________________
૩૦૮
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર
जठराग्निः पचत्यन्नं, फलं कालेन पच्यते । कुमन्त्रैः पच्यते राजा, पापी पापेन पच्यते ॥
જઠરાગ્નિ અન્નને પચાવે છે. ફલ કાલે કરીને પાકે છે. ખરાબ વિચારોવડે રાજા પકાવાય છે. પાપી પાપવડે પકાવાય છે. કાલક સાતસો રાજાઓ સહિત ઘણા હાથી – ઘોડા – સુભટો સહિત પિતાની આજ્ઞા લઇને તે શત્રુઓને હણવા માટે ચાલ્યો. યમરાજા જેવો જરાસંધનો પુત્ર કાલકકુમાર આવે તે બલદેવ અને કૃષ્ણની રક્ષક દેવીએ એક દ્વારવાલી ઘણા અગ્નિવડે બલતી ચિતાઓને કરીને પાસે રહેલી વૃધ્ધાના રૂપવાલી દયાળુ સ્વરે રોવા લાગી. ત્યાં આવેલા કાલકે પૂછ્યું કે તું કેમ રડે છે ? તેણીએ કહયું કે ત્રણ ખંડનો રાજા જરાસંધ નામે રાજા છે તે જરાસંધ રાજાથી ભયપામેલા બલરામ ને કૃષ્ણ સહિત સમુદ્રવિજય વગેરે યાદવો પોતાના દેશમાંથી નાસી ગયા. માર્ગમાં તે સર્વે યાદવો ઉતાવળા ચાલતાં અનુક્રમે અહીં આવેલા – માણસોના મુખેથી આદરપૂર્વક આ સાંભલ્યું કે જયાં ત્યાં ગયેલા સર્વે યાદવોને હું મારીશ. આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને તે કાલકકુમાર સૈન્ય સહિત ચાલ્યો. આ પ્રમાણે સાંભળીને મેં ઘણું અટકાવવા છતાં પણ ઉતાવળ કરીને તે સર્વેયાદવો જલદીથી મૃત્યુમાટે ચિતામાં પેઠા. તેઓના વિયોગથી મનમાં અત્યંત દુ:ખ પામેલી હું મોટા સ્વરે રડું છું. કોઇ દેવપણ રક્ષણ કરનારો ના થયો. પોતાની પ્રતિજ્ઞાને યાદ કરતો મૂઢમનવાલો કાલકુમાર યાદવોને ખેંચી કાઢવા માટે જલદી તે વખતે અગ્નિમાં પેઠો. બીજા પણ ઘણા કાલકુમારના સેવકો સ્વામીભક્ત એવા કરી છે ઉતાવળ જેણે એવા – સ્વામીની પાછળ અગ્નિમાં પેઠા. કહયું છે કે : -
क्षमी दाता गुणग्राही, स्वामी दुःखेन लभ्यते । अनुकूलः शुचिर्दक्षः, स्वामिन् भृत्योऽपि दुर्लभः ॥
ક્ષમાવાળો – દાતાર ને ગુણને ગ્રહણ કરનારો એવો સ્વામી – દુ:ખે કરીને મેળવાય છે. હે સ્વામિ! અનુકૂલ - પવિત્ર અને ચતુરસેવક પણ દુર્લભ છે.
યાદવો વિંધ્યાચલપાસે અગ્નિમાં પ્રવેશ કરીને મરી ગયા. તેમની પાછળ કાલક્કુમાર મરણ પામ્યો.એ સાંભળીને જરાસંધ હર્ષ – શોક ને ભયથી વ્યાપ્ત થઇને વિચારવા લાગ્યો કે કાલકકુમાર મરી ગયો તે સારું ન થયું.
આ બાજુ યાદવો પશ્ચિમ દિશામાં ગયા ત્યારે સમુદ્રના કિનારે સુંદર દિવસે સત્યભામાએ બે પુત્રને જન્મ આપ્યો. તે બન્નેનો જન્મોત્સ્વ કરીને યાદવોએ ભાનુ અને ભામર નામ આપ્યું. તે પછી ઉજયંત ગિરિ ઉપર ( ગિરનાર ઉપર) દેવોને નમસ્કાર કર્યો. સમુદ્રવિજયવડે કહેવાયેલા બલદેવ અને હરિએ સ્નાન કરી અઠ્ઠમનો તપ કરી પશ્ચિમ સમુદ્રની પૂજા કરી. ત્રીજીરાત્રિએ સમુદ્રદેવે આવીને કૃષ્ણને કહયું કે હે માધવ ! આપે મને શા માટે યાદ કર્યો ? તે ો. કૃષ્ણે કહયું કે સમુદ્રને કિનારે દેદીપ્યમાન નગરી કરાવીને અમારા નિવાસ માટે હમણાં મોટા આવાસો ( મકાનો ) કો. કુબેરે બારયોજન લાંબી નવયોજન વિસ્તારવાલી ( પહોળી ) રુપા ને રત્નના કિલ્લા સહિત એવી નગરી કરી.