________________
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર
નિમિત્તિયાને પૂછ્યું કે મારું મરણ કોનાથી થશે ? નિમિત્તિયાએ ક્હયું કે – કેશી – મેષ – ઘોડો – કઠોર શત્રુ – પૂતના – અરિષ્ટ નામનો બળદ – દુર્દમ અને દુષ્ટમનવાલા જેનાવડે હણાશે. તે તને હણનાર થશે. અને જે શારંગ નામનું ધનુષ્ય પોતાની લીલાથી જે ઘેરી પર ચઢાવશે. અને જે સત્યભામાને વરશે. તે તને મારશે.
-
૩૦૬
નિમિત્તિયાએ હેલા કેશી – ઘોડો – અરિષ્ટ વગેરેને કૃષ્ણવડે હણાયેલા જાણીને કંસ હૃદયમાં વ્યાકુલ થયો. કંસે શત્રુને જાણવા માટે શારંગ ધનુષ્યની પૂજા કરવા પૂર્વક સત્યભામા નામની પોતાની બહેનને ધનુષ્યની આગળ બેસાડી અને કંસે ક્હયું કે જે આ ધનુષ્યને ઘેરી ઉપર ચઢાવશે. તેને હું આ મારી સત્યભામા બહેનને સારા ઉત્સવપૂર્વક આપીશ.
હવે કંસવડે બોલાવાયેલા ઘણા રાજાઓ સત્યભામાને પરણવા માટે તે વખતે પોતપોતાના નગરમાંથી તે મંડપમાં આવ્યા. કાર્યને માટે બલવાન એવો વાસુદેવનો પુત્ર અનાવૃષ્ટિ રથઉપર ચઢેલો ધીર રાજાઓ ભેગા થયા ત્યારે ચાલ્યો. તે રાત્રિમાં ગોકુલમાં સૂતો. સવારમાં કૃષ્ણને સહાય કરીને તે વખતે ત્યાંથી મથુરામાં જવા માટે નીક્લ્યો .તે વખતે રથની સ્ખલનાના કારણભૂત વૃક્ષને કૃષ્ણે રથમાંથી ઊતરીને કમળના નાળની જેમ જલદીથી ઉખેડી નાંખ્યું. અનાવૃષ્ટિ કૃષ્ણને વેગથી પ્રીતિવડે રથમાં બેસાડીને શારંગ ધનુષ્યથી શોભતી સભામાં તે આવ્યો. જ્યારે ધનુષ્યને ગ્રહણ કરતો સ્ખલના પામ્યો ત્યારે સઘળાં લોકોએ હાંસી કરી અને સત્યભામા લજજા પામી. તે વખતે કોપપામેલા કૃષ્ણે તે શારંગ ધનુષ્યને જલદી દોરી પર ચઢાવેલું કરીને તેણે તેવી રીતે ધનુષ્ય હાથમાં કરીને ણકાર કર્યો કે જેથી તે કટાક્ષરૂપી પુષ્પોવડે અતિહર્ષિત થયેલી સત્યભામાએ દેવનીમાફક કૃષ્ણની ભુજાયુગલની પૂજા કરી.
તે વખતે કંસવડે બોલાવાયેલા અનેક રાજાઓ પોતાના દેશમાંથી આવ્યા હતા. હવે મલ્લયુદ્ધ શરૂ થયું ત્યારે મલ્લયુદ્ધ જોવાની ઇચ્છાથી કૌતુકી એવો કૃષ્ણ પણ શ્રી રામ ( બલદેવ ) સાથે માર્ગમાં જતાં યમુનાના હૃદમાં કાલીય નામના નાગને જલદી મારી નાંખ્યો. કૃષ્ણે પદ્મોત્તર નામના હાથીને અને રામે ચંપક નામના હાથીને મારી નાંખ્યો છે તે વાત કંસે જાણી. તેણે તે બન્નેને પોતાના શત્રુ જાણ્યા.
મલ્લયુદ્ધની ભૂમિમાં ચાણુર અને મુષ્ટિક નામના બે મલ્લો ભુજાનું આસ્ફાલન કરતાં હાથીની જેમ આવ્યા. આદરથી ક્રીડા કરતાં કુમાર એવા રામને કૃષ્ણ – રાજાઓને પણ કૌતુક કરતા ત્યાં આવ્યા. ત્યાં બળદેવ ને કૃષ્ણ લાંબા કાળ સુધી – મલ્લયુદ્ધ કરતાં સમુદ્રવિજયરાજા વગેરે મુખ્ય રાજા આવે છતે મલ્લની જેમ ભુજાનાઆસ્ફોટમાં તત્પર સિંહનાદથી યુક્ત યમરાજાના શરીર સરખા તે બન્ને શોભતા હતા. કૃષ્ણે ચાણુરને મારી નાંખ્યો અને બળદેવે જયારે મુષ્ટિકને મારી નાંખ્યો ત્યારે મૃત્યુથી ભયપામેલો કંસ – હૃદયમાં ઘણો કંપવા લાગ્યો. તે વખતે સાહસનું આલંબન લઇને મજબૂત હાથનું આસ્ફોટન કરતા કંસે બલદેવ ને કૃષ્ણ પ્રત્યે પ્રગટપણે ક્હયું હે ગોવાલિયા ! ગાયોનું દૂધ પીને તમે બંને પુષ્ટશરીરવાલા પ્રગટ એવા પોતાના મરણને મારી પાસેથી જોતા નથી ? કૃષ્ણે કહયું કે હે કંસ ! જે કારણથી તું તારા પોતાના ઉત્કર્ષને બોલે છે. તેનું લ યમરાજાના ઘરે જવાથી તું પામીશ. તે પછી કંસ ઊભો થઇને કૃષ્ણને મારવા માટે ઘેડયો. તે વખતે કૃષ્ણપણ ભુજાને સ્ફુરાયમાન કરતો તેને હણવા માટે ઊભો થયો. તે વખતે કૃષ્ણ ને કંસ પરસ્પર મલ્લક્રીડા કરતે તે આકાશમાં દેવો અને પૃથ્વીપર રાજાઓ જોવા માટે આવ્યા. તે વખતે પ્રચંડ બલવાળા કૃષ્ણે કંસને મર્મસ્થાનમાં પ્રહાર કર્યો. જેમ મુનિ મુક્તિમાં જાય તેમ કંસ યમના ઘરે ગયો .કંસ મરી ગયે છતે સમુદ્રવિજય રાજાએ