________________
શ્રી રામ કથા અથવા જૈન ગીતા સંબંધ
૨૫૭
નહિ કરે તો આ ચક્ર તારા મસ્તકને હમણાં છેદી નાંખશે. લક્ષ્મણે કહ્યું કે શૂરવીર પુરુષો શત્રુના ભયથી કોઈ કાણે નાસી જતાં નથી. ક તું ચક્રને મૂક તારા આવતાં અને મુષ્ટિવડે ચૂર્ણ કરાશે. હવે તારે લોહના ટુકડાનો ગર્વ ન કરવો. * એ પ્રમાણે સાંભળીને ક્રોધ પામેલા રાવણે મસ્તકની ચારેતરફ ચક્રને ભમાવીને લક્ષ્મણને યમના ઘરમાં પહોંચાડવા માટે ફેંક્યું. કચકે તે વખતે લક્ષ્મણની ચારેતરફ પ્રદક્ષિણા કરીને લક્ષ્મણના હાથને શોભાવ્યું. જેમ વજ ઇન્દ્રના હાથને શોભાવે તેમ ક લક્ષ્મણે કહ્યું કે હે રાવણા તું સીતાને છોડી દેતો તારું જીવન રહે. અન્યથા ચક્રથી મરણ થશે. 5 રાવણે કહ્યું કે મારું ચક્ર મારા પ્રાણોને હરણ કરશે નહિં. હે લક્ષ્મણ! તું હમણાં છોડ. તે મારા હાથમાં આવશે. તે વખતે મંદોદરી પત્નીએ આવીને રાવણને કહ્યું કે આ રામ લક્ષ્મણ મનુષ્યો નથી. પરંતુ દેવો છે. આ કારણથી – મનુષ્યો મનુષ્યો નથી. વાનરો તે વાનરો નથી. પણ કોઈક બહાનાથી ગુપ્તપણે બન્ને દેવો અહીં આવ્યા. વિધિ વિપરીત હોય ત્યારે પુત્ર – સ્ત્રી – પિતા વગેરે જુદા પડે છે. તો ચક્ર શું પોતાનું થશે? 5 કહ્યાં છે કે – વૈભવ જુદો પડે છે. બાંધવો જુદા પડે છે
આથી હે પ્રિયા સાહસ કરવું નહિ. હમણાં સીતાસતી રામને આપી દેવાય તો સારું થશે. આ પ્રમાણે મંદોદરીએ કહો છતાં પણ રાવણે મદનો ત્યાગ ન ર્યો. તે વખતે લક્ષ્મણે કહ્યું કે હે રાવણ તારું મૃત્યું આવ્યું છે. ક તું સીતા સતીને છોડી દે. ઘણાં દુ:ખને આપનાર માનને મૂકી દે. રામભદ્રનાં બે ચરણોને વિષે સેવા કર. કહાં છે કે અભિમાન ઉચિત આચરણને વાયુ જેમ મેઘનો નાશ કરે તેમ નાશ કરે. જેમ સર્પ પ્રાણીઓના જીવિતનો નાશ કરે તેમ વિનયનો નાશ કરે. જેમ હાથી કમલિનીનો નાશ કરે છે તેમ કીર્તિને વેગથી ઉખેડી નાખે છે. જેમ નીચ ઉપકારના સમૂહને હણે છે તેમ માન મનુષ્યોના ત્રણ વર્ગને હણે છે. નીચપુરુષ સ્વાધીન એવી સ્ત્રી હોવા છતાં પરસ્ત્રીમાં લંપટ થાય છે. તળાવ હોવા માં કાગડો ઘડાનું પાણી પીએ છે. 5 રાવણે કહ્યું કે હે લક્ષ્મણ !
આ પ્રમાણે મને કહેતો તું મારા હાથથી જલદી મૃત્યુ પામીશ. આથી ચાલ્યો જા આવા પ્રકારનાં વાક્યો મિત્રોની આગળ બોલાય છે. તું મૌન કરી બીજે ઠેકાણે જઈ સુખી થા. હવે લક્ષ્મણે મસ્તક્ની ઉપર ચભમાવી દયારહિત એવા રાવણને હણવા માટે રોષથી મૂક્યું. તે ચક્વડે તત્કાલ રાવણનું મસ્તક કપાઈ ગયું ત્યારે તે લક્ષ્મણા તું જ્ય પામ એ પ્રમાણે નિરંતર આકાશમાં વાણી થઈ. તે વખતે આકાશમાં દેવો અને ભૂમિઉપર મનુષ્યો અને રાજાઓ ગાવા લાગ્યા. જે કારણથી હમણાં પડેલાં રાવણનાં મસ્તકો શોભતાં હતાં. ખરેખર આ લોકમાં પ્રાણીઓને વિષે પૂર્વે કરેલાં કર્મોનો વિષમ વિપાક હોય છે. નહિતર તો જનકરાજાની પુત્રી ક્યાં? ને રાવણના ઘરમાં નિવાસ ક્યાં? ખરેખર અહીં શંકરના મસ્તક વિષે જે મસ્તકો શોભતાં હતાં. હે શંકરા હે શંકરા તે મસ્તકો ગીધડાના પગોમાં આળોટે છે. * પોષ મહિનામાં કૃષ્ણ પક્ષની એકાદશીના દિવસે દિવસના પાછલા ભાગમાં મૃત્યુ પામેલો રાવણ ચોથી નરકમાં ગયો.
(વાસુદેવો કઈ કઈ નરકમાં ગયા? તેની ગાથા)
एगो य सत्तमाए पंच पंच य छट्ठि ए एगो॥ एगो पुण चउत्थीए, कन्हो पुण चउत्थ पुढवीए॥८८२॥