SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર કાદવથી કેમ શુઘ્ધ થાય ? આ વગેરે યુક્તિ યુક્ત વચનવડે સુદર્શનની સાથે શુક નિસ્તર થયો. જેથી તે મૌન કરવા લાગ્યો. તે પછી આચાર્ય ભગવંતે ધર્મમય વાક્યોથી અનુક્રમે તેનું મિથ્યાત્વરૂપી ઝેર તેવી રીતે ઉતાર્યું કે જેથી તે કે શિષ્ય સહિત વ્રત ગ્રહણ કર્યું. જૈનશાસ્ત્રોને ભણીને ગુરુ પાસે આચાર્યપદ પામીને બુધ્ધિશાળી શકાચાર્યે ઘણાં ભવ્ય પ્રાણીઓપાસે ધર્મ ગ્રહણ કરાવ્યો. ઘણા ભવ્યજીવોને મોક્ષ આપનાર એવા જૈનધર્મમાં પ્રતિબોધ પમાડી પોતાનું મૃત્યુ જાણીને થાવચ્ચાપુત્ર શ્રી સિધ્ધગિરિ ઉપર ગયા. ૩૪૬ સંસારથી ભય પામતા એવા થાવચ્ચાપુત્ર ગુરુએ સર્વજીવોને ખમાવીને તે વખતે અનશન સ્વીકારીને મહિનાના અંતે કેવલજ્ઞાન પામી થાવચ્ચાપુત્ર પરિવાર સહિત કર્મનો ક્ષય થવાથી મોક્ષમાં ગયા. આ તરફ શુક ગુરુ પૃથ્વી ઉપર ઘણા જીવોને પ્રતિબોધ કરતાં શીલકરાજાએ પાલન કરેલા શીલક નામના નગરમાં આવ્યા. આ બાજુ શુકસૂરિએ ત્યાં શીલકરાજાને પ્રતિબોધ કરી પાંચસો મંત્રી સહિત સારા ઉત્સવપૂર્વક દીક્ષા આપી. બાર અંગોભણી શ્રેષ્ઠબુધ્ધિવાલા શીલકાચાર્ય સૂરિપદ પામી ઘણા ભવ્યજીવોને પ્રતિબોધ પમાડયો. શુકાચાર્ય પણ ઘણા ભવ્યજીવોને પ્રતિબોધ કરતાં આદરથી શ્રી શત્રુંજયગિરિ ઉપર જઇને કેવલજ્ઞાન પામ્યા. મહિનાના અંતે જેમાસની પૂનમના દિવસે હજાર સાધુઓ વડે સેવાયેલા સર્વકર્મનો ક્ષય કરી તે સિધ્ધક્ષેત્ર ને પામ્યા. આ બાજુ શીલકસૂરિ રોગથી વ્યાપ્ત છે શરીર જેનું એવા અનુક્રમે દેવનગર સરખા શીલકપુરમાં આવ્યા. પિતાને બાહ્ય ઉદ્યાનમાં આવેલા જાણીને મંડુકરાજાએ ત્યાં જઈને જલદી ધર્મદેશના સાંભળી नास्ति कामसमो व्याधि - र्नास्ति मोहसमोरिपु । नास्ति क्रोधसमो वहिन - र्नास्ति ज्ञानसमं सुखम् ॥ कषायविषयार्त्तानां, देहिनां नास्ति निवृत्ति: । तेषांच विरमे सौख्यं जायते परमाद्भुतम् ॥ धर्मं करोति यो नित्यं, सम्पूज्यस्त्रिदशेश्वरैः । लक्ष्मीस्तं स्वयमायाति, भुवनत्रयसंस्थिता । वैराग्यसारं भज सर्वकालं, निर्ग्रथसङ्ग कुरूमुक्तिबीजम् । विमुञ्चसगं कुजनेषुमित्र ! देवार्चनं त्वं कुरू वीतरागे ॥ કામસમાન કોઇ વ્યાધિ નથી. મોહસમાન કોઇ શત્રુ નથી. ક્રોધ સરખો કોઇ અગ્નિ નથી. જ્ઞાન સરખું સુખ નથી. ક્યાય અને વિષયથી પીડાપામેલાં પ્રાણીઓને શાંતિ નથી અને તેનો વિરામ થાય ત્યારે પરમ અદ્ભુત સુખ થાય છે. જિનેશ્વરોની પૂજા કરીને જે હંમેશાં ધર્મ કરે છે. તે દેવેન્દ્રોવડે પૂજાય છે અને ત્રણ ભુવનમાં રહેલી લક્ષ્મી પોતાની જાતે તેની પાસે આવે છે તું વૈરાગ્યના સારને સેવ, અને હંમેશાં મુક્તિબીજરૂપ – નિગ્રંથોના સંગને કર. હે મિત્ર ! ખરાબ જનને વિષે સોબતને છોડી દે. અને તું વીતરાગની દેવ પૂજા કર. દેશનાના અંતે રાજાએ ગુરુ પાસે શ્રાવકધર્મને લઇને પૂછ્યું કે હે ગુરુ ભગવંત ! તમને આવા પ્રકારનો રોગ કેમ દેખાય છે ? ( તેની ) કાંઇક ચિત્સિા કરાય જેથી રોગરહિતપણું થાય કારણ કે મોક્ષના સુખને આપનાર ધર્મ દેહવડે કરાય છે.
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy