો. હંમેશાં જ્ઞાન -ધ્યાન-તપઅને બલવડે આત્માનું રક્ષણ કરવું જોઇએ. આ પ્રમાદી જીવનું શીલરૂપી રત્ન લૂંટાય છે. નેહમય જાળને છેદીને-મોહરૂપી મહાબંધનને ભેદીને ઉત્તમચારિત્રથીયુક્ત સૂર પુરુષો મોક્ષમાર્ગમાં રહેલા હોય છે. મોહનીય કર્મવડે સઘળું જગત મૂંઝાયેલું છે. મહાબુધ્ધિશાળી ધન્ય પુરુષો મોહને દૂર કરીને તપ કરે છે. મોહનું માહાગ્યે આશ્ચર્યકારક છે જે વિદ્વાન મનુષ્યો છે. તેઓ પણ સંસારમાં ક્રીડામાં તત્પર બની કામ માટે મૂંઝાય છે. જેઓ શ્રી શત્રુંજયગિરિ ઉપર આવીને જિનેશ્વરોની પૂજા કરે છે. તેઓનો – જન્મ - જીવતર અને ધન સફલ થાય છે. જે મનુષ્ય શ્રી શત્રુંજયગિરિઉપર જિનમંદિર રાવે છે. તેઓની હથેળીમાં સ્વર્ગ અને મોક્ષનાં સુખ થાય છે.
पूजार्हतां गुरौ भक्ति: श्रीशत्रुञ्जयसेवनम्। चतुर्विधस्य संघस्य, सङ्गम : सुकृतैर्भवेत्॥
અરિહંતોની પૂજા – ગુને વિષે ભક્તિ – શ્રી શત્રુંજ્યતીર્થનું સેવન અને ચતુર્વિધ સંઘનો મેલાપ પુન્યવડે થાય છે. આ પ્રમાણે સાંભળી ધનરાજાએ કુમ કુમ પત્રિકા મોક્લીને શ્રી શત્રુંજયગિરિ ઉપર જવા માટે સંઘને બોલાવ્યો. ઘણાં સુવર્ણનાં જિનમંદિરે કરાવી તેઓમાં શ્રેષ્ઠ દિવસે જિનેશ્વરોની સ્થાપન કરીને રાજા ચાલ્યો. દરેક ગામમાં –નગરમાં - નગરીમાં સ્નાત્ર પૂજા અને ધ્વજ આદિ કાર્યો કરતો અને કરાવતો રાજા શ્રી શત્રુંજ્યતીર્થઉપર ગયો. ત્યાં મુખ્ય જિનમંદિરમાં સ્નાત્ર પૂજાને ધ્વજ આદિ કાર્ય પોતે કરતા રાજાએ લોકોને બોલાવ્યા. ધનનો વ્યય કરી મુખ્ય જિનમંદિરમાં તીર્થોદ્ધાર કરી રાજાએ ખાત્રપૂજા આદિ કાર્યો ક્ય. મરુદેવાના શિખર ઉપર શ્રી અજિતનાથ જિનેશ્વરનો પ્રાસાદ કરાવીને અનુક્રમે તેમનું બિંબ સ્થાપન ક્યું.
એક વખત શ્રી સંભવનાથ જિનેશ્વરનો પ્રાસાદ કરાવીને તેમાં રાજાએ તે પ્રભુનું બિંબ સ્થાપન ક્યું અનુક્રમે વ્રત લઈ. સર્વશુભાશુભ કર્મનો ક્ષય કરીને નિર્મલ મનવાલો રાજા મોક્ષનગરમાં ગયો.
અસંખ્ય ઉધારોની કથા સંપૂર્ણ