________________
૨૪
શ્રી શત્રુંજ્ય-લ્પવૃત્તિ-ભાષાંતર
આયુષ્ય વાયુની જેમ ચપલ છે. યૌવન ઈન્દ્રધનુષ્યની જેમ ચપલ છે. વીજળીના દંડની જેમ ધન ચપલ છે. પર્વતની નદીના લ્લોલ – તરંગની જેમ સ્નેહ ચપલ છે. હાથીના કાનની જેમ દેહ ચપલ ને રોગથી વ્યાપ્ત છે. એમ જાણી હેભવ્યજીવો ! મહાનિશ્ચલ એવા ધર્મને હંમેશાં કરે.દેવની પૂજા કરવી. હંમેશાં ગુરુનું વચન સાંભળવું. સુપાત્રમાં દાન કરવું હંમેશાં નિર્મલ એવું શીલ પાલન કરવું. શુધ્ધ એવું વિશાલ તપ કરવું. શુધ્ધ એવી મોટી ભાવના ભાવવી. આ જિનેશ્વરે કહેલો પવિત્ર એવો નિર્વાણનો માર્ગ શ્રાવકોનો ધર્મ છે. રામનું વચન સાંભળીને વૈરાગ્યવાસિત હૃદયવાલા અંકુરા ને લવ રાજા દીક્ષા ગ્રહણ કરવા માટે તૈયાર થયા. તે પછી અંશને લવ રાજાએ પોત પોતાના પુત્રને રાજયપર સ્થાપન કરી મોક્ષને માટે રામ પાસે દીક્ષા લીધી. ગુએ હેલ સામાચારીને કરતાં લવ અને અંકુશ – આદરપૂર્વક જિનેશ્વરે કહેલાં ધર્મશાસ્ત્રો ભણ્યા. અનુક્રમે અંકુરાને લવ અવધિજ્ઞાન પામી ઘણાં ભવ્ય પ્રાણીઓને નિરંતર ધર્મમાં બોધ કરવા લાગ્યા. એક દિવસ જ્ઞાની એવા રામમુનિ પૃથ્વીપર વિહાર કરતાં ત્રણ ક્રોડ સાધુથી યુક્ત સિધ્ધગિરિ ઉપર આવ્યા. તે વખતે રામમુનિએ શત્રુજ્ય તીર્થમાં નમસ્કારનું કરવાનું ફલ મોક્ષને માટે સાધુઓને કહ્યું, જેની ઉપર ચઢેલાં પ્રાણીઓ અતિદુર્લભ લોકાગ્રને પામે છે. તે સિધ્ધગિરિતીર્થ પૃથ્વીઉપર લાંબા કાળસુધી જ્યવંતુ વર્તે. ઘણાં પાપી એવા પણ પ્રાણીઓ શ્રી શત્રુંજયગિરિપર તીવ્રતાને કરનારાં મોક્ષમાં જાય છે અને મોક્ષમાં જશે. તીર્થકરો મોક્ષમાં ગયે , કેવલજ્ઞાન વિદ પામે છો, લોકોને તારનારો પ્રસિધ્ધ એવો આ સિધ્ધગિરિ થશે. ભવ્યપ્રાણી શ્રી શત્રુંજયગિરિ ઉપર ધ્યાન ધરતો અને જિનેશ્વરની પૂજા કરતો અલ્પકાળવડે જ મોક્ષસંપત્તિને પામે છે. આ પ્રમાણે સતત તીર્થ માહાભ્યને સાંભળતા હર્ષવડે ત્રણ કરોડ મુનિઓ શ્રેષ્ઠ જ્ઞાનને પામ્યા. રામમુનિએ ત્રણ કરોડ સાધુઓ સાથે આકર્મના સમૂહનો ક્ષય કરી શ્રી શત્રુંજયગિરિઉપર મુક્તિનગરને શોભાવશે. શ્રી સિદ્ધગિરિઉપર ક્વલજ્ઞાન પામીને અંકુશ ને લવ પાપોનો ક્ષય કરી ઘણા સાધુઓ સાથે મુક્તિ પામ્યા.
એ પ્રમાણે વિસ્તારથી મોક્ષને આપનારું રામચરિત્ર પોતાના હિતને ઇચ્છનારા ભવ્યજીવોએ વિસ્તારથી પદ્મચરિત્રમાંથી જાણવું તપગચ્છરૂપી આકાશમાં સૂર્ય સરખા – શ્રી મુનિસુંદરસૂરિના શુભાશીલ નામના શિષ્ય આ કથાનક કર્યું - બનાવ્યું.
આ પ્રમાણે રામરાજાની ક્યા સમાપ્ત.