________________
શ્રી રામ ક્થા અથવા જૈન ગીતા સંબંધ
થયેલો રોગ ચાલી ગયો. અને બીજા લોકોનો દુ:શક્ય એવા ક્ષય વગેરે રોગો જલદી ચાલી ગયા.તેવી રીતે તે હંમેશાં જિનેશ્વરની પૂજા કરે છે. જેથી હમણાં પણ – લોકના ઉપદ્રવ ક્ષય પામે છે. ક્યું છે કે:- તે દ્રોણ રાજાની પુત્રી વિશલ્યા લોકમાં ગુણવડે અધિક છે. જે ગર્ભમાં હતી ત્યારે તેની માતા રોગથી મુક્ત થઇ. હંમેશાં જિનશાસનની અનુરાગી જિનપૂજામાં ઉધત બુદ્ધિવાલી તે બંધુઓ અને પરિવાર સાથે દેવપૂજા કરે છે. હે દેવ ! તેના અત્યંત સુગંધી સ્નાનના પાણીવડે સિંચન કરાયે તે હું – પોતાના માણસો સાથે નિરોગીપણું પામ્યો.
पुण्येन लभ्यते राज्यं, पुण्येन गेहिनी सुता: । મુખ્યન ખાયતે વેદો, નીતેન શામાં યશઃ ?? II
૨૦૧
પુણ્યવડે રાજ્ય મલે છે. પુણ્યવડે સ્રી મલે છે. પુણ્યવડે પુત્રો થાય છે. પુણ્યવડે નિરોગી શરીર થાય છે. અને પુણ્યવડે નિર્મલ યશ થાય છે.
આ વિશલ્યા આજ ભવમાં પૂર્વે ઉપાર્જન કરેલાં સમસ્તકર્મનો ક્ષય કરી. શુધર્મના ઉદયથી મોક્ષનગરીમાં જશે. ૐ તે વખતે આ પ્રમાણે ધર્મ સાંભળીને ઇન્દ્રજિત – મંોદરી ને કુંભકર્ણ વગેરે ઘણા રાજાઓએ હર્ષવડે ચારિત્ર અંગીકાર ર્યું. રામે શંકરહિત પ્રિયા સીતાને લઇને બિભીષણે કહેલા માર્ગદ્વારા હર્ષવડે લંકામાં પ્રવેશ ર્યો. રામે તરતજ લંકાનું રાજ્ય બિભીષણને આપીને બધા જિનમંદિરમાં જિનપૂજા કરાવી. ભરતે રામને પ્રણામ કરીને ઉત્તમવાણીવડે હ્યું કે વનમાં વસતા તમને ૧૪ વર્ષ થયાં. માતા પિતાએ હેલી પ્રતિજ્ઞા પૂર્ણ થઇ છે. તમારા વિના અયોધ્યા સ્મશાન જેવી લાગે છે. આથી પોતાના આગમનથી પોતાના નગરને સ્વર્ગ સરખું કરશે. આપે જલદીથી રાવણ વગેરે બધા શત્રુઓને જીતી લીધા છે. તે પછી બિભીષણને પૂછીને અયોઘ્યા નગરી તરફ જવા માટે જેટલામાં તૈયારી કરી તેટલામાં માણસે ક્યું કે TM અહીં નજીકમાં ઋષભ અને અજિત નામનાં મહાતીર્થો છે. ત્યાં જઇને તમે શ્રી ઋષભદેવ અને અજિતનાથને નમસ્કાર કરો. રામે પુષ્પક વિમાનમાં ચઢીને તે બન્નેતીર્થમાં જઇને શ્રેષ્ઠ મહોત્સવપૂર્વક બન્ને જિનેશ્વરોની પૂજા કરી.
બિભીષણને જોઇને પુષ્પક વિમાનમાં ચઢીને રામ અયોધ્યા જવા માટે લક્ષ્મણ વગેરેની સાથે ચાલ્યા. તે વખતે રામ દરેક ગામે ગામે દરેક નગરે નગરે રાજાઓ પાસેથી ભેટણાને ગ્રહણ કરતાં ને તેઓને બહુમાન આપતાં ચાલ્યા. → તાલિકા તોરણ આદિવડે કરીને ઉત્તમ શોભાવાલી અયોધ્યા નગરીમાં ભાઇ સહિત રામે સુંદર ઉત્સવપૂર્વક પ્રવેશ કર્યો. ૬ પ્રથમ જિનાયલમાં જઇને શ્રી જિનેશ્વરદેવ પ્રભુને પ્રણામ કરીને રામરાજાએ ઉદાર સ્તવનોવડે સ્તુતિ કરી. તે આ પ્રમાણે:
प्रातः प्रभूतपुरहूतनतानि पश्य, पश्येति पश्यति पदानि तव प्रभोर्यः । तस्याङ्घ्रियामलमलं विमलं मरुत्वान्, संसेवते समसुपर्वयुतो नितान्तम् ।।९७२ ।।