________________
૩૩૮
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર
માર્યા.
હવે કૃષ્ણ ઊભા થઈને કહયું કે હું કોના બાણવડે હણાયો? વૃક્ષના આંતરડામાં રહેલા જરાકુમારે કૃષ્ણનું વચન જાણ્યું. (પછી ત્યાં) આવીને ભાઈના બે ચરણોમાં નમસ્કાર કરીને જરાકુમારે કહયું કે હમણાં પાપી એવા મારાવડે હરણની બુદ્ધિથી તમે હણાયા. તમારા મરણના ભયથી હું બારવર્ષસુધી દૂર દેશમાં રહો આજે દુર્ગતિના હેતુ માટે પાપી એવા મારવડે તમે હણાયાકૃષ્ણ કહયું કે કોઈ ક્યારે પણ કર્મથી છૂટતું નથી. હું જરાપુત્ર ! તું હમણાં જલદી દૂર જા. પાણીને માટે ગયેલા બળદેવ અહીં આવેલા તારાવડે હણાયેલા મને જો જાણશે તો હે ભાઈ! તે તને એક્રમ મારી નાંખશે. તે પછી જરાકુમાર કૃષ્ણને ખમાવીને એકદમ ચાલ્યો, તેટલામાં કૃણ મરણ પામ્યા અને ત્રીજી નરકમાં
ગયા.
એક સાતમી નરકમાં, પાંચ છઠ્ઠી નરકમાં, એક ચોથી નરકમાં, એક પાંચમી નરકમાં અને કૃષ્ણ ત્રીજી નરકમાં ગયા. હુયું છે કે:
ब्रह्मा येन कुलालवनियमितो, ब्रह्माण्ड भाण्डोदरे; रूद्रो येन कपालपाणिपुटके, भिक्षाटनं कारितः; विष्णु फैन दशावतारगहने, क्षिप्तो महासंकटे; सुर्यो भ्राम्यति नित्यमेव गगने, तस्मै नमः कर्मणे॥१॥
જે કર્મવડે બ્રહ્મા બ્રહ્માંડપી પાત્રની અંદર કુંભારની જેમ જોડાયો છે. જે કર્મવડે હાથમાં રહેલી ખોપરીની અંદર રુદ્ધ ભિક્ષાટન કરાવાયા. જે કર્મવડે વિષ્ણુ દશઅવતાર વડે ગહન – મહાસંકટમાં નંખાયા અને સૂર્ય હંમેશાં આકાશમાં ભમ્યા કરે છે, તે કર્મને નમસ્કાર થાઓ.
આ બાજુ બળદેવ પાણી લઈને આવ્યા. ભાઈને સૂતેલા જાણીને બોલ્યા કે હે ભાઇ ! ઊભા થઈને આ શ્રેષ્ઠ જલ પીઓ. નહિ બોલતાં એવા કૃષ્ણને સ્નેહથી હલાવતાં ભાઈ બલદેવે ભાઈને મરેલો જાણી મૂચ્છ પામ્યા, ને રોવા લાગ્યા. તે વખતે બલદેવે ભાઈના ઘાત કરનારને ચારે તરફ નહિ જોતાં, ઘણાં સિંહનાદ કર્યા ને નિરંતર ઘણાં જીવોને ત્રાસ પમાડ્યો. સ્નેહથી કૃષ્ણને ખભાપર કરીને વનમાં સ્થાને સ્થાને ફરતાં કૃષ્ણને પૃથ્વી પર મૂકીને તેને વારંવાર વચનોવડે બોલાવવા લાગ્યો. જયારે બળદેવ કૃષ્ણને મરેલો માનતા નથી ત્યારે દેવોએ આવીને પથ્થરઉપર કમલનું આરોપણ કર્યું, રેતીને પીલીને તેલ કાઢતાં વારંવાર યુક્તિઓ અને હેતુઓવડે કૃષ્ણ મરી ગયા છે તેમ બળદેવને સમજાવ્યું.
છ માસ ગયા ત્યારે બળદેવે કૃષ્ણને મરી ગયેલા જાણીને અગ્નિસંસ્કાર ર્યો અને તેનાં હાડકાં પાણીમાં નાંખ્યાં. બલદેવ શ્રી નેમિનાથ પાસે દીક્ષા લઇ તંગિકાપર્વતના શિખરઉપર ધ્યાનમાં તત્પર રહયા.
એક વખત પારણાને માટે નગરમાં જતાં નજીકના કૂવામાં પોતાના રૂપથી મોહપામેલી સ્ત્રીઓ ઘડાની બુદ્ધિથી