________________
૩૨
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર
મથુરાનું રાજય સુવીરને આપીને વેગથી કુશાર્તદેશમાં શૌરિપુર સ્થાપન કર્યું, શૌરિને અંધવૃષ્ણિ વગેરે ઘણા પુત્રો થયા. અને સુવીરને ભોજવૃષ્ણિ વગેરે પુત્રો થયા. સુવીર ભોજવૃષ્ણિને મથુરાનું રાજ્ય આપીને સિંધુદેશમાં શ્રેષ્ઠ સુવીર નામે નગર સ્થાપ્યું શૌરિ પોતાના રાજયઉપર એક વખત અંધકવૃણિને સ્થાપીને સુપ્રતિષ્ઠ ગુરુ પાસે દીક્ષા લઇ મોક્ષમાં ગયા. ભોજવૃણિરાજા ન્યાયપૂર્વક મથુરાનું રક્ષણ કરતાં તેને અદ્ભુત પરાક્રમવાલો ઉગ્રસેન નામે પુત્ર થયો. શૌરિપુરનું રક્ષણ કરતાં અંધવૃષ્ણિરાજાની સુભદ્રા નામની સ્ત્રીએ દશપુત્રોને અનુક્રમે જન્મ આપ્યો.
સમુદ્રવિજય - અક્ષોભ્ય – સિમિત – સાગર – હિમવાન્ - અચલ – ધરણ – પૂરણ – અભિચદ – વસુદેવ – અંધકવૃષ્ણિ રાજાના દશપુત્રો દશાર્હ કહેવાયા. શ્રેષ્ઠશીલવાળા – પૃથ્વીનું પાલન કરનારા આ સર્વે રાજપુત્રો – પ્રીતિયુક્ત સુંદર શાસ્ત્રજ્ઞાનવાલા પિતાની ભક્તિ કરતા હતા. તે દશ દશાહને કુંતી અને માદ્રી નામની પરસ્પર પ્રીતિવાલી સુંદર ચિત્તવાલી શ્રેષ્ઠ બે બહેનો હતી. અંધવૃષ્ણિરાજાએ મોટાપુત્ર સમુદ્રવિજ્યને પોતાના રાજ્યપર સ્થાપન કરી ચારિત્ર લઇ મોક્ષલક્ષ્મી પ્રાપ્ત કરી. તે વખતે સમુદ્રવિજયરાજા પૃથ્વીનું પાલન કરતા હતા ત્યારે રામરાજાની જેમ જનતા સુખી હતી. જે જિનેશ્વરની આજ્ઞાને જાતે હંમેશાં મસ્તક ઉપર વહન કરે છે. સુપાત્રોને દાન આપે છે. અને જિનેશ્વરની નિશે પૂજા કરે છે. તે સમુદ્રવિજયરાજાએ યુધ્ધભૂમિમાં સમસ્ત શત્રુઓને ક્રીડાપૂર્વક પોતાની આજ્ઞા ગ્રહણ કરાવી.
તે રાજાને શીલગુણરૂપી રત્નને ઉત્પન્ન કરવામાં રોહણગિરિ સરખી શિવા નામની પત્ની હતી. જેમ કૃષ્ણને લક્ષ્મી અને શંકરને પાર્વતી, (તેમ ) તે પરિવારઉપર અત્યંત વાત્સલ્યવાળી – દેવગુરુને વિષે ભક્ત, સૂક્ષ્મજીવને વિષે પણ અત્યંત દયાવાલી અને પાપનો નાશ કરવામાં નિર્દય હતી, હંમેશાં પરસ્પર પ્રીતિમાં તત્પર – ધર્મમાં પરાયણ એવા શિવાદેવી અને સમુદ્રવિજય સુખપૂર્વક સમય પસાર કરતાં હતાં.
આ તરફ મથુરાનગરીમાં ભોજવૃષ્ણિએ દીક્ષા લીધી ત્યારે ઉગ્રસેન રાજા થયો. અને તેને ધારિણી નામની પ્રિયા હતી. કોઇક તાપસ પુંગવ મરીને પૂર્વભવથી ઉત્પન્ન થયેલ વૈરવડે કોઈ અશુભ દિવસે ધારિણીની કુક્ષિામાં ઉત્પન્ન થયો. તે વખતે તેણીને ધણીના માંસ ખાવાનો હદ થયો. તેથી તેણીએ જાણ્યું કે આ પુત્ર પતિને મૃત્યુ આપનારો થશે. જન્મેલા માત્ર એવા પુત્રને કાંસાની પેટીમાં નાંખીને માતાએ ગુપ્તપણે માણસોવડે યમુનાના પ્રવાહમાં વેગથી મુકાવ્યો. જતી એવી તે પેટી પ્રવાહમાં જેટલામાં સૂર્યપુર ગઈ, તેટલામાં ત્યાં કોઈક વણિક્વડે ત્યારે ઉઘાડાઈ. તે પેટીને ઉઘાડીને તેમાં રહેલા બાળકને પ્રાપ્ત કરીને તે વણિક્વરે કાંસાની પેટીની અંદરથી પ્રાપ્ત થયેલો હોવાથી કંસ એ પ્રમાણે નામ આપ્યું.
અનુક્રમે મોટો થતો કંસ બીજાનાં બાળકોને મારવા લાગ્યો. તેથી તેની ફરિયાદ દિવસે દિવસે વણિકના ઘરે આવે છે. પોતાના કુરોલ માટે અયોગ્ય એવા કંસને જાણીને સમુદ્રવિજયને આપ્યો. ને ત્યાં કંસ વૃદ્ધિ પામ્યો,અનુક્રમે કંસ વસુદેવને ઘણો પ્રિય થયો. વસુદેવ સુંદર અન્ન આપવાથી તેને સન્માન આપતો હતો.
આ બાજુ રાજગૃહનગરમાં ન્યાયી અને બલવાનું જરાસંઘરાજા પ્રતિવિષ્ણુ અનુક્રમે ત્રણખંડ પૃથ્વીનો સ્વામી થયો. એક વખત જરાસંધ કંસસહિત શત્રુઓમાં શ્રેષ્ઠ એવા વસુને અત્યંત બળવાન એવા સિંહરથને જીતવા માટે એકદમ મોકલ્યો. અનુક્રમે યુદ્ધમાં કંસરાજાવડે સિંહરથશત્રુ હણાયો, તે પછી ત્યાં જરાસંધ રાજાની આજ્ઞા પ્રવર્તાવી, પછી વસુદેવ