________________
૨૭૦
શ્રી શત્રુંજ્ય-લ્યવૃત્તિ-ભાષાંતર
સમૂહ શમી જવાથી દરિદ્ર મનુષ્ય એવો બ્રાહ્મણ થયો. ને નિરંતર સાધુના ચરણકમલની સેવા કરવા લાગ્યો તેજ નગરનો સ્વામી શક્તિરાજા દૂર ગયો ત્યારે તેની મહાદેવી પ્રિયા તે બ્રાહ્મણમાં અત્યંત આસક્ત થઈ. * અકસ્માત રાજા પોતાના ઘરમાં આવે તે ભય પામેલી પત્નીએ કહ્યું કે આ ચોર અહીયાં આવ્યો છે. ક રાજાએ ચોરને પકડીને વેગવડે બહારના ઉધાનમાં વધ કરવા માટે ચલાવ્યો. ત્યાં સાધુ આવ્યા. 5 સાધુવડે છડાવાયેલો તે બ્રાહ્મણ દીક્ષા લઈ તપમાં તત્પર અંતે મરી દેવલોકમાં દિવ્યશરીરવાળો દેવ થયો. ક્લ
જવણદેવનો જીવ ત્યાં લાંબાકાળ સુધી સુખ ભોગવી ત્યાંથી ઍવી મથુરા નગરીમાં ધનદ નામે શેઠ થયો. 5 આ પ્રમાણે જવણદેવનો જીવ અનુક્રમે મથુરા નગરીમાં મનુષ્ય – સ્ત્રી – આદિ ઘણા ભવસુધી ઉત્પન્ન થયો. આ બાજુ મથુરા નગરીમાં ચંદ્રભદ્ર રાજાને લક્ષ્મી- પન્ના અને રમા નામે ત્રણ શ્રેષ્ઠ પત્નીઓ હતો. 5 પ્રથમ પત્નીને સૂર્ય સરખાં પરાક્રમવાળો પોતાના શરીરની કાંતિવડે કામદેવ સરખારૂપવાલો શૂર નામે પુત્ર થયો. ક બીજી પત્નીએ અનુક્રમે રામ અને ભીમ નામના પુત્રને જન્મ આપ્યો. અનુક્રમે તે બન્ને રૂપથી પરાભવ કર્યો છે કામદેવનો જેણે એવા થયા ત્રીજી પત્નીને ધનનો જીવ પુત્ર થયો. અને તેનું સુંદર ઉત્સવપૂર્વક – અચલ એ પ્રમાણેનું નામ થયું કઆબાજુમૃગાંક નગરમાં મંગિકાને પૂર્વના શુભપુણ્યનો ઉદય થવાથી દેદીપ્યમાન રૂપવાલો અંક નામે પુત્ર થયો. 5
અને તે અનુક્રમે વિનય વગરનો થયો. પિતાવડે તાડન કરાયેલો અંક બીજા દેશમાં નિરંતર ગામે ગામે ભમવા લાગ્યો. 5 શોકના પુત્રોવડે ઝેર આપવાથી રાજાને પ્રિય એવો પણ હણાતો (અચલ) દિવસના અંતે ગુપ્તપણે ચાલ્યો ને (વનમાં)પેઠો. ક હવે કંટક્વડે વીંધાયો છે પગ જેનો અને ચાલવા માટે અશક્ત એવો અચલ લાકડાં છે મસ્તકપર જેને એવા – જતાં અંકવડે વનમાં જોવાયો. 5 લાકડાનો ભારો ઉતારીને તેણે અચલના પગમાંથી કાંટે કાઢી નાંખ્યો. તેના પ્રત્યે તે વખતે અચલે આ પ્રમાણે કહ્યું કે હે અંકા જો મારું રાજ્ય થાયતો તું ત્યાં આવજે.
અચલે આ પ્રમાણે કહ્યા પછી એક શ્રાવસ્તિમાં ગયો. અચલપણ કૌશાંબી નગરીમાં ઉદ્યાનમાં આવ્યો. તે વખતે કૌશાંબી નગરીનો રાજા ઇન્દ્રદત્ત – ઉધાન ભૂમિકામાં ગયેલો ધનુર્વિદ્યાના જાણકાર અચલને જાણીને રાજા હર્ષિત થયો. ક ઇન્દ્રદત્તે મિત્રદત્તા નામની પોતાની પુત્રી આપી. તે પછી રાજય – સુંદર ઉત્સવપૂર્વક અચલને આપ્યું. ઘણા હાથી ઘોડા–ને મનુષ્ય સહિત – અંગ આદિ દેશોને જીતીને યુદ્ધ કરવા માટે અચલ મથુરાની પાસે આવ્યો. ક હવે ચંદ્રભદ્રરાજાએ શત્રુવડે ધન આપવાથી સર્વપુત્રઆદિ રાજાના સેવકોને વશ કરાયેલા જાણ્યાં તે પછી રાજાએ પોતાના સાલા – સમુદ્રને સંધિ માટે અચલની પાસે મોકલ્યો. તે વખતે તેણે અચલને જોયો. ક તેણે ભેટમું આપીને પાછો આવી – તે સાલાએ રાજા આગળ અચલનું આગમન જણાવ્યું. તે પછી રાજા તે પુત્રને બલિષ્ઠ જાણી જેટલામાં સામો જાય છે. તેટલામાં તે પુત્રે પિતાનાં બે ચરણોમાં પ્રણામ ક્ય. કતે વખતે રાજાએ અચલને પોતાનું રાજ્ય આપ્યું ત્યારે પુત્ર વગેરે સલ સેવકોએ અચલને આદરથી નમસ્કાર ક્ય. 5
ચંદ્રભદ્રરાજા વ્રત લઈ લાંબાકાળ સુધી તીવ્રતપતપી સર્વકર્મનો ક્ષયરી શ્રી સિદ્ધગિરિ ઉપર મોક્ષ પામ્યા. કતે પછી પ્રીતિયુક્ત અચલે ભેગા થયેલા અંકને સન્માનપૂર્વક શ્રાવતિ નગરીનું રાજ્ય આપ્યું, અચલરાજાએ લાંબાકાળ સુધી રાજય કરી પોતાના પુત્રને રાજય આપી એક સાથે સમુદ્ર મુનિ પાસે દીક્ષા લીધી. 5 અમલમુનિ અને અંક મુનિ