________________
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર
રતિ થાય? (૧૦૦૦) તાંબૂલના રસવડે લેપાયેલા – દંતરૂપી કીડાથી ભરેલા એવા મુખનેવિષે હોઠના ચામડાને ચુંબન કરતાં કેવી પ્રીતિ થાય ? અંદર કચરાથી ભરેલાં બહારથી સાફ કરેલા સ્વભાવથી દુર્ગંધી એવા યુવતીના શરીરને વિષે ક્યો મૂઢ માણસ રતિ કરે? જે જીવ – દેવવિમાનના વાસને વિષે દેવોના ભોગોથી તૃપ્ત થયો નથી. તે કેવી રીતે નથી અટકી તૃષ્ણા જેની એવા મનવાળા મનુષ્યજન્મથી કેમ તૃપ્ત થાય?
૨૬૪
આ પ્રમાણે અસાર સંસારનું ધ્યાન કરનાર ભરતરાજાના મનને વિરાગવાળું જાણીને રામે ભરતને ક્યું. હે વત્સ! તને પિતાએ જે રાજ્ય આપ્યું છે તે તું મોક્ષની પ્રાપ્તિમાટે જિનેશ્વરે વ્હેલા ધર્મને કરતો હમણાં ભોગ કર. કહ્યું છે કે:- હે ભરત! આપણા પિતાએ તને મહારાજ્ય ઉપર સ્થાપન કર્યો છે. તે ત્રણ સમુદ્રપર્યંત પૃથ્વીને તું સમસ્તપણે ભોગવ.
આ પ્રમાણે (મને) તારું ઉત્તમ દર્શન થાય. ને સર્વે વિધાધર રાજાઓ તારા વશમાં થાય. હું (તને) છત્ર ધારણ કરીશ. ને લક્ષ્મણ મંત્રીની જેમ નકકી થશે. શત્રુઘ્ન તારો ચામરધારી થશે. સુભટો પાસે રહેલાં થશે. હે બાંધવ ! તું ચિરકાલ રાજ્ય કર. (આ વાતમાં) તું મારાવડે યાચના કરાયો છે.
આ સાંભળીને ભરતે ક્યું હે ભાઇ ! તમે જે ક્યું તે સર્વ મેં ભક્તિપૂર્વક મસ્તક ઉપર ધારણ કર્યું. મેં પૃથ્વી ભોગવી. પ્રજાનું રક્ષણ કર્યું ઉત્તમ સાધુઓને દાન આપ્યું. હમણાં મારું મન અત્યંત વિરાગવાળું થયું છે. હવે તમે જલદીથી હે ભાઇ! દીક્ષા લેવામાટે રજા આપો. હમણાં મને પ્રતિબંધ (આગ્રહ) નહિં કરતા છે કે
जह इंधणेण अग्गी, न तिप्पड़ सायरो णइसएहि तह जीवो विन तिप्पड़, महएसु वि कामभोगेसु ॥ १ ॥ प्रियमो राजा, समुद्र उदरं गृहम् ।
सप्तैतानि न पूर्यन्ते, पूर्यमाणानि नित्यशः ॥ २॥
-
જેવી રીતે લાકડાંવડે અગ્નિ તૃપ્ત થતો નથી. સેંકડો નદીઓવડે સમૃદ્ર તૃપ્ત થતો નથી. તેવી રીતે મોટા કામભોગોથી પણ જીવ - તૃપ્ત થતો નથી. (૫) અગ્નિ – બ્રાહ્મણ – યમ – રાજા – સમુદ્ર – પેટ ને ઘર આ સાત પદાર્થો હંમેશાં – પૂરવામાં આવે તો પણ પુરાતાં નથી. આ પ્રમાણે કહીને તે ભરત જ્યારે વ્રતગ્રહણ માટે ઊભો થયો ત્યારે જલદીથી સ્નેહથી વ્યાપ્ત ચિત્તવાલા રામવડે અટકાવાયો. તે વખતે સીતા – વિશલ્યા – ભદ્રા – ભાનુમતી
=
–
– રમા – સુભદ્રા – ઇન્દમુખી – રત્નવતી – પદ્મા – સુકોમલા – ચંદ્રકાન્તા શુભા – આનંદા વગેરે બીજી પણ – લક્ષ્મણની સ્રીઓ ભરતપાસે ક્રીડા કરતી અને ભરતની સર્વપ્રિયાઓ તેજ વખતે રાગ ઉત્પન્ન કરાવતી ત્યાં આવીને આ પ્રમાણે હેવા લાગી. મદોન્મત્ત એવા – ગજરાજો, પવનના વેગને જીતનારા અશ્વો, રથો, લક્ષ્મી, રૂપવતી સ્ત્રીઓ, સતત વ્હેલાને કરનારા સેવકો – ચામરનાસમૂહો, શ્વેતછત્ર, ઘણા વૈભવથી યુક્ત એવું રાજ્ય, અને ભોગના સુખને છોડીને હે ભરત! હમણાં તું એક્દમ જલદી – ભિક્ષાઆદિ કષ્ટવાલી દીક્ષાને શા માટે લે છે?