________________
૩ર૬
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર
ચ - ચાસપક્ષી – બગલો – ચક્લો – ચક્લી
दात्यूहश्च बकोटश्च, कुररः शारिकस्तथा, જલકાગડો - બગલો, કુરરનામે પક્ષી – પોપટ
पारापतः शकुन्तश्च, गुज्जलो विषसूचकः॥६०४॥ કબૂતર – ચાસપક્ષી, વિષસૂચક ગુંજારવકરતું પક્ષી,
तित्तिरं-कुम्भकारच, हारीतो मरूलस्तथा। તેતર – રાની કુકડો , એક પક્ષી વિશેષ (લીલા - પીળા રંગનું) તથા કારડ પક્ષી વગેરે ઘણાં પશુઓ હમણાં ભેગાં કરેલાં છે.
પોત પોતાને છોડાવવા માટે આ પશુઓને બોલતાં જાણીને નેમિએ કહયું કે હે સારથિ ! તું રથને જલ્દી પાછો વાળ. આ બંધુવર્ગના સ્નેહડે અને વિષયવડે મારે સયું, મોક્ષરૂપી ઘરમાં પ્રયાણ કરનારને જીવહિંસા બંધન કહયું છે. બાંધેલાં સર્વપશુઓને સારથિપાસે (વડે) છોડાવીને નેમિએ સારથિવડે એકદમ પોતાના રથને પાછો વળાવ્યો. તે વખતે પાછા ફેરવેલા રથવાલા નેમિને જોઇને યદુઓમાં ઉત્તમએવા સમુદ્રવિજયરાજા – શિવાદેવી માતા અને બધીગોપીઓ કહેવા લાગી કે હે સ્વચ્છ પુત્ર ! તું હમણાં રથને પાછો ન વાળ. વહુને પરણીને જલ્દી અમને હર્ષિત
કરે.
નેમિએ કહયું કે પશુઓના વધમાં દુર્ગતિ થાય છે. આથી મારાવડે કન્યાનું પાણિગ્રહણ કરવા યોગ્ય નથી. સમુદ્રવિજયે કહ્યું કે તું અમારા મનોરથોને પૂર. જિનોમાં ઉત્તમ એવા ઋષભદેવ વગેરે તીર્થકરો વિવાહ કરીને મુક્તિ પામ્યા છે. બ્રહ્મચારી એવા હે કુમાર!તમને તેથી પણ ઊંચુ સ્થાન થવાનું છે? (જવાબમાં ના) તેથી રાજીમતિનું પાણીગ્રહણ જલદી કરો. નેમિએ કહયું કે એક કન્યાનું ગ્રહણ કરવામાં અનેક પ્રાણીઓનો વધ થાય છે. તેથી તમારે તે વાત કહેવી નહિ. તે વખતે શિવાદેવીએ કહયું કે માતૃવત્સલ વત્સ ! હું તારી પાસે કાંઈક પ્રથમ પ્રાર્થના કરું છું. તું પાણિગ્રહણ કરીને પોતાની વહુનું મુખ મને બતાવ. (1)
ચદાનનાએ કહયું કે:- કાનમાં રસાયણ સરખા માતાના વચનના પ્રતિવચનને તું સાંભળ. ભિન્ન એવા લોકમાં તીર્થકરોએ પણ માતાને ઘણી માની છે. રાજીમતિએ કહયું કે – હે ધુતારા ! બધા સિધ્ધોવડે ભોગવાયેલી મુક્તિરૂપી ગણિકામાં જો તું રાગી થયો છે તો શા માટે પરણવાના આભવડે મને પીડા પમાડી? સખીઓવડે કહેવાયું કે :- હે પ્રિયસખી ! પ્રેમ વગરના એવા આને વિષે શા માટે પ્રિયભાવ કરે છે? પ્રેમમાં તત્પર એવો કોઇ બીજો વર અમે તારે માટે કરીશું.
રાજીમતિએ બે કાન ઢાંકીને આ પ્રમાણે કહયું કે હે સખિ! તું પણ મારી આગળ અહીં આ ન સાંભળવા