________________
૨૪
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર
5 આ પ્રમાણે પોતાના પુત્રોને જાણીને રામે વેગથી બહાથવડે આલિંગન કરીને શ્રેષ્ઠ સન્માન આપવા પૂર્વક પોતાના ખોળામાં બેસાડ્યા. 5 રામે કહ્યું કે મારાવડે તમારા બન્ને સહિત પત્ની સીતા જે વનમાં ત્યજાઈ તેથી (મારો) નરકમાં પાત થશે. * કહ્યું છે કે ગર્ભમાં રહેલા પુત્રો સીતા સહિત અનાર્ય એવા મારાવડે ભયને ઉત્પન્ન કરનારા મહાન ભયંકર અરણ્યમાં ત્યજાયા. તે મહાકષ્ટ છે. ૧. અંકુરા સહિત લવણે રામનાં ચરણ કમલને નમીને કહ્યું કે :- એક તમે પિતા છે. બીજા વર્જઘરાજા છે. 5 જે વજર્જધ રાજાએ તમારવડે જંગલમાં મુકાયેલી અમારી માતાને પોતાના ઘરે લઈ જઈને પાલન કરી. સીતાએ પણ કહ્યું કે જન્મ આપવાથી પિતા જનક થયો ને જંગલમાં રક્ષણ કરવાથી વજંઘ પિતા થયો. કતે પછી રામે વજર્જઘરાજાને એક હજાર ગામ આપીને આદર સહિત સંતોષ પમાડ્યો. સીતા ને પુત્ર સહિત પુષ્પક વિમાનમાં આરુઢ કરીને સુંદર ઉત્સવપૂર્વક પોતાના આવાસમાં લાવ્યો. 5 કહ્યું છે કે – આનાથી ક્ષણાર્ધવડે કરીને સાતપુરી (અયોધ્યા) ઘણાં વાજિંત્રોના મંગલ શબ્દવાલી નટલોકોના નાચ –અને પર્યાાંગનાઓના ઊંચા ગીતવાલી સ્વર્ગ સરખી કરાઇ. ૧. પુત્રોની સાથે રામ પુષ્પક વિમાનમાં ચઢયો. અને ત્યાં પણ ક્યાં છે આભરણ જેણે એવો લક્ષ્મણ શોભે છે. ૨. તે પછી સમસ્ત જિનમંદિરોમાં જિનપૂજા કરતો (રામ)બીજાઓ પાસે આદરથી પુષ્પઆદિવડે પૂજા કરાવે છે. 5
કેટલાક કહે છે કે બે પુત્ર મલ્યા પછી રામવડે સીતા શ્રેષ્ઠ એવા પુંડરીક નગરમાંથી લવાઈ. # તે વખતે રામે કહ્યું કે હે સીતા! તું ખરેખર સતી છે. પરંતુ લોકો કહે છે કે ઘણા દિવસ સુધી રાવણના ઘરમાં રહી છે. તેથી જણાયું નથી કે આ સીતા સતી છે કે અસતી? એજ મને મોટું દુઃખ છે. બીજું દુઃખ નથી. ક
તે પછી સીતાએ નગરના ઉદ્યાનમાં જઈને પતિને કહ્યું કે હું દિવ્ય કરવાથી અગ્નિઆદિમાં શુદ્ધ થાઉં 5 ત્રીશ હાથ પહોળી ચારે દિશામાં ખેરના સળગતાં અંગારાથી ભરેલી ખાઈ રામના આદેશથી ચાકરોએ તૈયાર કરી. તે પછી અત્યંત ઘણાં સળગતાં ખેરના અંગારાવડે ભરેલી ખાઈમાં સીતાએ પ્રવેશ .તે પછી શ્રેષ્ઠ શીલના પ્રભાવથી ખેરના અંગારા પાણી થયા. તેમાંથી સીતા તે ખાઈને ઊતરી ગઇ. 5
રામને શ્યામ મુખવાલા જોઈને પ્રજા જોતી હતી ત્યારે સીતાએ પોતાની ભક્તિ સૂચવવા માટે એક કાવ્ય કહ્યું છે. 5
હે! ભુવનમાં એકવીરા આ સીતા મારાવડે વગર કારણે શા માટે વિગુણ ગુણરહિત કરાઈ? એ પ્રમાણે ખેદના ભાવને ન પામો. કોઈકદૈવવડે કરીને અગ્નિમાં ફેંકાયેલી હું હૃદયમાં રહેલાં તમારાવડે તરાવાઈ છું. (ક્વિારે લવાઈ છું.)
તે સર્વે લોકો સીતાના અદભુત શીલને જોઈને હર્ષથી પુરાયેલા મોટા સ્વરે કહેવા લાગ્યા. મોટા અપવાદની શંકાવડે સીતાએ અગ્નિમાં પોતાના શરીરની આહુતિ કરી. અને ત્યાં અગ્નિ ઉત્તમ જલપણાને પામ્યો. તે શીલના મહિમાનું કારણ છે. તે પછી રામે પડખે રહેલા સેવકોને કહ્યું કે ત્રણસો હાથ સમચોરસ ઊંડાઇવાલો ખાડો ખોદે અને તે ખાડાને કાલાગુરુ ચંદન વગેરે લાકડાંવડે પૂરો. ચારે તરફથી તે ખાડામાં પ્રચંડ અગ્નિ સળગાવો. 5
| ખાઈ બનાવવાની વાત બે વાર છે. પણ એક વાર જ સમજવી.