________________
૩૨૦
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર
નમ્યા, હવે બલભદ્રે રણભૂમિમાં શત્રુનને મૂલવડે ચૂર્ણ કરતાં અકસમાત પ્રલયકાળ કરાયો. શત્રુઓ સાથે યુદ્ધ કરતાં પાંચ પાંડવોએ પોતપોતાનાં શસ્ત્રોવડે પ્રાણોનું અપહરણ કરવાથી શત્રુઓને યમરાજાના અતિથિ ક્ય. જરાસંધે ફૂરાયમાન અનિણથી યુક્ત – ચક્ર હાથમાં લઈને કહયું કે હે ગોવાલિયા ! તું અભિમાન છોડી દે. અને મારો આશ્રય
કર.
जीवन् भद्रमवाप्नोति, जीवन् पश्यति मेदिनीम्। जीवन् करोति पुण्यानि, जीवन् पासि निजं पुरम्॥
જીવતો માણસ લ્યાણને પામે છે. જીવતો માણસ પૃથ્વીને જુએ છે. જીવતો માણસ પુણ્યકાર્યોને કરે છે. અને જીવતો માણસ પોતાના નગરનું રક્ષણ કરે છે. હે કૃણ ! જો તું મારા ચરણનો આશ્રય નહિ કરે તો જલદી આ ચક્ર કમળના નાળની જેમ તારા મસ્તકને ભેદી નાંખશે. આ પ્રમાણે બોલતાં જરાસંઘને કૃણે કહયું કે હું તને હણીને આ સમસ્ત પૃથ્વીને ન્યાયમાર્ગથી રક્ષણ કરીશ, હે જરાસંધ ! તું ચક્રને મૂક ! વિલંબ ન કર. આ ચક્ર રમતમાત્રમાં મને અનુક્ત થશે. પછી ક્રોધ પામેલા જરાસંધે મસ્તકની ચારે બાજુ લ્પાંતકાલની જેમ ભય પમાડનાર ચક્રને ભમાવીને તેની સામે મૂક્યું કૃષ્ણના પુણ્યોદયથી ચક્ર પ્રદક્ષિણા કરીને વીજળીના પુજની જેમ કૃણના હાથને શોભાવતું રહયું.
ઉત્તમ સ્વખના સૂચનથી પોતાને અર્ધચક્રિ જાણતા શ્રી કૃષ્ણ મસ્તકની ચારે બાજુ ભમાવીને શત્રુને આ પ્રમાણે કહયું, તારું ચક્ર મારા હાથમાં રહ્યું છે. તારું સૈન્ય ઘણું હણાયું છે. હજુ પણ જો તું મારો આશ્રય કરીશ તો હું ચક્રને નહિ છોડું જરાસંધે કહયું કે હે કૃષ્ણ !તે ચક્ર મારું છે. તેથી અહીં, મને કાંઇપણ વિબ કરશે નહિ. તે વખતે કૃષ્ણ મૂકેલા ચક્રે જરાસંઘના મસ્તકને તેવી રીતે કાપી નાંખ્યું કે જેથી તરતજ જરાસંધ મૃત્યુ પામ્યો. કૃષ્ણવર્ડ ચક્રથી હણાયેલો જરાસંધ તેજ વખતે ઘણાં દુ:ખને આપનાર ચોથી નરકમાં ગયો.
કહ્યું છે કે : - એક સાતમી નરકમાં ગયા. પાંચ છઠી નરકમાં ગયા. એક પાંચમી નરકમાં – એક ચોથી નરકમાં અને કૃષ્ણ ત્રીજી નરકમાં ગયા.
હે ઈન્દ સરખા પરાક્રમવાલા કૃષ્ણ! લાંબાકાળસુધી તું જીવ. આ પ્રમાણે કહીને દેવોએ તેના મસ્તઉપર પુષ્યના સમૂહની વૃષ્ટિ કરી. આ તરફ મગધનાથ જરાસંધના સહદેવ વગેરે પુત્રોએ આવીને અદ્ભુત ભેટનું મૂકીને નમસ્કાર કર્યો. તેઓના વિનયથી તુષ્ટથયેલા કૃષ્ણ સુંદર માન આપવાપૂર્વક તે વખતે તરતજ તેઓને રાજગૃહનું સ્વામીપણું આપ્યું. પાંચ પાંડવોએ પાટલા નામની નગરી સ્થાપન કરીને પોતે કરાવેલા જિનમંદિરમાં શ્રી નેમિનાથ પ્રભુની સ્થાપના કરી.
હર્ષિત થયેલા પાંચ દેવોએ પંચાસર નામનું નગર સ્થાપન કરીને કેલાસપર્વતસરખા પાંચ પ્રાસાદ કરાવ્યા. અને તે મંદિરોમાં બોધિને આપનારા શ્રી પાર્શ્વનાથ શ્રીમહાવીર સ્વામી - શ્રી શાંતિનાથ – શ્રી આદિનાથ પ્રભુની તે દેવોએ ઘણી લક્ષ્મીનો વ્યય કરી સ્થાપના કરી. રાજકુમારોએ લમીનો વ્યય કરી કુમારપુર નામનું નગર સ્થાપન કરીને જિનમંદિરમાં શ્રી નેમિનાથ પ્રભુની સ્થાપના કરી. છત્રને ધારણ કરનારા રાજાઓએ સારા દિવસે છત્રપતિ નામની નગરી સ્થાપન કરીને મોટું જિનમંદિર કરાવ્યું. ત્યાં કુમારોએ ધનનો વ્યયકરી શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિમા સ્થાપન કરી, અને આદરપૂર્વક પૂજા કરવા લાગ્યા. જયાં જે પૂર્વ રાજાઓની રાજધાની હતી. ત્યાં તેઓના પુત્રોને તે નગરી સન્માનપૂર્વક ,