________________
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર
છે ? સ્વામીએ કહયું કે તપ કહેવાય છે. આ પ્રમાણે બાહુજિને નારદની આગળ શૌચ એટલે ઇન્દ્રિયનો નિગ્રહ યો. એવી રીતે સુબાહુજિને દયા હયો . આ પ્રમાણે સાંભળીને નારદે દ્વારિકા નગરીમાં આવીને બધું કૃષ્ણની આગળ કહયું ફરીથી કૃષ્ણે શૌચને માટે પૂછ્યું ત્યારે નારદ વિચારવા લાગ્યો. પછી ઊહાપોહમાં તત્પર જાતિસ્મરણવાલા નારદે આ પ્રમાણે કહયું
૨૯૬
;
सत्यं शौचं तपः शौचं, शौचमिन्द्रियनिग्रहः सर्वभूतदयाशौचं, जलशौचं च पञ्चमम् ॥
સત્ય એ શૌચ છે. તપ એ શૌચ છે. ઇન્દ્રિયોનો નિગ્રહ એ શૌચ છે. સર્વજીવો ઉપરની દયા એ શૌચ છે,અને પાંચમું જલ શૌચ છે. આ પ્રમાણે પ્રત્યેકબુધ્ધ થઇને નારદે કૃષ્ણરાજાના બોધ માટે તે વખતે અદ્ભુત શૌચ અધ્યયન ક્હયું. રાત્રિદિવસ સ્નાન કરનારા છતાં પણ પાપી માછીમારો ભાવથી દૂષિત સેંકડો વખત સ્નાન કર્યા છતાં પણ શુધ્ધ થતા નથી.
વિત્ત શમાિિમ: શુદ્ધ, વચનં સત્યમાષવૈઃ; બ્રહ્મચાિિમ: ાય:, શુદ્ઘો યોની (નત) વિનાવ્યો। मृदो भारसहस्रेण, जलकुम्भशतेनच;
न शुद्धयन्ति दुराचाराः, स्नातास्तीर्थशतैरपि ॥
ઉપશમ આદિવડે ચિત્ત શુધ્ધ થાય છે. સત્ય બોલવાવડે વચન શુધ્ધ થાય છે. અને બ્રહ્મચર્યવડે કાયા શુધ્ધ થાય છે. આવો યોગી પાણીવિના પણ શુધ્ધ છે. તે આશ્ચર્યકારક છે. જે દુષ્ટ આચારવાલો, હજારો ભાર માટીવડે સેંકડો પાણીના ઘડાવડે અને સેંકડો તીર્થમાં સ્નાન કરવા છતાં પણ શુધ્ધ થતો નથી. સ્નાન સાત પ્રકારે કહયું છે :
आग्नेयं वारुणं ब्राम्यं, वायव्यं दिव्यमेव च; पार्थिवं मानसं चैव, स्नानं सप्तविधं स्मृतम् ॥ सप्त स्नानानि प्रोक्तानि, स्वयमेव स्वयंभुवा, द्रव्यभावविशुद्धयर्थं, ऋषीणां ब्रह्मचारिणाम् ॥
આગ્નેય – વાણ – બ્રામ્ય – વાયવ્ય – દિવ્ય – પાર્થિવ – અને સાતમું માનસ સ્નાન, બ્રહ્માએ પોતાની જાતે બ્રહ્મચારી ઋષિઓને દ્રવ્ય અને ભાવની વિશુધ્ધિ માટે આ સાત સ્નાન યાં છે. નારદ પૃથ્વીપર ફરતાં લોકોને પ્રતિબોધ કરતા ઘણા સાધુઓની પરંપરાથી સેવાયેલા શ્રી શત્રુંજયગિરિઉપર ગયા. આ બાજુ તે વખતે રમાપુરીનો રાજા મદનમંડન સાતકરોડ શ્રાવકો સાથે ત્યાં આવ્યો, ત્યાં શ્રી ઋષભદેવની પૂજા કરી અને બીજા જિનેશ્વરોની પણ અનુક્રમે પૂજા કરીને રાજાએ હર્ષવડે સ્વામીની પાદુકાનું પૂજન કર્યું. તે પછી રાજાએ રાયણને પ્રદક્ષિણા આપીને સંઘસહિત અનુક્રમે મોતીઓ વડે વધાવી . તે પછી રાજાએ હર્ષથી નારદપાસે જઇને નમસ્કાર કરીને આ પ્રમાણે આદરપૂર્વક