SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર જે પહેલી વયમાં શાંત છે. તે ખરેખર શાંત છે. એવી મારી બુદ્ધિ છે. ધાતુઓ ક્ષય થાય ત્યારે તેને શમ ન થાય? 5 यौवनं धनसम्पत्तिः, प्रभुत्वमविवेकिता। एकैकमप्यनर्थाय, किं पुनस्तच्चतुष्टयम् ?॥ યૌવન ધનસંપત્તિ – સ્વામિત્વ – અને વિવેકરહિતપણું આ એક એક પણ અનર્થને માટે થાય છે. તો પછી તે ચારે (ભેગાં હોયતો) શું ન કરે? તે શ્રેષ્ઠ નગરમાં સાગરદત્ત નામે વણિક હતો. અને તેને રત્નાભા નામની – શ્રેષ્ઠ આશય વાલી પત્ની હતી. તે બન્નેને ગણધર નામે પુત્ર ને ગુણમતિ નામે પુત્રી હતી. તે પુત્રી જયદત્તના પુત્ર – શોભાવાલા ધનદતને સાગરદત્ત આપી. પોતાની ગુણમતિપુત્રીને આપવા માટે સર્વ સજજનોની સાક્ષીએ મોક્લી. કા તેજ નગરમાં શ્રીકાંત નામે શેઠ. ઘણાધનનો સમૂહ – રત્નાભાને આપીને એકાંતમાં ગુણમતિને લીધી. શ્રીકાંતવડે ગુપ્તપણે હરણ કરાયેલી ગુણમતિન્યાને જાણીને જાનના સમુદાયે વસુદત્તની પાસે કહ્યું. ગામમાં બીજે ઠેકાણે ગયેલા ધનદત્તને જાણીને વસુદત્ત શ્રીકાંતને હણવા માટે રાત્રિમાં નીલ્યો ક બાહ્ય ઉદ્યાનમાં ભમતા વસુદતે શ્રીકાંતને જોઈને તલવાર છોડી – ત્યારે તેણે પણ તે તલવાર છોડી તે પછી તે બન્ને પરસ્પર તલવારના ઘાવડે નિર્દયપણે હણતાં તે બન્ને મરી વિધ્યાવટવીની અંદર એક્રમ મૃગ થયા. તે વખતે ગુણવતી મરીને અટવીમાં મૃગી થઈ. તે મૃગીને લેવા માટે તે બન્ને મૃગ યુદ્ધ કરતાં મૃત્યુ પામ્યા. તે વખતે તે વનમાં યુદ્ધમાં પરાયણ એવા બને દાઢવાલા પ્રાણી થયા. તે મરીને બન્ને હાથી થયા. તે પછી બે પાડા થયા. તે પછી વૃષભ થયા. તે પછી બન્ને વાંદરા થયા. તે પછી દીપડા થયા. તે પછી હરણ થયા. ત્યાં પણ યુદ્ધમાં તત્પર એવા બને મરીને વડનાં ઝાડ થયા. 5 તે પછી પૃથ્વી – પાણી – વૃક્ષ – અગ્નિ – શિયાળ - પાણીને – હરણ આદિ ઘણા ભવોમાં શ્રીકાંત નેવસુદેવ ભમ્યા. આ બાજુ ભાઈના વધનો વૃત્તાંત સાંભળીને ધનદત્ત તે વખતે ઘણો દુ:ખિત થયેલો પોતાની નગરીમાંથી નીકળેલો દૂર ગયો. # પૃથ્વીપર ભમતાં ધનદત્તરાત્રિમાં ઘણો તરસ્યો થયો. ને ધ્યાના સ્થાનભૂત સાધુપાસે ઉદ્યાનમાં તેણે પાણી માંગ્યું તે પછી સાધુએ કહ્યું કે રાત્રિમાં સાધુઓ પાણી પીતાં નથી. કારણ કે પાણી ઘણા જીવ યુક્ત હોય છે. * કહ્યું છે કે – જીવના સંઘાત (સમૂહવાલા) વાલા ભોજનને રાત્રિમાં ખાતાં મૂઢઆત્માઓ રાક્ષસો કરતાં કઈ રીતે વિશેષતા પામતા નથી. કહ્યું છે કે માંખી – કીડા – પતંગીયા – વાળ અને બીજી પણ અશુદ્ધ વસ્તુઓ રાત્રિભોજન કરનારાવડે તે સર્વ ભક્ષણ કરાયું છે. સૂર્ય અસ્ત ક્ષે અજ્ઞાનભાવના ઘષવડે જે ખાય છે તે ચાર ગતિવડે વિસ્તાર પામોલા સંસારમાં વારંવાર ભમે છે. સાધુ અથવા અસાધુ રસમાં આસક્ત થયેલો જે રાત્રિમાં ખાય છે. તે અવિરતિના ઘષવડેનરના ગમનને પામે છે. જે પુરુષો રાત્રિમાં ખાય છે. તે પુરુષો શીલ અને સંયમથી રહિત છે. મધ–મદિરશને માંસમાં રક્ત છે. તેઓ મરણ પામી મહાનરકમાં જાય છે. જેઓ રાત્રિના સમયમાં જમે છે તે પુરુષો હીનકુલમાં ઉત્પન્ન થયેલા નાશ પામ્યા છે. સ્ત્રી – ધન અને સ્વજન જેનાં એવાં તે પારકાની સેવા કરનારાં થાય છે. ક જીવો વિકાલે રાત્રિમાં જમે છે તે હાથ પગને ફૂટેલા વાળાવાળા – બીભત્સ – દુર્ભગ – દરિદ્ર – ઘાસને લાકડાંથી આજીવિકા કરનારા થાય છે. ક વળી જેઓ જિનેશ્વરના ધર્મને ગ્રહણ કરીને મધ-મદિરાને માંસની વિરતિ કરીને રાત્રિભોજન રતાં નથી. તેઓ મહર્થિક
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy