________________
૩૨૪
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર
બગલા બંધાતા નથી. માટે મૌન સર્વ અર્થને સાધનારું છે. નેમિએ મૌન ધારણ કર્યું ત્યારે સત્યભામાં બોલી કે આ દિયર નેમિનાથે પાણિગ્રહણ કબૂલ્યું છે. તે વખતે બધી ગોપીઓ બોલી કે આ ઘણું સારું થયું. કારણકે ( હવે ) આ દિયર પાણિગ્રહણ કરશે. મેં એ માન્યું ન હતું. જો એ પ્રમાણે હું કહું તો તો આ સ્ત્રીઓવડે હેવાશે કે આ દિયર જૂહા બોલા છે. આ પ્રમાણે કુમારવડે મૌન કરાયું ત્યારે કૃષ્ણ નેમિનાથને હાથી પર ચઢાવીને પ્રિયા સહિત ઘેર આવ્યો. નેમિના માતા-પિતા પાસે જઈને કૃણે કહયું કે મારા વચનના ક્લથી નેમિએ કન્યાનું પાણિગ્રહણ માન્યું છે.
(મારી પ્રિયાનાં વચનોને) આ શ્લોક મૂલમાંથી જ મલ્યો નથી માટે અધૂરો છે.
સમુદ્રવિજયરાજા અને શિવાદેવીમાતાએ કૃષ્ણને કહયું કે શ્રેષ્ઠન્યાની તપાસ કરીને જલદી આનેમિનું પાણિગ્રહણ કરાવીએ. ભામાએ કહયું કે મારી બહેન રાજીમતિ ન્યા છે. તે ખરેખર રૂપલાવણ્યની સંપત્તિવડે નેમિને યોગ્ય છે શિવાદેવીના ઈતિને જાણીને જ્યારે કૃષ્ણ ઉગ્રસેન રાજાના ઘરે ગયો ત્યારે તેના વડે આસન આપવાથી તે સત્કાર કરાયો.
કૃષ્ણ કહયું કે તમારીરાજીમતિ પુત્રી છે. તેનો વિવાહ નેમિકુમાર સાથે કરીએ. ઉગ્રસેન રાજાએ કહ્યું કે આ ઘર વગેરે બધું તમારું જ છે. (તેથી) હે કૃષ્ણ ! મને શા માટે પૂછો છો ? જેમ ઠીક લાગે તેમ કરો. તે પછી કૃષ્ણ એક્કમ નિમિનિયાને બોલાવીને નજીકમાં શ્રાવણ સુદ – ૬ ને દિન લગ્ન લીધું. તે પછી યદુઓના ઘરને વિષે મધુર એવા ધવલના શબ્દોવડે ગાતી એવી સ્ત્રીઓને સાંભળીને લોકો સાંભળવા માટે આવ્યા. કૃષ્ણ વિવાહના નજીકના દિવસે દ્વારિકા નગરીમાં દરેક દુકાને અને દરેકે દરવાજે તોરણની શ્રેણી કરાવી. કૃષ્ણવડે સર્વ સજજનો શણગારાયા ત્યારે તેઓને આનંદપૂર્વક સારાં અન્નપાણી અપાય છે. કપૂરના ગંધના રસથીવાસિત શ્રેષ્ઠ પાણીવડે પ્રભુને સ્નાન કરાવીને ગોપીઓ ધવલ – મંગલ ગાવા લાગી. ખાનના અંતે નેમિને દિવ્યવસ્ત્રો પહેરાવીને ગોપીઓએ હર્ષથી શ્રેષ્ઠ સિંહાસન પર બેસાડ્યા.
ઉગ્રસેન રાજાના ઘરમાં જઈને કૃષ્ણ સન્માનપૂર્વક રાજિમતીને શ્રેષ્ઠ એવી કસૂંબી ઓઢણી આપી. હવે લગ્ન સમયે શ્વેતવસ્ત્ર અને આભૂષણથી શોભતાં ગોશીષચંદનવડેવિલેપન કરાયેલા શરીરવાલા સ્વામી શોભે છે. ચામરોવડે વીંઝાતાં પોતે ધારણ કરેલા ત્રવડે ઉલ્લાસ પામતું છે મસ્તક જેનું એવા કામદેવ સરખા નેમિ શ્રેષ્ઠ રથમાં ચઢયા. સરખાએવા કરોડો શ્રેષ્ઠયદુઓના કુમારોવડે અને કૃષ્ણ આદિ મહારાજાવડે ચારે તરફથી પરિવરેલાનેમિકુમાર બોલાતાં એવાં ધવલ પિંગલોવડે નૃત્ય કરતાં નર્તજનોડે, બોલતાં બંદિજનીવડે, અનેક પ્રકારનાં વગાડાતાં વાજિંત્રોવડે કરોડો આંખોવડે જોવાતાં, વિચક્ષણ પુરુષોવડે વર્ણન કરતાં, પગલે પગલે સ્ત્રીઓવડે વધાવાતાં રાજા નેમિનાથ ઉગ્રસેન રાજાની પુત્રી સુંદર રૂપવાલી રાજિમતીને પણવા માટે શુભક્ષણે માર્ગમાં ચાલ્યા.
આ બાજુ સ્નાન કરેલી સુંદરવસવાલી શ્રેષ્ઠ આભૂષણોથી શણગારેલી સખીઓથી પરિવરેલી નેમિને હૃદયમાં ધ્યાન કરતી રાજિમતી ઊભી રહી. બારીપર ચઢીને સખીએ રાજિમતીને કહયું કે રૂપથી કામદેવને જીતી લેનારા આવતાં એવા નેમિને તે જો, તે વખતે માર્ગમાં આવતાં એવા નેમિને જોઇને રાજિમતી વિચારવા લાગી કે જો આ મારા પતિ થાય તો મારું ભાગ્ય ઘણું મોટું છે તે વખતે તેનું જમણું નેત્ર ફરક્યું ત્યારે રાજિમતી બોલી કે ફરકતું જમણું નેત્ર હમણાં